મહુવા પારસી અંજુમનની અગિયારીની સાલગ્રેહ તથા પંથકી એરવદ ફીરદોશ કરકરીયાનું સન્માન

રોજ સરોશ, માહ અર્દીબહેસ્તનો શુભ દિવસ મહુવાની પટેલ અગિયારી (અંધેરીવાલા)નો સાલગ્રેહનો દિવસ હોવાથી તે દિવસે અગિયારીના હોલમાં અંજુમન તરફથી જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. આ શુભ દિવસે સવારે સ્ટે. ટા. 10 કલાકે નવસારીથી પધારેલા મોબેદ સાહેબો એરવદ કેકી દસ્તુર તથા એરવદ ફિરદોશ કરકરીયાએ જશનની ક્રિયા કરી હતી. જશન પછી મહુવા અંજુમનના સભ્યો તથા આંમત્રિત મહેમાનો માણેકવાડી ખાતે ભેગા થયા હતા. સર્વે હમદીનોને આવકાર આપતું પ્રવચન અંજુમનના પ્રમુખ હોશી બજીનાએ કર્યુ હતું. એમણે મહુવાની ડુંગરવાડીની જમીન જાળવી રાખવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેની માહિતી આપી હતી અને ડુંગરવાડીની ફરતે દિવાલ બનાવવા માટે દાનની અપીલ કરી હતી. આ સમારંભનું પ્રમુખ પદ શ્રી બીલીમોરા પારસી અંજુમનના વડા મરઝબાન બારીયાએ શોભાવ્યું હતુ તથા સુરતના મિસ્ત્રી આદરીયાન ટ્રસ્ટના ટ્રસ્ટી હોમીભાઈ મિસ્ત્રી અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ સમારંભમાં વ્યારા, માંડવી તથા બીલીમોરાની અંજુમનના પ્રતિનિધિઓ પણ હાજર હતા. એ સર્વેનું અંજુમનના પ્રમુખે ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. પ્રમુખ હોશી બજીનાએ અંજુમનના સભ્યો તરફથી જે આર્થિક સહકાર મળે છે તે બદલ ખુશીની લાગણી વ્યકત કરી હતી અને દાતા ફિરોજ બહેરામશા બેસાનીઆનો ખાસ આભાર માન્યો હતો અને એમના વતી હોશી કાવસજી બેસાનીઆનું ફુલહારથી સન્માન કર્યુ હતું. અંજુમન તરફથી વર્કિંગ કમીટીમાં પોરસ મોગલ તથા ફીરદોશ બચાની નિમણુંકની જાહેરાત પ્રમુખ બજીનાએ કરી હતી અને એ બન્ને યુવાનોનું સન્માન કર્યુ હતું. નવસારીની મલેસર બેહદીન અંજુમન સંચાલિત અગિયારીના મેનેજર માણેકશા સુરતીનું તાજેતરમાં અવસાન થવાથી એમની જગ્યાએ નવા પંથકીની વરણી થઈ છે. આ પ્રસંગે નવા પંથકી એરવદ ફિરદોશ કરકરીયાનું પણ શોલ તથા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આવનારા વર્ષોમાં એમની સેવા સર્વે બેહદીનોને મળતી રહેશે. એવી આશા ટ્રસ્ટી હોસંગ મોગલે વ્યકત કરી હતી.

સમારંભને અંતે આભારવિધિ ટ્રસ્ટી ડો. હોસંગ મોગલે કરી હતી. એમણે બહારગામથી પધારેલા જુદી જુદી અંજુમનના સભ્યો અને અન્ય આમંત્રિતોનો આભાર માન્યો હતો. અંતે ‘છૈયે અમે જરથોસ્તી’ તથા રાષ્ટ્રગીત ગાઈ સમારંભ પૂર્ણ થયો હતો. બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા મીસીસ સુન્નુ કાસદે કરી હતી અને સઘળા હમદીનોને ખુશીથી તેમાં ભાગ લીધો હતો.

Similar Posts

  • Caption This – 24th April

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 28th April 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

    પેલા કરામતી ઘોડાની કિમ્મતના બદલામાં રાજકુંવરીના હાથની થયેલી વિચિત્ર માંગણી સાંભળી સૌ દરબારીઓ તેની મૂર્ખતા પર ખડખડ હસી પડયા! પણ બાદશાહનો શાહજાદો ફિરોઝશાહ તો, પોતાની બહેનના હાથની માગણી આવી નફફટાઈથી ભર દરબારમાં થયેલી જોઈ, ગુસ્સાથી લાલપીળો થઈ ગયો! તેને એમ લાગ્યું કે આ પરદેશીએ તો તેનાં રાજકુટુંબનું હડહડતું અપમાન કર્યુ હતું! અને આ કાંઈ હસી…

  • ‘જીયો પારસી’ તબકકા-2ના અભિયાનની શરૂઆત

    પરઝોર ફાઉન્ડેશન અને મેડિસન બીએમબી સાથે બોમ્બે પારસી પંચાયત, ટીઆઈએસએસ, મુંબઈ અને ફેડરેશન ઓફ ઝોરાસ્ટ્રિયન અંજુમન ઓફ ઈન્ડિયાએ તા. 29મી જુલાઈ 2017ને દિને ‘જીયો પારસી’ તબકકા-2ના અભિયાનની શરૂઆત કરી. માયનોરિટી અફેર્સના માનનીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ વિખ્યાત વ્યક્તિઓને ભેગી કરી ઝુંબેશની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ઈરાનના કોન્સલ જનરલ એચ.ઈ. મસૂદ ઈ. ખાલેગી, પર્લ મિસ્ત્રી,…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30th May – 05th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મનને શાંતિ આપનાર ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મુસાફરી કરી શકશો. મનમાં કોઈ શંકા હશે તેનું સમાધાન મળી જશે. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. ઉપરી વર્ગ તમારા કામની કદર કરશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી…

  • માણસને ઘણું શીખવી જાય છે ખાલી ખીસું!

    એક સ્કુલના ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓ લંચ ટાઈમ સાથે જમવા બેસતા. દરેક વિદ્યાર્થીઓ લંચ ટાઇમમાં પોતાનું લાવેલું ભોજન એક સાથે બેસીને ખાઈ રહ્યા હોય એટલે દરેક વિદ્યાર્થીઓ ને એકબીજા શું લઈ આવ્યા છે તેના ઉપર ધ્યાન રહેતું. એમાં જ એક રાકેશ નામનો છોકરો પણ હતો જે છોકરો જમવા માટે કોઈપણ વસ્તુ લઈ આવ્યો હોય તે વસ્તુ…