ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

ઈ.સ. ૧૮૭૯-૮૦ની સાલમાં, નાટકની હાલત બગડવા માંડી હતી. એવો ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને પોતાનો ‚સ્તમ-સોહરાબનો ખેલ કરવા માટે એક નાટકશાળા મળવી મુશ્કિલ થઈ પડી હતી. વિકટોરિયા નાટકશાળામાં વિકટોરિયા કલબ પોતાનું કામ કરતી હતી, અને શંકરશેટની નાટકશાળામાં કુંવરજી પઠગો મારી બેઠેલા, એટલે ઝોરાસ્ટ્રિયન કલબ કયાં નાટક કરે?

એ વખતે ક્રાફર્ડ માર્કેટની સામે, પ્રખ્યાત નાટક ઉત્તેજક મંડળી પોતાનું ફીલફીલના લાકડાંનું થિયેટર બાંધી ત્યાં પોતાના ગુજરાતી ખેલો કરતી હતી. ઝોરાસ્ટ્રિયનવાળાઓબી એ જ નાટકશાળામાં પોતાનો ‚સ્તમ સોહરાબનો ઓપેરા અને સંસારી ફારસ કરવા ઘણાજ ખંતી હતા, કેમ કે પારસી કોમનો મોટો ભાગ, તે વખતે કોટ, ધોબીતળાવ અને બહારકોટમાં વસતો હોવાથી, તે મોટા ભાગની આમદ ઉપર મોટી વકી રાખતા હતા. એ એક જનેમ ધ્યાનમાં રાખી, નાટક ઉત્તેજકવાળું થિયેટર, જે એસ્પ્લેનેડ થિયેટરને નામે ઓળખાતું હતું. તેના થોડાક આડા દહાડા, ‚સ્તમ સોહરાબનો ઓપેરા કરવા માટે દર રાતના ‚ા. ૩૦ને હિસાબે ભાડે લીધા હતા. થોડા દહાડા એટલે શનિ અને બુધવારની રાત સિવાય, સઘળા દહાડા, કેમ કે એ દહાડા ઉપર નાટક ઉત્તેજક મંડળી પોતાના નાટકો કરતી હતી. ઝોરાસ્ટ્રિયન સોસાયટીવાળાઓ મંગળની રાતે, અને શુક્રવારની રાતે ‚સ્તમ સોહરાબ કરતા હતા. થોડાક અઠવાડિયામાં તો કામ ઠીક ગબડયું પણ અંતે એક દહાડો ‚સ્તમ બામજીની મોહકાણમાં ગડબડની શ‚આત થઈ હતી.

પરદાનું દોરડું કાપી નાખવા એક નીકળેલો પારસી

‘એ શાની શું તાકાત, કે એવો ફારસ કરે!’

રતિ મડમના ફારસમાં મરહુમ ‚સ્તમ બામજી એક મોબેદનો પાર્ટ કરતા હતા. આ ખેલાડી મેં આગળ લખ્યું છે તેમ ઘણો જ ઉમંગી હતો. તેણે રતિ મેડમના ફારસમાં પોતાનો મોબેદનો પાર્ટ કરતા, એકાદ ફ્લુકનો ઉપયોગ કીધો હતો અને કહેવામાં આવે છે કે એક દિનશાહ હારવર નામનો પારસી તેથી ઘણો જ ઉશ્કેરાઈ ગયો હતો. તે પારસી પોતાના  જેવા બે એક જણ સાથ ખેલની બપોરના નાટકશાળાના મેનેજર અને સુથારને આવી દમદાટી કરી ગયો હતો કે જેવી રીતે ફારસમાં પેલા ‚સ્તમ બામજીએ ગઈ વખતે કીધું હતું, તેવું જો આજે રાતે કરશો તો હમો તેજ વખતે સ્ટેજ ઉપર આવી પરદાના દોરડા કાપી નાખશું. એ સા-ની શું તાકાત કે એવો ફારસ કરે!’

આ સનાનના સમાચાર રાતના સ્ટેજ મેનેજરે હમને જણાવ્યા. મરહુમ પેસ્તનજી કાંગા, જેવણ કોટમાં જ રહેતા હતા, અને જેવણ તે વખતના મશહુર પંજાબી ઉસ્તાદ ‘અમદુ’ની તાલિમમાં નિયમીત કસરત કરવા જતા હતા. તેવણ આ દિનશાહ હારવરનું નામ સાંભળી હસી પડયા. અને બામજીને સ્ટેજ ઉપર પોતાનું કામ કરવા હિંમત આપી. ‚સ્તમ સોહરાબના ગાયનો સાંભળી મરહુમ ફરામજી કાવસજી મહેતાએ પોતાની તરફથી ખર્ચ કરી, સઘળા ગાયનોની એક ફાંકડી ચોપડીની એક હજાર નકલ તેના કરતા ડો. ધનજીભાઈ પટેલને ભેટ કરી હતી. આ ચોપડીની એક એક નકલ મરહુમ મી. મહેતાએ તે વખતના સઘળા જાહેર છાપાઓ ઉપર રિવ્યું માટે મોકલાવી હતી. હવે બનાવ એવો બન્યોે કે મરહુમ બેરામજી મલબારીનું અઠવાડિક પત્ર ‘ઈન્ડિયન સ્પેકટેટર’ ફરામજીના કયસરે હિન્દ પ્રેસમાં છપાતું હતું. તેવણ એ ગાયનનું પુસ્તક વાંચી એક રાત્રે ‚સ્તમ સોહરાબ જોવા આવ્યા હતા અને તે ગાયનો વગેરે સાંભળી તેવણે પોતાના છાપામાં સીફારસના બે બોલ લખ્યા હશે તે વાંચી મરહુમ કેખશ‚ કાબરાજી ‚સ્તમ સોહરાબ સાંભળવા આવ્યા હતા.

 (વધુ આવતા અંકે)

Similar Posts

  • તમે શું લેવાનું પસંદ કરશો ઉદાસી કે ખુશી?

    વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર વિશ્ર્વમાં દર ૪૦ સેક્ધડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરે છે તેવી  જ રીતે ભારતમાં દર બે મિનિટમાં એક માણસ આત્મહત્યા કરી લે છે. હૃદયરોગ જેવી બીમારીનું મુખ્ય કારણ છે ડિપ્રેશન હોવું! કોઈ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ છે તો તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે જેમ કે મશહૂર ક્રિકેટર, યુવરાજ સિંહે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19 March – 25 March 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે.તમારા કામ કાજને વધારવા ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. તમારા મોજશોખ વધી જશે. પાક પરવરદેગારની કૃપાથી જેેટલો ખર્ચ કરશો એટલું કમાવી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. 19, 20, 21, 22 છે. Venus’ rule till…

  • મુંબઇનું પવિત્ર પારસી ગેટ 75 મિટર્સથી વિસ્થાપિત

    પારસી સમુદાયના મોટા ભાગને અત્યંત નિરાશ કરનારી ઘટનાઓના બદલામાં બીએમસીએ કોસ્ટલ રોડ પ્રોજેકટ માર્ગ બનાવવા માટે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે સદીથી જુના પવિત્ર પારસી ગેટને સ્થાનાંતરિત કર્યા છે. ટી.એન.એન. ના અહેવાલ મુજબ, ગેટનો એક આધારસ્તંભ 17 એપ્રિલ, 2021 ના રોજ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બીજા સ્તંભને ત્રણ દિવસ પછી ખસેડવામાં આવ્યો હતો. બીએમસીના અધિકારીના જણાવ્યા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    2nd November – 8th November, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે તેથી તમારા હાથથી ધર્મના કામો સારી રીતે થશે. નાણાકીય મુશ્કેલી ધીરે ધીરે ઓછી થતી જશે.  જે પણ ડીસીઝન લેશો તેમાં ચેન્જ નહીં કરો. તમારા અંગત વ્યક્તિને મદદ કરી શકશો. ધર્મના સ્થળે જઈ શાંતિ મેળવી શકાો. દરરોજ…

  • પપ્પાની લાડલી..

    આજે ફાધર્સ ડે હતો. સવારથી આદિલ પર ફોન ને મેસેજીસનો મારો ચાલુ હતો. વિદેશમાં રહેતા દીકરાનો ખાસ ફોન આવ્યો હતો. તેની ચાલુ પરીક્ષાએ પણ તેને આદિલ માટે સમય કાઢીને દસ મિનિટ વાત કરી હતી. આદિલ પોતે સ્કુલમાં શિક્ષક હતા તેથી તેમના વિદ્યાર્થીઓ જે તેમને પિતાતુલ્ય ગણતા તેઓના પણ બધાના ફોન આવી રહ્યા હતા. ત્યાં સુધી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25 Decemmber – 31 December 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમોને આજથી રાહુની દિનદશા 42 દિવસ ચાલશે. તેથી રાહુ તમોને તમારા કામ પૂરા કરવા નહીં દે. તમારા પોતાના અંગત માણસોનો સાથ-સહકાર નહીં મળે તેનું દુ:ખ થશે. નાણાકીય બાબતમાં વધુ પરેશાન થશો. ધ્યાન નહીં આપો તો ઉધાર ધન લેવાનો સમય આવી જશે. રાહુના…