અમે સુધરી ગયા છીએ નહીં ??

અમે સુધરી ગયા છીએ નહીં ??

અમે પહેલા, શરદી થાય તો સૂંઠ, હળદર, અજમા, તુલસી ખાતા,

હવે, એન્ટિબાયોટીક ટીકડીઓ ખાઇએ છીએ!!!

અમે પહેલા, મચ્છરોથી બચવા મચ્છરદાનીમાં સૂતા,

હવે, જાત જાત ના કેમિકલ્સને શ્ર્વાસમાં ભરીએ છીએ!!!

અમે પહેલા, ઉનાળાની રાતે અગાશીમાં સૂતા,

હવે, એ.સી. રૂમમાં પૂરાઇ ને રહીએ છીએ!!!

અમે પહેલા, રાત પડે ને વાળુ પતે એટલે

પરિવારનાં બધા સભ્યો સાથે બેસી સુખ દુ:ખની વાતો કરતા, હવે,

અમે ફટાફટ ડીનર પતાવી મોબાઈલ-ટી.વી. સામે ખોડાઇ જઇએ છીએ!!!

અમે પહેલા, મિત્રોને દિલની વાતો કરી ને હળવા થતા,

હવે, ફેસબૂક-વોટ્સઅપ પર ‘મૂડ’ નથીનું સ્ટેટસ મુકીએ છીએ!!!

અમે પહેલા, સગા-સંબંધીઓ બેસવા આવે તો રાજી રાજી થતા,

હવે, આ ક્યાંથી આવ્યા કહીને નકલી હાસ્ય ફરકાવીએ છીએ!!!

અમે પહેલા લાગણીના માણસ હતા,

હવે, મોબાઇલના , ઇન્ટરનેટના, ટીવીના માણસ છીએ!!!

સાચ્ચે જ, અમે સુધરી ગયા છીએ નહીં??

Similar Posts

  • હસો મારી સાથે

    બેટી બચાઓ, બેટી ભણાઓ, અને સરખુ  એક્ટિવા હાંકતા પણ શીખવાડો… માંડ માંડ બચ્યો.. બાકી આજે ઉડાડી જ દેત. *** અમુક લોકો નાળિયેર કાને રાખીને એટલી વાર ચેક કરે, કે નાળિયેર પણ અંદરથી બોલે ભાઈ લઇ લે હું જ છું! *** પતિ ઉતરેલી કઢી જેવું મોઢુ લઈ ને ઘેર આવ્યો. બૈરીએ પુછ્યું શું થયું? પતિ: આજ…

  • જાલેજરની બાનુ રોદાબે

    એ અરસામાં જાલ પણ મીનોચહેરશાહ આગળથી આવી પુગ્યો અને સામ પોતાના બેટા સાથે રોદાબેને જોવા નીકળ્યો. મેહરાબે અને સીનદોખ્તે તેઓને માન અકરામથી આવકાર દીધો. કેટલોક વાર પછી સામે સીનદોખ્તને કહ્યું કે ‘રોદાબેને હજુ કેટલોક વાર સુધી છુપાવી રાખશો?’ એમ કહી પોતાની ધારેલી વહુને જોવા માંગી. સીનદોખ્તે જવાબ આપ્યો કે ‘જો તમો આફતાબને જોવા માંગો છો…

  • હોરમઝદ યશ્ત

    યશ્ત સિરિઝ ભાગ-1 આજથી, હું તમને જોડાવા માટે આમંત્રણ આપું છું, કેમ કે હું ખોરદેહ અવેસ્તામાં વહેંચાયેલા અદભુત ઉપદેશોમાંથી પસાર થઈ રહી છું, જે વર્ષ 1902માં છાપવામાં આવ્યું હતું, હા, 100 વર્ષ પહેલાં! આ ઉપદેશો, વાર્તાઓ અને નોંધોના લેખિકા દીનબાઈ સોહરાબજી એન્જિનિયર હતા. આ પુસ્તક આપણી પ્રાર્થનાની વિવિધ શક્તિઓ પર અજવાળું ફેંકે છે અને આ…

  • Teach Me Elegance And Sweetness Of Manners, Ahura Mazda

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Man is mirrored in his manners and his worth is valued according to his manners. A well-bred man is a man of good and gentle manners. It is…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    01 September, 2018 – 07 September, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધ તમારી બુધ્ધિને વાણીયા જેવી બનાવી દેશે   ફાયદાની વાત પહેલા જાણવા મળી જશે. કામકાજને વધારવા માટે ગામ-પરગામ જવાનો પ્લાન બનાવી શકશો. બીજાને તમારા મનની વાત સમજાવી શકશો. ફસાયેલા નાણા ભાગદોડ કરી મેળવી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો….