પારસી પ્રજાનો ઉદય, પુરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

દારયવુશ નામો દલેર પારસી શાહેનશાહ પારસી કીર્તિની કલ્ગીરમાં થોડા વધુ પીછાંઓ ઉમેરી તેને વધુ દીપાયમાન કરવા ઈરાનનાં તખ્ત ઉપર આવી બેઠો. તેની હેરતભરેલી ફત્તેહો અને તેની બાહોશી આજે પણ આપણી લાગણીને ઉશ્કેરી મેલી આપણને હૈરત કરે છે. તેનું હાતમ દિલ અને સખી દિલગુરદો આજે પણ આપણને એક અવાજે શાબાશીના ઉદગારો બહાર કાઢવાને ઉશ્કેરે છે. તેની મોટાઈ અને મરતબો ગમે એવા મહાન નરોને પણ અદેખાઈ ઉપજાવવાને પૂરતા છે. નેકી પાકીજગી અને પરહેજગારી ગમે એવા સાધુને પણ શરમિંદગીમાં ગરકાવ કરે છે. તે ઈ.સ. પલ. ૫૨૧માં ઈરાની શાહનશાહતનાં તખ્ત ઉપર આવી બેઠો કે ઈરાની શાહનશાહતના લગભગ સઘળા પ્રાંતોમાં બળવાની આગ જોસભર ફેલાઈ ગઈ.

તેને બદલે કોઈ બીજો નબળો નર હતે તો શાહાનશાહતનો સહેજમાં ભાંગીને ભૂકો થતે, પણ ગમે તેવી ધરતી ધ્રુજાવનારી ધમાધમી દારયવુશને ધ્રુજાવી શકી નહીં, તેના ગમે તેવા શૂરવીર શત્રુઓ દાનવ દારયવુશની હિંમતને હરાવી શકયા નહિ,  બાબિરઉશ (બેબિલન)ના બળવાને બેસાડી દેતા કે સુશિયાનાને એક સપાટે સર કરતાં તેને મુશ્કેલી નડી નહીં; મીડિયનોની મર્દાઈને મંદ કરતા કે અથુરાની આગને બુજાવી દેતાં તેને વખત લાગ્યો નહિ; અરમના હરામખોરોને હરાવતાં તેણે ઝાઝો વખત ખોયો નહીં; પાર્થ્યાના પ્રાંતને પૂગી વળતાં કે સીગર્શ્યાની સરકશીનો સ્વાદ ચખાડતાં તેની હામને હાણી પૂગી નહિ; માજર્યાની મગ‚રીને મોતમંદ માર મારતા કે સકયાની શમોરોને શરણે આણતાં તે હિંમત હાર્યો નહીં. ૧૯ જબરાં જંગોમાં તે મહાવીરે દશ જુદા જુદા જબરદસ્ત યોદ્ધાઓને જમીનદોસ્ત કીધા. જ્યારે શાહાનશાહત માહેલા ભાગોમાં સળગેલી આગોને તેણે બુજાવી દીધી ત્યારે પારસી પરાક્રમ એકવાર ફરી ઈરાનની આસપાસની ધરતી ધ્રુજાવી નાખી હતી. મિસરનો શૂરવીર શત્રપ યાદગાર આર્યાન્દીસ આફ્રિકા ખંડમાં પારસી શહાનશાહતનો ફત્તેહમંદ ફેલાવો કરવા ફત્તેહમંદ નિવડયો. બાર્કા, સાઈરિનાઈકા અને લીબ્યાના આફ્રિકન રાજયોપર તેણે ઈરાની ઝંડો ઉડતો કીધો.

Similar Posts

  • કોવિડ19- આપણા માટે સબક!

    પ્રકૃતિ અને તેના ઇકોસિસ્ટમ્સ માટે આદર: પૃથ્વી, આપણું ઘર, કાળજીપૂર્વક કુદરતની એક અનન્ય કૃતિ તરીકે બનાવવામાં આવ્યું છે આ આશામાં કે બધા જીવો એક બીજા માટે પ્રેમ અને વિશ્વાસ સાથે સહ અસ્તિત્વમાં છે. માણસને વધુ બુદ્ધિ સંપન્ન કરવામાં આવી કે જેનાથી તે લાંબા ગાળેની દ્રષ્ટિ અને નેતૃત્વના ગુણો સાથે ઉપયોગ કરી શકશે, કુદરતની જટિલ અને…

  • |

    ખુશ રહેવા આટલું તો કરીજ શકો છો!

    દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે. ખુશ રહેવાથી ઘણા રોગો દૂર રહે છે. તમે તણાવ લેશો તો તમારા રોગો પણ વધી જશે. જો તમે ખુશ રહેવા માટે સક્ષમ નથી અને હંમેશા તણાવમાં રહો છો તો આ રહ્યા ખુશ રહેવાના ઉપાય . હકારાત્મક વિચારો રાખો: તમારા જીવનમાં કોઈ પણ બાબતે કેટલી પણ મોટી મુશ્કેલી આવે પણ…

  • અરદીબહેસ્ત યસ્તની હીલીંગ પાવર

    અરદીબહેસ્ત યસ્ત ઉપચાર શક્તિઓ મૂલ્યની બહાર છે. પરંતુ આખી યસ્તની પ્રાર્થના કરવાની શિસ્ત આપણા બધામાં નથી. તેથી, ‘અરદીબહેસ્ત યસ્તની નિરંગ’નો ઉપયોગ અને શક્તિ તે છે જે આપણે બધા જ આજે વિશ્ર્વને સાજા કરવા માટે પ્રાર્થના કરી શકીએ છીએ, જેને તાત્કાલિક ઉપચારની ખૂબ જ જરૂર છે. અસંખ્ય લોકોએ આ નીરંગની ચમત્કારિક શક્તિનો અને સમયનો અનુભવ કર્યો…

  • શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ એટલે સ્ત્રી

    દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શુ છે? જો મહિલા દિવસ ઉજવાય છે તો પુરૂષ દિવસ કેમ નહી? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909માં ઉજવવામાં…

  • પારસીઓ તેઓની દીન સાથે ઠરીઠામ  થયા

    પારસી દેશાગમન હિન્દમાં 13 સદી ઉપર ઈરાનથી થયેલું તેની બીજી બુરહાન નામ ગ્રવણના નામો ઉપરથી કોઈબી જોઈ શકશે. આપણી દરેક ક્રીયા જે મોટી પાવીકતની હોય કે નાની હુશમોરદી હોય, તેમાં નામ ગ્રવણ રહે છે જેની અંદર પેગમ્બર સાહેબથી તેવણના ફરઝંદોથી તે મોટા પાદશાહ પહેલવાનો, દીન દસ્તુરોના નામો લેવાય છે. અને ગુજરેલાના નામો લેવાય છે. દીન…

  • મટર કબાબ

    સામગ્રી: 1 સમારેલી પાલકની ઝુડી, પાંચસો ગ્રામ વટાણા બાફેલા, બે લીલા મરચા સમારેલા, એક ચમચો આદુ સમારેલુ, મીઠુ સ્વાદ મુજબ, પા ચમચી મરી પાઉડર, ચાટ મસાલો, 4 બ્રેડ સ્લાઈસ, સાકર, લીંબુ, તેલ, રવો અથવા ચોખાનો લોટ. રીત: મિક્સર જારમાં પાલક, આદુ, લીલા મરચા, બ્રેડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો. વટાણાને અધકચરા ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણમાં મીઠુ,…