સુરત સી.ટી. હાફ મેરોથન-17 રનીંગમાં સુરતની પારસી ઝોરાસ્ટ્રિયન કલબના ત્રણ યુવાનો યઝદી, રયોમંદ, યઝદ ઝળકયા

તા. 15-10-2017 સુરત ખાતે હાફ મેરોથન-17ની રનીંગ સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં સુરતની ઝોરાસ્ટ્રિયન કલબના ત્રણ યુવાન પારસી ભાઈઓએ ભાગ લીધો હતો.

1) યઝદી નોશીરવાન ડપોરાવાલા એ 21 કિ.મી.માં ભાગ લઈને 2 કલાક 30 મીનીટમાં પુરી કરી હતી.

2) આ મેરોથન-17માં સૌથી નાનો પારસી યુવાન ધોરણ 8માં સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં અભ્યાસ કરતો રયોમંદ ઝરીર વેદ 10 કિ.મી.માં ભાગ લઈને 1 કલાક 24મીનીટમાં સફળ રીતે પૂરી કરી હતી.

3) યઝદ પરવેઝ વરીયાવાએ પણ 10 કિ.મી.નું અંતર 1 કલાક 12 મીનીટમાં પૂરૂં કર્યુ હતું.

આ સી.ટી. હાફ મેરોથન-17માં સુરતના ત્રણ પારસી ભાઈઓ યઝદી, રયોમંદ, યઝદ ને સફળ રીતે પૂરી કરવા બદલ મેડલ આપવામાં આવ્યા હતા. ઉપરની સિધ્ધી બદલ ઝોરાસ્ટ્રિયન કલબના પ્રમુખ તેમજ સુરત પારસી પંચાયતના ટ્રસ્ટી સાહેબો અને ત્રણના માતા-પિતાએ તેમજ સુરત પારસી સમાજ યઝદી, રયોમંદ, યઝદ ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

Similar Posts

  • ગ્લોબલ ઇરાનશાહ પહેલ

    ‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર,…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    23rd November – 30th November, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા દરેક કામ વીજળીવેગે પૂરા થઈ જશે. તમારી સાથે કામ કરનારના મદદગાર બની રહેશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ફેમિલીના મતભેદ દૂર કરી શકશો. તમારા હાથથી ચેરીટીના કામ થઈ જશે. ચાલુ કામમાં નાણાકીય ફાયદો થશે. ફેમિલી સાથેની…

  • કમરના દુ:ખાવોમાં મેથી-ખજૂર

    કમરનાં દુ:ખાવા માટે અનેક કારણો હોઈ શકે છે. કમરનો દુ:ખાવો હોય તો નિદાન કરી કરાવી સાચું કારણ જાણી લેવું જોઈએ. જો, કમરનો દુ:ખાવા માટે શરીરના એ વિસ્તારના કોઈ ભાગની ભૌતિક પરિસ્થિતિ વિકાર ન પામી હોય તો એક અકસીર ઈલાજ છે. પાંચ-સાત ખજૂરનો સરસ ઉકાળો બનાવી તેમાં એક નાની ચમચી મેથી પાઉડર નાખી ધીમેધીમે પી જવું….

  • કથા ગણેશ ચતુર્થીની

    ભારતીય સંસ્કૃતિમાં હિંદુઓ નવા કાર્ય સરખી રીતે પૂરાં થાય તે માટે સૌ પ્રથમ શ્રી ગણેશની વંદના કરે છે. માટે કોઈ પણ કાર્યની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી શરૂ થાય છે. શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ…

  • પીવો આમળાનું જ્યુસ અને રહો હંમેશા ફિટ!!

    આજના સમયમાં યૂરીન ઈંફ્કેશનની મહિલા અને પુરૂષ બંનેમા વધી રહ્યા છે. આ સમસ્યા મૂત્ર માર્ગમાં સંક્રમણના કારણે હોય છે. તેના નિદાન માટે મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી પણ લોકો ચિકિત્સકોના ચક્કર લગાવતા રહે છે. આ સમસ્યા માટે આમળાનું જ્યુસ આ સમસ્યાનો રામબાણ ઈલાજ છે. આ શરીરમાં અન્ય રોગ સામે લડવામાં મદદરૂપ છે. – રોજ સવારે…

  • |

    Masina Hospital Offers Quality Dialysis Services to Kidney Patients

    Masina Hospital and Vivo Kidney Care have teamed up successfully to provide high quality, Dialysis Services that will improve the life-longevity for all patients who undergo dialysis at the hospital. State-of-the-Art machines, along with modern RO systems and well-trained staff, have helped bring back smiles to all patients.   While the current Covid-19 situation has…