નહેરૂજીનો બાળપ્રેમ

પંડિત જવાહરલાલ નહેરૂ 14 નવેમ્બર 1889 ના રોજ અલ્હાબાદમાં જન્મ્યા હતા. તેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નહેરૂને બાળકો માટે ખૂબ જ લાગણી હતી અને તેમણે બાળકોને દેશના ભાવિ તરીકે ગણ્યા હતા. બાળકો પ્રત્યેના સ્નેહના કારણે, બાળકો પણ તેમને પ્રેમ કરતા હતા. પંડિત નહેરૂના જન્મદિનને ચિલ્ડ્રન્સ ડે (બાલદિન) તરીકે ઉજવવામાં આવે છે.

જ્યારે પંડિત જવાહરલાલ નહેરૂ  ભારતના વડાપ્રધાન હતા અને ત્રણ મૂર્તિ ભવન તેમના સત્તાવાર નિવાસસ્થાને રહેતા હતા ત્યારે એક દિવસ નહેરૂજી પોતાના બગીચામાં ફરી રહ્યા હતા ત્યારે તેમને એક બાળકના રડવાનો અવાજ આવ્યો તેમણે જોયું તો એક 3-4 મહિનાનું બાળક રડી રહ્યુ હતું. તેમને લાગ્યું કે માળી સાથે તેની પત્ની કામ કરવા આવી હશે અને આ બાળક તેમનું હશે. પરંતુ આસપાસ કોઈપણ દેખાયું નહીં.

બાળકે ચાચા નેહરૂને જોઈ પોતાનું રડવાનું વધુ જોરમાં શરૂ કર્યુ. નહેરૂજીથી આ જોવાયું નહીં અને બાળકને તરત ઉંચકી લીધું અને તેને થપકારવા માંડયું. બાળક તરત શાંત થઈ ગયું અને નહેરૂજીને જોઈ હસવા માંડયું.

તેટલીવારમાતેની મા દોડતી આવી અને પોતાના બાળકને નહેરૂજીના હાથમાં રમતા જોઈ તેને આશ્ર્ચર્ય થયું.

એકવાર પંડિત નહેરૂ તામિલનાડુના પ્રવાસે ગયા. તેઓની ગાડી જ્યાથી પસાર થતી હતી ત્યાં માણસો તેમને જોવા ઉભા રહી જતા કોઈ દીવાર પર કોઈ સાયકલ પર દરેક જણ નહેરૂજીને જોવા ઉત્સુક હતા હતા. આવીજ રીતે એક માણસ રંગ બેરંગી ફુગાઓ લઈ પોતાની એડીઓ પર નહેરૂજીને જોવા ઉંચો નીચો થતો હતો સાથે સાથે તેના ફુગાઓ પણ જાણે નહેરૂજીને જોવા ઉપર નીચે થતા હતા આ દેખાવ નહેરૂજીને ખુબ જ ગમ્યો.

તેઓએ પોતાની ગાડી ઉભી રખાવી અને તે ફુગાવાળા પાસે ગયા. ફુગાવાળો તેમને જોઈ આશ્ર્ચર્યચકિત થઈ ગયો.

નહેરૂજીએ તેમના સચિવને કહ્યું કે બધા ફુગા ખરીદી અહીં જેટલા બાળકો છે તેમને વહેંચી દો. બધાજ બાળકો ફુગા લઈને ચાચા નહેરૂ, ચાચા નહેરૂની બૂમો પાડવા લાગ્યા અને ત્યારથી જ નહેરૂજીને લોકો ચાચા નહેરૂ કહેવા લાગ્યા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *