‘ચ’ ચકલીનો ‘ચ’

મારા બાળમંદિરના (ક્ધિડરગાર્ટન) માસ્તર ચુનીલાલ કંઈ લખ્યા કરતા, જાતે ભણાવે નહીં પણ એક વડો નિશાળિયો (મોનીટર) અમને ક કમલનો ક, ખ ખડિયાનો ખ, ગ ગધેડાનો ગ, એમ બોલાવતો ત્યારે અમે એટલું બધું હસતા કે ચ ચકલીનો ચ આવે ત્યાં સુધી અમારૂં હસવાનું રોકાતું નહીં. ચાલો! ત્યારે હું તમને ચ વિશે ચર્ચા કરી તેની સાથે તમારી ઓળખાણ કરાવું.

‘ચ’ ગુજરાતી મુળાક્ષરોનો ઓગણીસમો અક્ષર. તે તાલુસ્થાની એટલે ગુજરાતીમાં ચ,છ,જ,ઝ તાલુ સ્થાની અક્ષરો છે. અંગ્રેજીમાં ‘એ ટુ ઝેડ’ બોલી જાવ પણ ‘ચ’ તો આવશે જ નહીં તો પછી ચોકલેટ કેમ ચુસાય? એટલે અંગ્રેજોએ ‘સી’ ની શાદી ‘એચ’ સાથે કરી ‘ચ’ બનાવ્યો અને પછી બીજી બૈરી ‘એક્ષ’ આપી સીકસ બનાવ્યો. ચાલો! ત્યારે ‘ચ’થી શરૂ થતા શબ્દોની ચકડોળમાં બેસાડી વાચકને ચકરડી ખવડાવું અને ચટપટી ચટણી ચખાડું. હવે ‘ચ’ ને જુદા જુદા સ્વરો લગાડી ભાતભાતના શબ્દો જોઈએ.

‘ચ’ ને કાનો લગાડો એટલે ચા બને. મોદીજીએ ચાને બહુ ચગાવી. તેમના કેટલાક પેટબળિયાઓને કહ્યું કે એ તો ચાવાળો હતો ત્યારે તેમને જવાબ આપી દીધો કે ભારત એક એવો દેશ છે કે જયાં એક ગરીબ ચાવાળો પણ ચીફ મીનીસ્ટર બની શકે છે. બધા ચુગલીખોરો ચાટ પડી ગયા. ‘ચા’ને બીજી ‘ચા’ સાથે જોડો તો કાકા બને અને બીજી ‘ચા’નો કાનો કાઢી નાખી ‘ઈ’ લગાડો તો કાકી બને અને ‘ચા’ને ‘હ’ લગાડો તો પ્રેમ ઉભરી આવે. ટાબરિયું સૌ પ્રથમ ચા..ચા કરતાં શીખે ત્યારે પણ માનું હૈયુ પ્રેમથી ઉભરાઈ જાય.

મારા બપાવા ચકલીને ચણ નાખતા ત્યારે ચારસો ચકલીઓ ચણ ચણવા ભેગી થઈ જતી જે દિલચશ્પ દ્રશ્ય મારા ચક્ષુપર આજે પણ ચોટેલું છે. કમ ભાગ્યે આજે ચકલી ચકલો તો શું પણ ચલ્લું પણ જોવા નથી મળતું. હા! જો તમે ચકલી (નળ) ખોલો તો પાણી નીકળે અથવા ચર કરીને હવા નીકળે. ચકલો (ચાર રસ્તા) એક એવી જગ્યા છે કે જ્યાં કાલીચૌદશને દિને લોકો ઉતાર મૂકી આવે.

તમે તમારા શ્રીમતીજીને જો કહો કે ચાલ આજે તીખ્ખી, ચમચમતી, તાજી ચા કર તો તે જરૂર ગુસ્સે ચડી કહેશે કે શું હું તમારી ચાકર છું? એક ચર્તુમાસિક ચોપાનિયા નામે ચિત્રેમિત્રે ‘ચોર કરીને ચોકલેટ ચાવે’ના ચોરાટિયા લેખ ચંદ્રકાંતને બદલે ચંડાલકાંત નામ છાપ્યું  તે વાંચી એ બહુ ચિડાયો. ચૂપચાપ બેસી રહે ખરો?

ચોકીદારને બે પણ ચોરને ચાર ચક્ષુ હોય છે. ચાલાક ચોર ટોળામાં ભળી જઈ ‘ચોર! ચોર! પકડો’ કહી ચોરને (અર્થાત/પોતાને) પકડવા દોડે છે. ચીનનો શાહુકાર, ચીનીમીની ચાઉં ચાઉં અડધી રોટલી ખાઉં ખાઉં પણ આપણને ચીપ ચીજો પધરાવી ચીટ કરે છે. સાલો ચારસોચોવીસ, પણ ચીની વગરની ચા આપણને ચાલે નહી. લાલુ પણ ઢોરને ચાર ખવડાવવાને બદલે પોતે ચાવી ગયો. સારૂં કામ કરો તો ચારમાં પુછાય. ચાર દહાડાનું ચાંદરણું.

જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. એટલે શું? જે વ્યક્તિ ચોપડી વાંચે અર્થાત ખૂબ ભણે તે ચોપડી એટલે કે ચાર પડવાળી ચપાતી, ઘી ચોપડીને (લગાડીને’ ખાય. ટૂંકમાં જે બહુ ભણે તે બહુ કમાય. વાસ્તવમાં તો ભણેલા પણ ભૂખે મરે છે.)

બાબા રામદેવ ચટાઈ પર ચડી બધાને યોગાસન શીખવી રહ્યા હતા જેનું અનુકરણ ચંચલ ચંડિકા અને ચંપક ચાંપલો પણ કરી રહ્યા હતા. એકાએક ચંચલ ઉઠીને ચંપકને ચંપલે ચંપલે ચપેટવા લાગી. ‘મુવા મને આંખ મારે છે! લાજશરમ નથી આવતી?’

‘બહેનજી! બાબા પણ આસન કરતાં કરતાં એક ચક્ષુ બંધ કરે છે એટલે તેમનું અનુકરણ કરી હું પણ તેમ કરૂં છું. હું કંઈ આંખ મારતો નથી.

બાબા રામદેવ તો ચાલુ યુગના જુદી જુદી ચીજો બનાવી આપણને બનાવે પણ ચારસો વર્ષ પહેલા ચરક નામે પ્રસિધ્ધ ચિકિત્સક થઈ ગયો જેનાં ચૂરણો આજે પણ ચાલે છે. ચકલા પણ ચરક ચરક કર્યા કરે અને આપણે ચોખ્ખું કરવાનું.

હવે ચકડોળમાં બેઠા વગર મને ચકકર આવે છે એટલે હવે હું ‘ચ’ના ચેપ્ટર પર ચેકો મૂકુ છું.

(વાંચકને વિનંતી: આ ચવચવના મુરબ્બા જેવાં લેખમાં ‘ચ’થી શરૂ થતા કેટલા શબ્દો આવે છે તે ચકાસી મને જણાવવા વિનંતી પણ તેમ કરતાં તમને પણ ચકકર આવે તો મને ચપેટો ચોડશો નહીં.

Similar Posts

  • Pet Puja: A Letter To Pet Parents

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Shirin Merchant is India’s pioneering Canine Behaviourist and Trainer. For the past 25 years, she has worked hard to ensure that dogs in India are trained using reward-based methods.[/otw_shortcode_info_box] Dear Pet Parents, We are in the midst of difficult times. Your dogs are probably as apprehensive as you are. They may not know…

  • From the Editors Desk

    Come December…. The Beginning Of The End! Dear Readers, The popular saying, ‘Every end marks a new beginning’, is usually meant in a consolatory or comforting context – but thanks to the harrowing pandemic, time can’t be ticking fast enough to conclude this deadly chapter that has shaken the core of humanity. We can’t wait…

  • Caption This – October 21, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 25th October, 2017. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “ “Haveh modhu band rakhvama saar chhe, nahito khasra no maar chhe!!”   ” – By Bahadur Rustomji Tantra [/otw_shortcode_info_box]

  • APP Organises First Gambhar Of The Year

    The Ahmedabad Parsi Panchayat (APP), under the leadership of Ex-APP Trustee, Prof Armaity Davar organized the first gambhar of the year, in memory of Prof. Firoz and Sunamai Davar, at Lalkaka Hall, Parsi Sanatorium Grounds, on 6th January 2019. Attended by four hundred and fifty community members, the event commenced with a jasan, followed by…

  • મા-બાપને ભુલશો નહીં

    મારા બાવા પોતાની બેગમાં ધીમે ધીમે સમાન ભરી રહ્યા હતા. ઘરમાં આજે અજીબ સન્નાટો હતો. મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી. દોલી રાંધણીમાં રસોઈ બનાવી રહી હતી. મારી અને બાવાજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ સુઈ શક્યું નહોતું. નિર્ણય મારોજ હતો અને હું બહુ મોટી…