હોમી મહેતાને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

વ્યક્તિ જ્યારે 100 વરસ પૂરા કરે છે ત્યારે તે ઘટના જાદુઈ અને અકલ્પનિય હોય છે ખરેખર, જેઓએ સદી ફટકારી છે તેઓ સારૂં નસીબ ધરાવે છે અને ભગવાન તેમના પક્ષમાં છે તેવાજ છે હોમી રૂસ્તમજી મહેતા 23મી જૂન 1917 ના રોજ કામા પાર્કમાં જન્મેલા તે ‘યુવાન’ માણસ. હોટલ કાર્લ રેસીડન્સી (અંધેરી) ખાતે છેલ્લા શુક્રવારના દિવસે આ પ્રસંગની ઉજવણી તેમના પ્રેમાળ કુટુબ જેમાં તેમના 90 વરસના ભાઈ પ્રોફસર શાપુર, દીકરા સાયરસ અને દારાયસ, ગ્રાન્ડ ચિલ્ડ્રન પિરાન, ખુશનમ, રૂસ્તન, રૂશાદ, રિહા ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન કાયરા અને એમની મરહુમ દીકરી દિનાઝ દ્વારા કરવામાં આવી હતી,

100 થી વધુ મિત્રો અને પરિવારના સભ્યોની હૂંફ અને પ્રેમ વચ્ચે – કામા પાર્કમાં હોમી અંકલ માટે સંપૂર્ણ તૈયારીઓ થઈ હતી અને આ દિવસની સ્મૃતિ વરસો યાદ રહે તેવો ઉજવવામાં  આવ્યો હતો. તેમની મૂલ્યવાન સ્મૃતિઓ તેમના જીવનમાં ઢંકાયેલી તેમની યાદોને આગળ લાવવામાં આવી હતી, 1950માં સ્વર્ગીય પત્ની મેહરૂ સાથે તેમના લગ્ન, તેમના બાળકો અને પૌત્રોની નવજોતના સમારંભને રજૂ કરવામાં આવ્યા હતા.  હોમી અંકલે 30 વર્ષથી વધુ સમય ગોદરેજ સોપ્સની વ્યવસ્થાપન ક્ષમતામાં સેવા આપી હતી. તેઓ ખેલાડી હતા, જેમણે ટેનિસ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં ઘણા પુરસ્કારો જીત્યા હતા. હોમી અંકલ પોતાનો દિવસ મેગ્નિફાઈંગ ગલાસ વાપરી વાંચવામાં ગુજારે છે તથા આસપાસની ઘટનાઓની જાણકારીથી અપડેટ પણ રહે છે. તેમની સાંજ કામાપાર્કના લીલાઘાસના લોન પર સહેલ સાથે માણે છે. હોમી અંકલને ધાનશાક અને પીઝા ખાવાના ઘણા ગમે છે. હોમી અંકલ આવતા દિવસોને યાદ કરી કહે છે ‘એ લોકોએ ઉતાવળ કીધી સો વરસ સેલીબ્રેટ કરીને’ કેટલું સરસ બોલ્યા હોમી અંકલ. શ્રેષ્ઠ આવવાનું બાકી છે..ઉજવણી ચાલુ રાખવા દો!

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    8 January – 14 January 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમને નાના કામો પૂરા કરવા માટે વધુ મહેનત કરવી પડશે. તમે સ્વભાવે ખૂબજ સીધા હોવા છતાં આજુબાજુવાળા તમોને ખોટી રીતે પરેશાન કરી નાખશે. નાણાકીય મુશ્કેલી વધતી જશે. ધન ઉધાર આપતા નહીં. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો….

  • Tech Know With Tantra – Hotstar

    Hotstar is a live streaming app that lets you watch your favourite TV shows, movies, sports and live news on-the-go. It is India’s largest premium streaming platform with more than 100,000 hours of drama and movies in seventeen languages, and coverage of every major global sporting event. For movie buffs – you have Hollywood, Bollywood and vernacular movies. For…

  • પાલનજી શાપુરજી મીસ્ત્રીને શ્રદ્ધાંજલિ

    શાપુરજી પાલનજી ગ્રૂપ ઓફ કંપનીઝના 93 વર્ષીય વડા પાલનજી શાપુરજી મીસ્ત્રીનું 27મી જૂન, 2022ના રોજ દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાને નિંદ્રામાં શાંતિપૂર્વક નિધન થયું હતું. ડુંગરવાડી (મુંબઈ)માં, સંપૂર્ણ રાષ્ટ્રીય અને રાજ્ય સન્માન સાથે 29મી જૂનના રોજ પરંપરાગત અંતિમ સંસ્કાર સેવા યોજાઈ હતી. દોઢસો વર્ષ પહેલાં સ્થપાયેલ, શાપુરજી પાલનજી ગ્રુપ હાલમાં વિશ્વભરના દેશોમાં પચાસ હજારથી વધુ લોકોને…

  • પારસી ટાઈમ્સ વિનાનો શનિવાર

    મેરવાનજી આજે ખાસ સંજાણ સ્ટેશન વોક કરવા ગયા આજે શનિવાર હતો અને તેઓને સ્ટેશનથી પારસી ટાઈમ્સ લેવાનું હતું. 30મી તારીખે પારસી ટાઈમ્સનું વરસ છે અને ખાસલેખો પેપરમાં હશે તે વાંચવાની તાલાવેલીમાં મેરવાનજી સવારના જલદી જલ્દી સંજાણ સ્ટેશને ગયા. પણ ઘરમાં સવારના પહોરમાં જ રામાયણ થઈ. મેં ખાંખાંખોળા શરૂ કર્યા કે ઘરના સભ્યો સમજી ગયા કે,…

  •  ‘Dehati Rasoi Utsav’ By Golden Star Thali

    Golden Star Thali presents ‘Dehati Rasoi Utsav’, celebrating the essence of authentic delicacies from Gujarat and Rajasthan, until 2nd September, 2018. Traditional items include authentic village sweets and special vegetables like Panki, Dal Dhokli, Gatte ki Sabzi, Rajwadi Khichdi, Batata Kaju Kismis and much more, served unlimited during the Utsav! [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]For more details contact Golden…