તંદુરસ્ત રહેવા માટે એક આમળાની આકાશવાણી!!

મને ઈંગ્લીશમા ઘુસબેરી કહે છે, મેં કોઈ દિવસ ઘુસ લીધી નથી તોય ઘુસબેરી કેમ કહે છે આ ધોળિયાઓ?? ભારતના ઋષિ-મુનીઓએ મને આયુર્વેદમાં પહેલા સૌથી પાંચ મહત્ત્વના ઔષધમા સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર હેર ઓઈલ બનાવવા તરીકે થાય છે!!

આ માથાના વાળે બહુ તપ કરીને વરદાન માંગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે!! હે!  મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છું!

પહેલા તો મને જાણો:

  1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, રાઈટ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દઉં. મારામા સ્વાદના છે, છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠાં, ખારા, કડવા!!
  2. મારામાં 445 મીલી ગ્રામ-650 મીલી ગ્રામ/100ગ્રામ વિટામીન સી હોય છે !

જે ઓરેન્જમા હોય એના કરતા 20 ગણું વધારે છે

  1. ભારતમાથી હું દર વરસે 25000એમટી જેટ્લા બીજા દેશમાં જાવ છુ.
  2. હું શિયાળામાં જ તમને મળી શકું છું.
  3. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત કરૂં છું.
  4. આયુર્વેદ પ્રમાણે હું એક રસાયણ છું.

મારા ફાયદા જાણો:

  1. તમને પજવતા કોલેસ્ટ્રોલે વાસ્તવમા બે ભાઈઓ છે! એચડીએલ અને એલડીએલ, હિન્દી મુવીમાં જેમ હોય એક ભાઈ સારો અને એક ખરાબ અને એને ક્ધટ્રોલમા કરે તેમ એની મા, તો બસ હું એચડીએલ જે સારો છે અને બોડીમાં વધે તો સારું એટલે હું એને એન્કરેજ કરૂં છું વધવા માટે અને આ નઠારો એલડીએલ ને ડંડા મારી ને ઘટાડું છું અને મારું શસ્ત્ર પેકટીન દ્વારા કરું છુ.
  2. એન્ટીઓક્સિડન્ટ: એટલે કે શરીર ઝેરીલું બનતું હોય છે એને ચોખું હું કરી શકું, અને આથી હું કેન્સર જેવા રોગો સામે દીવાલ બની ને ઉભું રહી શકું.
  3. એન્ટી એજીંગ: સ્ત્રીઓ ખાસ વાચે! સ્કીન પર કરચલીઓ દુર કરી શકુ.
  4. ચ્યવન્પ્રાશ: વરસો પેલા ચ્યવન નામના ઋષિ 70 વર્ષના થયા ત્યારે એને એક રસાયણ શોધ્યું જે વૃધો ને પણ યુવાન બનાવી દે અને એને આપણે ચ્યવન્પ્રાશ કહીએ છીએ, ચ્યવન્પ્રાશમાં મારું પ્રમાણ 70-75% હોય છે.
  5. કબજિયાત: 90% લોકો આનાથી પીડાય છે અને અગણિત રોગો આના દ્વારા થાય છે મારો જ્યુસ રોજ સવારે પીઓ તો જેમ કિચનની સિન્કની પાઈપ લાઈનનો કચરો ચોટયો હોય અને દુર કરવા કેમિકલ નાખવું પડે એવી જ રીતે હું તમારા પેટમાં જઇને તેની દીવાલ પર ચોટેલો કચરો દુર કરી દઉં છું.
  6. ડાયાબીટીસ: ભારત દેશને આ રોગે ભરડો લીધો છે, તો આ ડાયાબીટીસ પણ હું ક્ધટ્રોલ કરી શકુ, હું ગલાયકોસીલેટેડ હિમોગ્લોબીનને બનતું અટકાવું છુ જેને કારણે તમારું ડાયાબીટીસ ક્ધટ્રોલમાં રહી શકે.
  7. મારો ઉપયોગ ચામડીથી લઇને માથાના વાળ, તમારૂં હાર્ટ, પેટ, લોહી વગેરે ને ઠીક કરવા માટે થાય છે, મારા ઉપયોગ અગણિત છે, એટલે કે હું ઓલ રાઉન્ડર છું.

બલ્ડ પે્રશર, ડાયાબીટીસ, વાજીકરણ, પેટ ના રોગો, સ્કીન અને વાળ ના રોગો, લોહી શુદ્ધીકરણ, શક્તિવર્ધક, ત્રણેય દોષ ઠીક અને બીજા અગણિત રોગોની સારવારમાં હું ખુબજ ઉપયોગી છું.

કરવા જેવું કામ એ હવે શિયાળો આવે ત્યારે રોજ ફ્રેશ આમળા લઇને ફ્રેશ ષીશભય 25એમએલ-50એમએલ પી જવો અને આખો શિયાળો પીઓ અને પછી જુઓ ફરક!!

જો ચમત્કારી ફરક ના જોવા મળે તો મારું નામ આમળામાંથી આખલો અને ઘુસબેરીમાંથી ફાલતુબેરી કરી નાખજો.

ચાલો આવજો!!! હવે મારા વિશે વધુ જાણવા તમારા ગુગલ દેવતા ને પૂછો. જેમના સ્વાસ્થ્ય માટે ફીકર રાખતા હો તે તમામ લોકો માટે આમળાં જરૂર લેજો.

Similar Posts

  • Review: Gurgaon

    The first few minutes of the film gives you a sneak peak of North Indian culture, real estate wheeler-dealers, gender-bias, sibling rivalry, and more. First-time director Shanker Raman (cinematographer of ‘Peepli Live’, ‘Rocky Handsome’), clearly influenced by the neo-noir films of Anurag Kashyap, has helmed the quizzically titled Gurgaon – showcasing its fanciful malls, buzzing…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    17 June – 23 June 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી પહેલા તમારા અગત્યના કામો પુરા કરી લેજો. કોઈપણ વ્યક્તિને કોઈ પણ જાતના પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. કોઈને પ્રોમીશ આપવું પડે તો 24મી જુલાઈ સુધીનો સમય માંગી લેજો. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 19,…

  • Teshtar Tir Yazad (The Yasht Series)

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • Mani Mulla Wins ‘Dignity Dance Icon 2018’

    78-year-old, Mani Mulla recently bagged the ‘Dignity Dance Icon 2018’ title at the ‘Dignity Icon’ competition held at Ravindra Natya Mandir, Mumbai on 14th August, 2018. Orchestrated to celebrate the singing and dancing talent among the senior citizens of Mumbai, the competition witnessed over three hundred and fifty participants, with only twenty-four contestants reaching the…

  • કોવિડ-19 દરમ્યાન ઝેડટીએફઆઈ રાહત પૂરી પાડે છે

    મુંબઈ શહેરમાં હાલનું લોકડાઉન, જે ઝડપથી ફેલાતા કોરોનાવાયરસ રોગચાળા માટે લાવવામાં આવ્યું છે, આપણા સમુદાયના વંચિત લોકો માટે ઝેડટીએફઆઈ (ભારતના ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ) દ્વારા પૂરૂં પાડવામાં આવતું માસિક રાશન અને આર્થિક સહાય કરવાનું અશક્ય બન્યું છે. હમદીનોની તકલીફોને સરળ બનાવવા માટે સમર્પિત સમુદાયની અગ્રણી બિન-લાભકારી સંસ્થાઓમાંની એક તરીકે, ઝેડટીએફઆઈ હવે એક દાયકાથી સમુદાયના સભ્યોને તેમની…