‘જીયો પારસી’ તબકકા-બેની ઝુંબેશ જાહેરાતનો પ્રારંભ

 ‘જીયો પારસી’ ઝુંબેશ જાહેરાતનો અસરકારક રીતે પ્રથમ તબકકો પૂર્ણ થયો છે. ભારત સરકાર પારસી વસતી વધારા માટે 29મી જુલાઈ 2017ને દિને બીજો તબકકો શરૂ કરી રહી છે. જેનું ઉદ્ઘાટન લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર, અબ્બાસ નકવી દ્વારા કરવામાં આવશે.

જાહેરાતનો બીજો તબકકો મડિસન વર્લ્ડના સામ બલસારા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેઓ કાઉન્સેલિંગ અને લોકોમાં જાગૃતતા કેમ લાવવી તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કાર્યક્રમના કો-ઓર્ડિનેટર ડો. કેટી ગણદેવ્યા સ્પષ્ટતા કરતા કહે છે કે તેઓ દરેક પરણેલા પારસી કપલ જેઓ બાળક ચાહે છે તેઓને મદદ કરતા અનંત પ્રયત્નો ચાલુ રહેશે અને આ જુંબેશ જાહેરાતને તેઓ સજીવન રાખવા માંગે છે અને એમને ખાતરી છે કે નવી ઝુંબેશને જબરદસ્ત પ્રતિસાદ મળશે.

2013માં શરૂ કરાયેલી જીયો પારસી ઝુંબેશે સતત પારસી યુગલોને સલાહ અને તબીબી સારવાર પૂરી પાડવાનું ચાલુ રાખ્યું છે. અને છેલ્લા 3 વર્ષમાં 20% પારસી સમુદાય જન્મદરનો વધારો થયો છે. સમુદાયમાં 101નવા બાળકોનું આગમન થયું છે.

સમગ્ર ભારતમાં પારઝોર ફાઉન્ડેશન, બોમ્બે પારસી પંચાયત અને સ્થાનિક અંજુમનની મદદથી વિવિધ સ્તરોમાં જાગૃતતા પેદા થઈ છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18th January – 24th January, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમને કરેલા તમારા કામ નહીં ગમે. નાના કામ પણ પૂરા નહીં કરી શકો. ખાવાપિવા પર ધ્યાન આપજો નહીં તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. પ્રેમી-પ્રેમીકા વચ્ચે મતભેદ પડવાના ચાન્સ છે. રાહુ તમને ચારેબાજુથી પરેશાન કરી…

  • સવાલો અને જવાબો

    સ) કસ્તી કેવી રીતે બનાવવામાં આવે છે? જ) કસ્તીને 72 દોરાઓને સૌ પ્રથમ ચકકર ફેરવવામાં આવે છે ત્યારબાદ તેને હાથેથી વણવામાં આવે છે. સ) કસ્તીને શા માટે શરીરના મધ્ય ભાગમાં બાંધવામાં આવે છે? જ) કસ્તીને મધ્ય ભાગમાં બાંધવામાં આવે છે કારણ કે જરથોસ્તીઓ સંયમનના સિધ્ધાંત માનનારા છે. સ) કુસ્તીની ચાર ગાંઠો શું દર્શાવે છે? જ)…

  • Don’t Miss NCPA’s International Jazz Festival!

    NCPA is hosting its premiere International Jazz Festival featuring a medley of internationally renowned musicians from November 24th to 26th, 2017. Performances for the Fest kicked off yesterday with fab performances by ‘The Latination’, India’s only genuine Latin jazz band, and the ‘Kevin Davy Quintet’ from the UK, performing beautiful modal music of the classic…

  • Your Moonsign Janam Rashi This Week –
    21th October, 2017 – 27 October, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું જ શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમે વધુ પડતા આળસુ થઈ જશો. તમારા પોતાના કામ તમે સરખી રીતે નહીં કરી શકો. ઉતરતી શનિની દિનદશા માંદગી આપી જશે તેથી તમે તાવ, માથાના દુખાવાથી કે બેક પેનથી પરેશાન થશો. ખાવાપીવામાં થોડું…