જીયો પારસી જીયો મોબેદ

પારસી સમયુદાયનું અસ્તીત્વનું જોડાણ સીધું મોબેદો સાથે જોડાયેલુ છે

હકીકત એ છે કે કોઈ પણ સમુદાય મજબૂત ધાર્મિક પાયા વગર જીવી શકે નહીં. તેમજ કોઈ પણ ધર્મમાં ધર્મગુરૂઓ વગર જીવી શકાય નહીં. આપણા પારસી સમુદાયોની સફળતા અને અસ્તિત્વ નિ:શંકપણે આપણા ધર્મ અને આપણા મોબેદો સાથે સીધી રીતે જોડાયેલા છે. આપણા આતશ બહેરામ અને અગિયારીની રચના આપણા પુર્વજો દ્વારા કરવામાં આવી હતી, જ્યાં તેમની પેઢી અહુરા મઝદાની પૂજા કરે તથા પુર્વજોએ આપેલા વારસાને સંભાળીને ભવિષ્યની પીઢી તેનો લાભ લઈ શકે.

આપણું પવિત્ર આતશ માત્ર અહુરા મઝદા સાથે જોડાયેલું નથી પરંતુ એ માર્ગદર્શક દળ છે જેની સફળતા સદીઓથી આપણા સમુદાયે હાંસલ કરી છે. આપણી પાસે ખુબ સમૃધ્ધ વારસો છે જેનો આપણને ગર્વ છે. બધા મનુષ્યોમાં શ્રધ્ધા હોવી ખૂબ જરૂરી છે. આપણા આતશની સંભાળ લઈ આધ્યાત્મિક માર્ગદર્શિકા અને આગેવાન તરીકે કાર્ય કરે છે. ધર્મશાસ્ત્રનું અધ્યયન કરનારનું એક જૂથ બન્યું જેને આપણે ‘આથ્રવન અથવા અથોરનાન’ આપણા માબેદો તરીકે ઓળખીયે છીએ. આપણા પૂજ્ય દસ્તુરજી કોટવાલે તાજેતરમાં લખ્યું છે કે, ‘જરથુસ્ત્ર પોતે જે સ્પષ્ટ રીતે ધર્મગુરૂની જરૂરિયાતની રૂપરેખા દર્શાવે છે જે પોતાની ફરજનો ખ્યાલ રાખે અને સત્ય સાથે જેનો સુમેળ હોય છે.’

પારસી સમુદાય માટે ખૂબ અગત્યનું છે કે યુવાન અથોરનાન છોકરાઓ ‘નાવર અને મરતાબ’થી શરૂઆત કરી આગળ વધી ધાર્મિક ક્રિયાઓ કરવી અને આખા સમયના મોબેદ નહીં બની શકે તો કંઈ નહીં પણ જયારે પણ સમય મળે તે રીતે ભાગ લેવો. પારસી સમુદાય, ‘મોબેદો’ની તીવ્ર અછત અનુભવી રહ્યા છે, ચોક્કસપણે આ મુદ્દાને અગ્રતા ધોરણે સંબોધિત કરવાની જરૂર છે.

આવા કટોકટીના પળે દસ્તુરજી કોટવાલએ લખ્યું છે કે, ‘સમજદાર, સુશિક્ષિત પારસી વચ્ચે એક મોટી ચિંતા છે કે જે ધર્મગુરૂ વર્ગને બચાવવા માટે સખત પગલા લેવાવા જોઈએ જે લુપ્ત થવાના જોખમમાં છે, અને જ્યાં સુધી આપણામાંના કોઈ પ્રતિનિધિત્વ નહીં કરે તો આપણે આપણા સમુદાયને જોખમમાં મૂકીશું.

ખૂબ જ ચિંતાની વાત છે કે આપણા આતશ બહેરામ અને અગિયારીઓ મોબેદોની અછતને કારણે પ્રભાવિત થઈ શકે છે અને સમાજ દ્વારા ટોચની અગ્રતા તરીકે સંબોધિત કરવાની જરૂર છે. ટીમ જિયો પારસીને એક વિનંતી છે કે તેમણે આ દુવિધાને માન આપી અને જીયો મોબેદને તેમના જીયો પારસીની શાખા સાથે જોડી રજૂ કરવી જે એક ખૂબ અગત્યનું પગલું ગણાશે.

Similar Posts

  • Parsis Shine At NMA Championships

    The 37th National Masters Athletics championships 2017, held at Meenatai Stadium, Nasik from 24th to 26th March, 2017, saw numerous Parsis making their mark as representatives of Maharashtra. Over 1300 athletes from 24 states across India participated in the Championship. Mehernosh Bamboat from Navroze Baug won gold medals in 100m and 200m run, while Fareez Vesunia…

  • Avesthagen Study Could Determine Genetic Predictors For Tobacco-Related Cancers

    Avesthagen Limited, with support from the Foundation for a Smoke Free World, New York, USA, is developing a systems biology-based approach for the early predictive diagnosis of tobacco related cancers such as lung, head and neck, esophagus, stomach, colon, prostate and bladder cancers to achieve cessation of smoking.  Researchers at Avesthagen Limited are studying how…

  • ડૂંગરવાડીની જાળવણી માટે બીપીપીની પ્રતિબદ્ધતા

    બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના પ્રયત્નો તથા માણેકબાઈ પી.બી. જીજીભોય ટ્રસ્ટ ફંડ અને સમુદાયના સભ્યો દ્વારા આપવામાં આવેલા ભંડોળ દ્વારા ડુંગરવાડીમાં ઉત્તમ રીતે રિનોવેટ કરેલા વિસ્તારોના ઉદઘાટન વિશે જાણીને સમુદાયના સભ્યો ખુશ થશે. ડુંગરવાડી ખાતે ઉત્કૃષ્ટ રીતે નવીનીકૃત ‘નાહણ’ વિસ્તાર અને ‘ટોઇલેટ બ્લોક’નું ઉદઘાટન 14 મી જાન્યુઆરી, 2020 ના રોજ બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, બીપીપી…

  • વિખ્યાત – ડો. ખુશનુમા તાતા

    છવીસ વર્ષની નાની ઉંમરે, મુંબઇની ગોદરેજ બાગ નિવાસી – ખુશનુમા તાતા, જે મુંબઇની કેસી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવે છે, ક્ધઝ્યુમર બિહેવિયર ટુવડર્સ રેડી ટુ ઇટ ફૂડમાં પીએચ.ડી કરીને સમુદાયને ગૌરવ અપાવ્યું છે. ખુશનુમાનેે મિઝોરમના રાજ્યપાલ તરફથી તેના ડોક્ટરનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેના સંશોધન પત્રો રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિષદોમાં રજૂ કરવામાં આવ્યા છે અને…

  • આઈયુયુ 2017ની વિશેષતાઓ

    ભારત અને વિશ્ર્વભરમાં પારસી / ઈરાની જરથોસ્તીઓ ઉદવાડામાં મેગા-સાંસ્કૃતિક ઉજવણીમાં હાજરી આપવા તૈયાર છે, ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઇયુયુ),ના એક્સક્લૂસિવ મીડિયા પાર્ટનર, પારસી ટાઈમ્સ, આઇયુયુ-2017નો કાર્યક્રમ જે ડિસેમ્બર 23મીથી 25મી ડિસેમ્બર સુધી રજૂ થવાનો છે જેની વિશેષતા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. ‘ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ-2017’ માત્ર મેગા ઇવેન્ટ બનવાનો નથી, પણ વિશ્ર્વભરના 2000થી વધુ સમુદાયના સભ્યો…