અરના હોમી પેસીના

એ વાત કંઈ ઝરી જુહાકના ધ્યાનમાં ઉતરી નહીં કે તેવો ફરી બખાલી ઉઠયાં.

‘મારો તને હુકમ છે કે પાછી જઈને ગાડી સાફ કર.’

એ સાંભળી તે ગરીબ બાળા ફીકરથી ધ્રૂજી ઉઠી. ખરે જ તેણીનો હાલ સુડી વચ્ચે સોપારી જેવો હતો કે તેણી કકળીને બોલી પડી.

‘મને… મને બીક લાગેછ પાછું. જતાં.’

ને એ સાંભળતાં જ ઝરી જુહાકે ઝનૂનમાં આવી બે લપડાક તે ગરીબ બાળાના મોંહ પર લગાવી દીધી કે તેણીને તમ્મર આવી જઈ તળ ખાઈ તેણી રડી પડી.

કે તે જ ઘડીએ બારણું અફાળી ફિરોઝ ફ્રેઝર ત્યાં દાખલ થઈ ગયો પછી હીસ હીસ થતા સ્વરે તે જવાને તેની માતાને પૂછી લીધું.

‘મંમા તમોએ કોણનાં હોકમથી મારાં માણસને રજા આપી? ‘વરી કોણના હોકમથી આપે?’ એનું હવે આપણા મકાનમાં કામ શું છે? ઉખરા જેવા કામ વગર અમથો અમથો વચમાં અટવાય તે શું કામનું?’

“કામ હોય કે નહીં હોય પણ મારા માણસને મારા કામની વચ્ચે પડવાની તમને જ‚ર જ શું હતી? મને મારી ઓફિસમાં ને ગાડીથી બાઈ માણસ નથી જોઈતુ.’

‘તે શું છે બાઈ માણસ કરે તો મૂવો મઈ જેવો ઓરડો રમકડાં જેવી ગાડી ધોતાં શું એના હાથો ભાંગી જવાના હતા જે તે વાત? આપણા ગરીબડા વખતમાં હું આપ‚ં આખું ઘેર સાફ કરી કાઢતી હતી. સમજ્યો પોરિયા?’

ઝરી જુહાકે પણ રોકડું પરખાવી નાખ્યું પણ ફિરોઝ ફ્રેઝરે જણાવી દીધું.

‘તમોએ આયાને રજા આપી તે માટે મને વાંધો નથી પણ ઓફિસ સા‚ં મને મારો જૂનો પ્યુન જોઈતો હોવાથી મેં તેને બોલાવી મંગાવ્યો છે ને ભવિષ્યમાં મંમા, મહેરબાની કરીને મારી વગર આપણા કાસલનાં કોઈબી માણસને કાઢી મુકશો નહીં.’ ને પછી ધસારાબંધ તે જવાન પાછો વિદાય પણ થઈ ગયો. ઝરી જુહાકે બધો ખાર તે ગરીબ બાળા પર કહાડી નાખ્યો. ‘ચાલ હવે ગાડી ધોવાની નથી તો નીચેના પાંચ ઓરડાઓ આખા ધોઈને સૂકવી નાખજે સમજી?’

‘વા‚ં જી.’

‘ને તે ખલાસ થાય ને પછી આખી રાંધણીનો સામાન બહાર કાઢી સાફસુફ કરી તેને ગોઠવી નાખી બધી બરણી તથા બાટલીઓ લૂંછી પાછી તેની જગા પર મૂકી દેજે.’

અને એક નિસાસા સાથ તે ગરીબ બાળા ત્યાંથી વિદાય થઈ ને પોતાના સોંપાયેલા કામે લાગી ગઈ.

તે કામો આટોપતા તેણીને બપોર થઈ ગઈ ને ત્યારે થાકથી નસોસ બની, તેણી પોતાના ‚મ પર જઈ પૂગી. તેણીએ બપોરનું ખાણું પણ તે દિવસે ખાધું નહીં એટલી બધી થાક તેણીને ચઢી આવી હતી.

પછી મોંહ પર ફટકા મારતાં તે પીચ જેવા ગાલો ચચરી આવ્યા કે શિરીન વોર્ડન શરમિંદી બની ગઈ.

યા ખુદા તેણીની જુવાન જિંદગીમાં કદી કોઈએ તેણી પર હાથ ઉચકયો હતો નહીં ને આજે સરજતને તાબે થઈ તેણીે તે માર પણ મૂંગે મોઢે ખાઈ લીધો.

પછી જાણે તે ઓરડીની હવા તેણીને ગુંગળાવી નાખતી હોય તેમ તેણી ગૂંગળાઈ ને બહાર ગેલેરી પર દોડી ગઈ.

ત્યાંથી આવતી ધીમી પવનની લહેકી તેણીનાં ઘુમતા મગજને કાંઈ શાંત બનાવી શકી ને ફરગેટ મી નોટ જેવી સુંદર બ્લુ આંખો દૂર દૂરના ખેતરો તથા તળાવમાં તરતા હંસ પર જઈ પૂગી પછી કાંઈક સુખી ખ્યાલોમાં તેણી લીન થઈ ગઈ.

થોડીક વારે તેણીનાં સુંદર સ્વપ્નામાં ખલલ કરતો ફિરોઝ ફ્રેઝરનો સાદ સંભળાઈ રહ્યો કે તેણી ચોકીં ઉઠી.

‘શિરીન, મને લાગું કે તું ઉંઘઈ ગયેલી હતી.’

પછી તેણીએ પોતાનો દુ:ખથી છવાએલો મુખડો તે જવાન સામે ઉંચો કીધો કે આબાદ ફિરોઝ ફ્રઝરે તે ગાલ પરનાં લીસોટાઓ જોઈ લીધા કે તેને મજાકથી પૂછી લીધું.

‘કોણે તુંને તમાચા માર્યા, શિરીન?’

‘તમારા મધરે.’

ઓશકથી તે મુખડો ફરી નીચે કરી દેતાં તે બાળાએ જણાવી દીધું કે તે જવાન કરડઈથી બોલી પડયો.

‘હું ઈચ્છુચ કે તું એક મરદ હતે તો હું તને મારા હાથોએ ઝપેટી શકતે શિરીન.’

તે નિર્દોષ આખોએ સાંભળી અજાયબીથી વધુ પોખાલ બની ગઈ ને તેણીનું ઘાયલ થયેલું અંત:કરણ ઉશ્કેરાઈ ગયું.

(ક્રમશ)

Similar Posts

  • શિરીન મર્ચન્ટને ‘ફર્સ્ટ વુમન એવોર્ડ’થી નવાજવામાં આવ્યા!

    પારસી ટાઇમ્સની પેટ પૂજા કોલમના લેખિકા અને શ્ર્વાનોના વ્યવહારવાદ જાણનાર અને એમને તાલીમ આપનાર અગ્રણી શિરીન મર્ચન્ટને 20મી જાન્યુઆરી, 2018 ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત ‘ફર્સ્ટ વુમન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા, મહિલા અને બાળ વિકાસ માટેના કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી દ્વારા યજમાનિત થયેલ, શિરીનને માનનીય રાષ્ટ્રપતિ રામનાથ…

  • હસો મારી સાથે

    બસમાં આંખ બંધ કરીને કેમ બેઠા છો? તબિયત બરાબર નથી? તબિયત બરાબર છે પરંતુ બસમાં વૃધ્ધો અને સ્ત્રીઓને ઉભેલા હું જોઈ શકતો નથી. *** ડોકટર સાહેબ અબજારમાં મળતાં મીઠાઈ, ફરસાણ ખાવામાં કાંઈ વાંધો ખરો? ડોકટર: નારે મારા જીવનનો આધાર તો એ જ છે. *** તમે નાટકના અભિનેતા હોવા છતાં શાકાહારી રહ્યા એ નવાઈ કહેવાય! એમાં…

  • અમર ઈરાન

    જોસીફસ તથા ડેનિયલના ઉપલા હેવાલમાં ઝાઝી તવારીખી સચ્ચાઈ નથી પરંતુ એક અગત્યના તવારિખી સવાલનો ફડચો કરવાનો હોવાથી ઉપલી કલ્પીત કહાણીની નોંધ લેવી પડી છે. યાહુદીઓનો દારયવુશ ધી મીડ તેઓ મુજબ મીડીયાના શહેનશાહ એસ્તાયજીસનો બેટો થતો હતો. ગ્રીક લોકો તેને જૂદાજ નામે ઓળખતા હતા. તેણે પેગમ્બર ડેનિયલને પોતાના વતન મીડીયા ખાતે લઈ જઈ ઘણું માન આપ્યું….

  • યંગ રથેસ્ટાર્સ દ્વારા સમુદાયને અપીલ

    દર વર્ષે મુંબઈ દાદરના યંગ રથેસ્ટાર્સના પ્રતિબદ્ધ સભ્યો મદદ પૂરી પાડવા માટે, બીજાઓને મદદ કરનારા સુખી રહે તે કહેવત અને પ્રસિદ્ધ પારસીપણુ લક્ષણ સાચું કરવા માંડવી અને માંગરોળ (સુરત) ના તાલુકા તેમજ અંકલેશ્વરની આજુબાજુ અને ગુજરાતના આંતરિક ભાગોમાં, જેમ કે ઇલાવ, સુરાલી, ઝંખવાવ વગેરે સહિતના ગુજરાત અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ જરથોસ્તી પરિવારોને ટેકો…

  • સુખી થવું હોય તો બીજાની મરજીથી જીવતા શીખો!

    22મી ઓકટોબર સાસુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાસુ અને વહુના ઝગડા દુનિયામાં બધેજ જોવા મલે છે. બન્નેને કેટલું પણ સમજાવવામાં આવે પણ બન્નેમાં કયારે પણ સુલેહ થતી નથી. એના આધારે અહીં એક વાર્તા રજૂ કરીએ છીએ આશા છે કે વાંચકોને ગમે. એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો પહેલેથી જ સ્વર્ગે સીધાવેલા એટલે સાસુમાંને…

  • ડચની રાણી મેક્સિમાએ પહેર્યો પારસી ગારો!

    ગયા અઠવાડિયે, રાષ્ટ્રએ નેધરલેન્ડ અને ભારત વચ્ચે આર્થિક અને રાજકીય સહકાર વધારવા શાહી ડચ દંપતી, કિંગ વિલિયમ એલેક્ઝાન્ડર અને ક્વીન મેક્સિમાએ પાંચ દિવસની મુલાકાત લીધી હતી. આપણા સમુદાય માટે આ આકર્ષક સાબિત થયાનું કારણ હતું કે મહારાણી મેક્સિમાએ રાષ્ટ્રપતિ ભવનમાં તા. 14મી ઓક્ટોબર, 2019 ના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા યોજાયેલી ભોજન સમારંભમાં હાજરી…