દિવાળી અને ભારતની સંસ્કૃતિ

ભારતની અંદર વિવિધ પ્રકારના લોકો દ્વારા વિવિધ પ્રકારના કેટલાયે તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તેમાંથી ભારતનો જો સૌથી વધારે લોકપ્રિય અને ધાર્મિક તહેવાર હોય તો તે છે દિવાળી. દિવાળીના એક મહિના પહેલાં જ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે અને આ એક માત્ર એવો તહેવાર છે કે બધા જ ધર્મના લોકો આનો આનંદ લે છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આનું દરેક ધર્મની અંદર અલગ અલગ મહત્વ છે.

કહેવાય છે કે આ દિવસે શ્રીરામ  14 વર્ષના વનવાસ બાદ સીતાને રાવણની પાસેથી છોડાવીને યુદ્ધમાં હરાવ્યા બાદ શ્રીરામ આ દિવસે અયોધ્યા પધાર્યા હતાં અને અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગતમાં આખી અયોધ્યા નગરીને દિવાઓથી શણગારી હતી.

શીખ લોકો માટે પણ દિવાળી ખુબ જ મહત્વની છે કેમકે 1619માં આ જ દિવસે તેમના છઠ્ઠા ગુરૂ હરગોવિંદસિંહજીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. તેમના ગુરૂને ગ્વાલિયરની જેલમાં કેદ કરીને રાખ્યા હતાં અને આ દિવસે તેમને અન્ય બાવન રાજાને પણ તેમની સાથે મુક્ત કરાવ્યા હતાં તેથી શીખ લોકો આ દિવસે ગુરૂ હરગોવિંદસિંહજીની પાછા આવવાની ખુશીમાં દિવાળી ઉજવે છે અને આ દિવસને તેઓ બંધી છોડના નામે ઓળખે છે. આ દિવસ જૈનોના ચોવીસમાં તીર્થકર સ્વામી મહાવીરનો નિર્વાણ દિવસ તરીકે ઓળખાય છે જે દિવાળીના દિવસે જ હોય છે. વળી નેપાળની અંદર પણ આ દિવસે નવું વર્ષ શરૂ થાય છે એટલે નેપાળી લોક પણ આ દિવસને ખુબ જ ધામધુમથી ઉજવે છે.

Similar Posts

  • MEJMT Celebrates Navroze With Great Pomp!

    Navroze is celebrated worldwide, marking the welcome arrival of spring. Zarthostis get together to spread happiness, laughter, joy and last, but not the least, share great food! Parsi Times Reporter Binaisha M. Surti brings to you all the fun that took place, directly from the Dadar Parsi Colony Gymkhana grounds in Mumbai.   The Mancherji…

  • ‘ફાધર્સ ડે’ની ઉજવણી

    કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ? તમારી…

  • A’bad’s Trust Holds Sheri nu Jaman

    On 28 April, 2019 Ahmedabad’s Sunamai and Firoze Davar Charitable Trust held its first ‘Sheri nu Jaman’ at Parsi Sanitarium Grounds. Founded in 2017 by APP’s (Ahmedabad Parsi Panchayat) ex-trustee, Prof. Armaity Firoze Davar, in memory of her parents, Sunamai and the scholarly Prof. Firoze Davar, the Trust provides educational aid and support to needy…

  • જીની ડોસા

    સામગ્રીઓ: ઢોસાનું ખીરૂ બનાવવા 4 વાટકી ચોખામાં 1 વાટકી અળદની દાળ લઈ તેને ચાર કલાક પલાળી મૂકવી. ચાર કલાક પલાળ્યા પછી તેમાં અર્ધો કપ પોહા મીક્સ કરવા અને બારીક પીસી લેવું અને આખી રાત આથો લાવવા મૂકવું. 1 કપ ઢોસાનું ખીરુ, 1/2 કપ ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને કોબીજ. અન્ય સામગ્રીઓ : 1 ચમચી સાંભાર મસાલો,…