હિંમત ના હારશો એક દરવાજો હમેશા તમારા માટે ખુલ્લો છે

જિંદગી પોતાની શ‚આત સાથે અનિશ્ર્ચિતતા લઈને આવતી હોય છે. આપણે કયારે પણ નિશ્ર્ચિંત નથી હોતા કે આપણી સાથે કંઈ ઘટના બનવાની છે. અને સાચું કહીયે તો જીવવાની આજ મજા છે. નહીં તો જીવનનું નવુંપણ શું રહેશે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે લાગે છે કે કદાચ કંઈ નહીં બદલાય અને જીવનમાં તકલીફ, મુશ્કેલીની જગાઓમાં આપણા વિચારો દ્વારા આપણે આપણી મુશ્કેલીઓ વધારીયે છીએ. જીવનની મુશ્કેલીઓમાંથી આપણે રસ્તો તો શોધી કાઢીયે છીએ પણ મગજમાં જે નકારાત્મક વિચારો છે તે આપણે દૂર નથી કરી શકતા.

ઓશોએ કહ્યું છે કે ‘પ્રકૃતિમાં મુશ્કેલીઓ નથી કારણ પ્રકૃતિ એક સંગીત સમાન છે જે સતત મધુરતાથી ચાલ્યા કરે છે. તમારા અંદરની રહેલી શકિતને તમારી કાબેલિયતને નવી દિશા આપવા માટે પણ કોઈવાર મુશ્કેલીઓ આવે છે જે આપણે સમજી નથી શકતા.

જીવન એ ખુશી અને મુશ્કેલીઓથી ભરેલું એક પ્લેટફોમ છે. ખુશીઓથી આપણે સુખી થઈએ છીએ. પણ મુશ્કેલીઓ આપણને જીવનન જીવવાનું શીખવે છે. જો જીવનનમાં મુશ્કેલીઓ જ નહીં હોતે તો જીવન જીવવાની મજા આવે? જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ અને આપણે તેમાંથી રસ્તો કાઢી તેનું નિદાન કરીયે છીએ ત્યારે આપણે કેટલા ખુશ થઈયે છીએ. જે સફળતા સહેલાઈથી મળી જાય છે તે સફળતામાં એટલો આનંદ નથી મળતો જેટલો તે વસ્તુ મુશ્કેલીથી મેળવીને આપણને મળે છે.

મુશ્કેલીઓ આપણને જીવવાનું શીખવે છે. મુશ્કેલીઓમાં આપણે એવા ધોરણમાંથી પસાર થઈએ છીએ જ્યાં આપણને લાગે છે કે હું આના કરતા વધારે સા‚ં કરી શકયો હોત અને આના લીધે જ સફળતા તમારાથી દૂર રહેતી નથી. ફકત તમને એક રસ્તો જોઈતો હતો તમારી નિરાશાભરી જિંદગીમાંથી પાછો આવવાનો જે દરવાજો છે તમારી સફળતાનો

કોઈપણ પરિસ્થિતિમાં જડવત બનવા કરતા તમે જે મુશ્કેલીમાં હમણા છો એના માટે સકારાત્મક વિચાર કરો. તમે તમારી મુશ્કેલીઓને પેપર પર લખો અને પછી તે બાબતર પર વિચાર કરો અને આમ કરતા તમને તમારી મંઝિલ સુધી પહોંચવા હજારો રસ્તા મળશે જ‚ર છે સકારાત્મક રીતે વિચારવાની અને તમે જીવનની નિરાશાથી આગળ નીકળી ગયા હશો.

Similar Posts

  • ટાટા સ્ટીલ જમશેદપુર 500 કર્મચારીઓના બાળકોને રોજગાર આપશે

    ટાટા વર્કર્સ યુનિયન (ટીડબ્લ્યુયુ) ની એક પ્રેસ મીટીંગમાં ટાટા સ્ટીલ જમશેદપુરના મેનેજમેન્ટ સાથે લેન્ડમાર્ક એગ્રીમેન્ટની ઘોષણા કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત કર્મચારીઓના 500 રજિસ્ટર્ડ આશ્રિતોને ત્રણ વર્ષના તબક્કામાં, ફેબ્રુઆરી-માર્ચ, 2021થી શરૂ કરવાની સંમતિ આપવામાં આવી છે. એક દાયકામાં આ પહેલીવાર બનશે જ્યારે ટાટા સ્ટીલ અગાઉના કર્મચારીઓના નોંધાયેલા પુત્રો અને આશ્રિતોની નોંધણી કરશે. આ કરાર પર…

  • ભોપાલની પ્રથમ પારસી આરામગાહનો ઇતિહાસ

    બીએચઈએલ (ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ)ના કર્મચારી તરીકે હું ખુબ સુંદર એવાં ભોપાલ શહેરમાં આવી ત્યારે અહીં ઘણા પારસી પરિવારો રહેતા હતા. તેમાંના કેટલાક અગ્રણી હોદ્દા પર હતા, જેમ કે કે.એફ. રૂસ્તમજી – આઈજીપી, જેઓ પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેકટર બન્યા; સામ ભરૂચા, શ્રી મારફતિયા – કોટન મિલના વડા, શ્રી દિવેત્રી – સેન્ટ્રલ બેંકના પ્રાદેશિક જનરલ…

  • મુંબઇનું પવિત્ર પારસી ગેટ 75 મિટર્સથી વિસ્થાપિત

    પારસી સમુદાયના મોટા ભાગને અત્યંત નિરાશ કરનારી ઘટનાઓના બદલામાં બીએમસીએ કોસ્ટલ રોડ પ્રોજેકટ માર્ગ બનાવવા માટે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે સદીથી જુના પવિત્ર પારસી ગેટને સ્થાનાંતરિત કર્યા છે. ટી.એન.એન. ના અહેવાલ મુજબ, ગેટનો એક આધારસ્તંભ 17 એપ્રિલ, 2021 ના રોજ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બીજા સ્તંભને ત્રણ દિવસ પછી ખસેડવામાં આવ્યો હતો. બીએમસીના અધિકારીના જણાવ્યા…

  • પોપટને ઠાર માર્યો!

    એટલુંજ નહીં પણ જે કાંઈ બનાવ તેની હજુરમાં બનતો તે કહી આપવાનો અચરત સરખો ગુણ ધરાવતો હતો. એક પાંજરામાં નાખી તેની હજુરમાં ગયો અને પોતાની બાયડીને અરજ કરી કે તે પોપટને તેણીના ઓરડામાં રાખે અને તેની ગેરહાજરીમાં તેની સંભાળ લે. એટલી ફરમાશ કરી તે પોતાના કામ માટે જ્યાં જવું હતું ત્યાં ગયો. જ્યારે તે ઘેર…

  • સોહરાબ અને ગોર્દઆફ્રીદ

    આ બેહુ લશ્કરો આપણી લડાઈ ઉપર આપણા ગુરજ અને શમશીર અને રીતભાત ઉપર નજર ફેકે છે. હવે  જ્યારે મે મારો ચહેરો અને બાલ ખુલ્લા કીધા છે, ત્યારે સઘળું લશ્કર તારે માટે વાતચીત કરશે, કે સોહરાબે એક સ્ત્રી સાથે લડાઈ કરવા માટે જંગના મેદાનમાં આસમાન તલક ગેરદ ઉઠાવી હતી. તેથી તુુંને ઘટતું નહીં કે તું વખત…

  • મેંગો ડીપ

    ભજીયા, વેફર્સ, ખાખરા સાથે આ ડીપ જલસો પાડી દેશે. સામગ્રી: 500 ગ્રામ કાચી કેરી, 2-3 ટુકડા તજ, 2-3 લવિંગ, મરીના દાણા, 2-3 ત્રણેય અધકચરા ખાંડીને, 300 ગ્રામ ખાંડ, 3 ચમચી જીરૂં, અર્ધી ચમચી લીંબુના ફુલ, મીઠું લાલ મરચું, 1 પીસ આદુ, 1 કપ પાણી, 1 ચમચો એસીડીક એસિડ. રીત: કાચી કેરીની છાલ ઉતારી નાના ટુકડા…