વરસોની જૂની પરંપરાની નવસારીએ ઉજવણી કરી

આપણી સંસ્કૃતિઓમાં વરસાદને પ્રસન્ન કરવા અને ચોમાસું સા‚ં બેસે તે માટે અલગ અલગ પરંપરાઓ, રીતો હોય છે.

વરસાદને પ્રસન્ન કરવા પારસી પરંપરા મુજબ નવસારીના પારસી યુવાનો ત્યાંના રહેવાસીઓ પાસે જઈ કાચા ચોખા, દાળ, તેલ, ઘી અને પાણી એકઠું કરે છે. આ બધી સામગ્રી જ્યારે જમા થાય છે ત્યારે તેઓ ગાય છે ‘ઘી ખીચડીનો પૈસો, ડોરિયાનો ‚પિયો, વરસાદજી તો આયેગા, દમરીશેર લાયેગા, દમરી તારી ઓટમાં, ખારા પાણી પેટમાં, ઓટી કે ચોટી, ચાલ રી ચોટી, રેલ આવી મોટી, ઔરાગોકાલ, પાણી મોકલ, વરસાદજીનું પાણી તો, મીઠ્ઠું ને મીઠ્ઠું!’

બધી સામગ્રી જમા થયા પછી તેની સ્વાદિષ્ટ ‘ખીચડી’ બનાવાય છે જે ગરીબો, પક્ષીઓ, જાનવરો અને ત્યાં જેટલા લોકો હાજર હોય તે લોકોને તે ખીચડી પીરસવામાં આવે છે.

આ પરંતરા દર વરસે ‘બહમન મહિનો’ અને ‘બહમન રોજ’ ને દિને ઉજવાય છે અને આ વરસે પણ આ પરંપરા જળવાઈ રહી હતી. મર્ઝબાન ઈ. વાડિયાએ પારસી ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું ‘આ જૂની પરંપરાને જીવંત રાખવા યુવાનોએ જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેનાથી મન પ્રફુલ્લિત થઈ જવા પામ્યું છે.’

Similar Posts

  • સ્વભાવ, આદર અને સંવાદ

    આપણી કસ્તી વિધિ એ શુદ્ધિકરણની વિધિ છે. જેમ આપણે આપણા બાહ્ય શરીરને શુદ્ધ કરવા માટે સ્નાન કરીએ છીએ, તેમ કસ્તી વિધિ આપણા અપાર્થિવ શરીરને શુદ્ધ કરે છે. કસ્તી વિધિ કર્યા પછી, આપણે સૌપ્રથમ પ્રાર્થના કરીએ છીએ તે છે દાદર અહુરા મઝદાના 101 નામ – જેના દ્વારા આપણે આપણી જાતને ઉચ્ચ ચેતના સાથે જોડીએ છીએ, જેમ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18th June – 24th July, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી મંગળની દિનદશાને લીધે મગજનો કંટ્રોલ ગુમાવી દેશો. પ્રેશરથી પરેશાન થતાં હશો તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. ઘરમાં ભાઈ-બહેન કે ધણી-ધણીયાણીમા મતભેદ પડશે. હાલમાં બોલવા પર કાબુ રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા….

  • ગાહો વિશે

    ગાહોની કુદરતમાં જગા શું છે, તેઓને ભરવાનો ફાયદો શું છે તે જોઈએ. નીસ્તી-ગેતીને હાડમંદ કહે છે એટલે તેઓ જમીન થામ, દીઠ કે અણદીઠ રીતનું રાખે છે, કે જેની ઉપર આસમાનનો ઘેરાવો છે અને જેઓની વચમાં વાતાવરણ છે અને જમીન-વાયુ-આસમાનની ઉપર વખતનો દોર ચાલુ છે. આ આખી નીસ્તીની હદ છે. આવી હદ દોરનારને એટલે નીસ્તીની સીમાના…

  • |

    ચાલો વૃધ્ધ થતાં શીખીએ

    જેહાન પોતાની પત્ની અને દીકરા રાયન સાથે સંજાણ ફકત બે અઠવાડિયા માટે પોતાના ઘરે આવ્યો હતો. એમ તો તે અમેરિકા રહેતો હતો પરંતુ દર બે વરસે પોતાના કુટુંબને લઈને નવરોઝ ઉજવવા સંજાણ અવશ્ય આવતો હતો. સંજાણમાં એના મમ્મી જરૂ અને પપ્પા જહાંગીર તથા તેના માસી-માસા, કાકા-કાકી એમ થોડા સગાસંબંધીઓ સંજાણમાંજ રહેતા હતા. આ બે અઠવાડિયામાં…

  • પરવરદેગારના શુક્રાના!

    શિરીનને દરરોજ સૂતા પહેલા ડાયરી લખવાની ટેવ હતી. તે દિવસના બધાજ બનાવો તે ડાયરીમાં નોંધતી અને પરવરદેગારનો આભાર માનવાનું નહીં ભુલતી. તેનો દિવસ સારો જાય કે ખરાબ તે મનમાં ફકત સારા જ વિચાર કરતી અને એને મનમાં હતું કે પરવરદેગાર હમેશા તેની મદદ માટે તત્પર રહેતા! એક રાતે શિરીને લખ્યું કે હું ખુબ જ સુખી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 July – 16 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવમાં ખુબ ચિડીયા થઈ ગયેલા હશો. નાની બાબતમાં ગુસ્સો આવશે. તમારા દુશ્મનો તમને ખોટા પાડશે. તમારી આવક કરતા ખર્ચ વધુ થતા પરેશાન થશો. મંગળને કારણે ભાઈ બહેન વચ્ચે મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે….