શિરીન

દિલ્લા ફ્રેઝરે ચેસ્તા સાથ જણાવી નાખ્યું કે મોલી કામા વિકરાળ બની જઈ ધસારાબંધ ફિરોઝ ફ્રેઝરની ઓફીસમાં પુગી ગઈ. પછી પોતાનાં બન્ને હાથોમાં માથું નાખી દઈ તેણીએ એક બાળક મીશાલ રડી પડી ગોધ્યારૂં કરી મૂકયું.

‘ફિરોઝ તમારી… તમારી બેન મને કેટલું બધું ઈનસ્લટ કરેછ, ને…ને બોલેચ કે હું એક નીચ કાપડ વેચવાવાળાની છોકરી થાવું ને તમો… તમો મને લવ કરતાજ નથી.’

એ સાંભળતાંજ ફિરોઝ ફ્રેઝર પુકારી ઉઠયો. ‘કોણ બોલ્યું એમ?’

‘તમારી બેન દિલ્લા.’

‘કયાં છે તેણી? એકદમ મારી આગળ તેણીને મોકલી આપ નહીં તો તું અહ્યાંજ ઉભી રહે મોલી, હું પિયુન આગળ તેણીને બોલાવી મંગાવુંછ.’

પછી ઝનૂનથી ઘંટી મારી ફિરોઝ ફ્રેઝરે તે છોકરાને મોટા મીસ ફ્રેઝરને ઓફિસમાં મોકલી આપવાનો હુકમ કીધો, કે થોડીક વારમાંજ ફફરતી ચટકી દિલ્લા ફ્રેઝર પોતાનં ભાઈ સામે આવી ઉભી કે તે ભાઈએ દમામથી પૂછી લીધું.

‘દિલ્લા, તું ને શું હક છે મારી મોલીને એટલું બધું બોલવાનો?’

‘વેલ ફિરોઝ, એ તારી મોલીએજ મને ઉશ્કેરી મૂકી.’

કે એ સાંભળી મોલી કામાએ દયામણું મોઢું કરી નિર્દોષતાથી જણાવી દીધું.

‘ફિરોઝ, મે કંઈ જ નહીં કહ્યું, ફકત હું એટલું જ બોલી ડાર્લિંગ કે જાંગુ દલાલને પચ્ચીસ હજાર જેટલી રીત નહીં અપાઈ શકાશે.’

‘ને દિલ્લા, આજના બનાવ પછી હું તેટલીબી રકમ હવે નહીં આપી શકશ. મકદુર નથી કોઈનીબી કે ખુદ મારા કાસલમાં મારી ફીઆંસેને કોઈ ઈનસ્લટ કરે.’

ને તે દિવસ પછી હમેશનાં તે સંપીલા ભાઈ બહેનો વચ્ચે કચકચ ચાલુ જ રહી ને નાની હિલ્લાને પણ પોતાના ભાઈ પર મોલી કામાનાં કહેવાથી પોતાનો પોકેટ મની અરધો અરધ કાપી નાખ્યાથી ગુસ્સો જ આવી ગયો હતો.

ડરબી કાસલ જે હમેશ સંપ અને શાંતિ વચ્ચેજ મગરૂરી સાથ ખડો રહેતો, તે મોલી કામાના આવ્યા પછી રોજની તકરારોથી ધમધમી ઉઠતો.

તે સંપીલા કુટુંબ વચ્ચે કજીયો કંકાસ જામી ગયો ને હમેશનું શાંતિ વચ્ચે રહેલું તે મકાન ઉશ્કેરણીની લાગણીઓથી તપી ઉઠતું.

એ દરમ્યાન ઘણીક વેળા શિરીન વોર્ડન તે મંદીરની મુલાકાતે જઈ પોતાના ભાઈને મળી આવતી. કોઈવાર તેણી કંઈ ખાવાનું પણ લઈ જતી ને તેણીનો તે મહિનાનો પગાર તેણીએ પોતાના ભાઈને અર્પણ કરી દીધો.

ને ત્યારે કેરસી વોર્ડન તે મંદીરની અંદર ગુરૂજીના આશરા હેઠળ કઈક પોતાની જિંદગી સુખ તથા શાંતિ વચ્ચે ગુજારી શકયો. ત્યાં આવતા પુજારીઓ ત્યારે તે છોકરાને ગુરૂજીનો કોઈ નવો ચેલોજ માની બેઠાં ને કોઈએ પણ તે એકવાર ચોર લુંટારૂ હશે તેવી આશા તો રાખી હતીજ નહીં.

(વધુ આવતા અંકે)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *