શિરીન

‘ચાલ સ્વીટ હાર્ટ, હવે તારે માટે મે એક ગુડ ન્યુસ રાખીછ.’

‘શું એ ફીલ?’

પોતાનો નિર્દોષ ચહેરો તે ધણી સામે ઉચકતાં તેણીએ ઉલટથી પૂછી લીધું.

‘તારા ભાઈને નેવીમાં નોકરી કરવા ગમતી હતી તે મેં બધો બંદોબસ્ત કરાવી આપી ત્યાં રખાવ્યો છે.’

‘થેંકસ, થેંકસ ફિલ’

તે જવાનને વધુ જ વહાલથી વળગી પડતાં તેણીએ ખરા જીગરથી બોલી દીધું. ‘આજનો આપણો શું પ્રોગ્રામ છે, શિરીન?’

‘આપણે ડેન્સમાં જનાર હતાં, પણ ફિલ આજે મારા જીવને ગમતું નહીં હોવાથી તમો એખલાજ સીધાવજો.’

‘વોટ નોનસન્સ, શિરીન, તુંને મૂકીને હું કદીબી એકલો જઈ શકું, ડાર્લીંગ?’

ને તે સુખના મહીના પણ ગબડવા લાગા ને અંતે ટાઈમ થતાં ‘ડરબી કાસલ’ પોતાના ભવિષ્યના વારસને આવકાર આપવા ફરી પૂર મગરૂરી સાથ ખડો થઈ ગયો. ફિરોઝ ફ્રેઝરેે બધી ગોઠવણ મોટા ડોકટર તથા એક સીસ્ટર રોકી પોતાના કાસલમાંજ રાખી હતી.

તે નવા પહરોણાનાં પધારવાની એક સાંજ આગમજ શિરીનને જરા અનમન્યુજ લાગી આવવાથી તેણી રાતના ડીનર ટેબલ પર હાજરી આપી શકી નહીં, કે ફિરોઝ ફ્રેઝરે તેણી પાસ જઈ વહાલથી પૂછી લીધું.

‘કેમ શિરીન, આજે જમવા નહી આવતી?

‘નહીંજી.’

કઈ ખાસે નહીં તો કેમ ચાલશે? જરા સુપ તો પી ડાર્લીગ કે તુંને શક્તિ રહે.’

ને તે ધણીએ રીંગ મારી તે સુપ ઉપર મંગાવી પોતાનાં હાથોએ કાળજી કરી તેણીને પીવાડવા માંડયો કે શરૂઆતની પેન શિરીન ફ્રેઝર અનુભવ શકી.

પછી તે કાસલમાં દોડધામ શરૂ થઈ ગઈ. ડોકટર તથા સીસ્ટરને બોલાવી મંગાવવામાં આવ્યા ને ઝરી જુહાકે પોતાનાં હાથોએ કહાવો બનાવી શિરીનને પાઈ દીધો.

તે તૈયાર રાખેલા કાસલનાં એક ભવ્ય રૂમમાં શિરીન ફ્રેઝર ધ્રુજતી ને કોઈકવાર પેનથી કલ ખાતી, પોતાના મીઠા બકલ્યાને જન્મ આપવા તૈયાર થઈ ગઈ.

જેમ રાત વધતી ચાલી તેમ તેમ તે બાળાની પેન પણ જાસ્તીજ થઈ ને ત્યારે ફિરોઝ ફ્રેઝરે તે લાંબી કોરીડોરમાં ધીરજ ખોઈ દઈ ફેરા આંટી મારતો જણાઈ આવ્યો.

તેને એમ ફરતાં જોઈ ઝરી જુહાકે ખખડાવી નાખતા કહી સંભળાવ્યું ‘શું છે છોકરા, પુરાયેલા વાઘની કાની ફેરા આટી શાનો મારી રહ્યો છે?’

‘ઓ મમ્મા, કયારે બધો નીકાલ આવી જશે?’

‘વરી એમ તે કંઈ નીકાલ આવી જતો હશે? એ તો એનો ટાઈમ થશે નેજ આવશે.’ ને તેટલાંજ તે રૂમમાંથી એક ધીમી ચીસ આવતાં સાંભળી કે ફિરોઝ ફ્રેઝરે ફરી પાછી પોતાની ધીરજ ખોડી દેતાં બોલી દીધું.

‘પ્લીઝ મંમા, હું કોઈ બીજા ડોકટરને બોલાવી મંગાવું?’

‘પણ ડોકટરો આવીને શું ધોરવાના છે છોકરા? કંઈ પોરિયા એમજ જણાતા હશે? કેટલા દુ:ખો વેઠી માયો જન્મ આપે ને પછી એજ પોરીયા મોટા થઈ નગુના નીવડે ત્યારે કેવી માયોની આંતરડી કકળતી હશે.’

(વધુ આવતા અંકે)

Similar Posts

  • From the Editors Desk

    Doing Your Best Today Keeps You Prepared For Tomorrow Dear Readers, “The Third Wave of Covid-19 is not coming, it is here,” said Mumbai’s mayor – Kishori Pednekar, a few days ago, in keeping with a sudden spike in Covid cases. CM Uddhav Thackeray has also appealed to political parties and the public to put…

  • એરવદ વરઝાવંદ દાદાચાનજીએ મરતાબની ક્રિયા પૂર્ણ કરી

    બા2 વર્ષની ઉંમરના એરવદ વરઝાવંદ હોરમઝ દાદાચાનજીએ તા. 6ઠ્ઠી નવેમ્બર 2019ને દિને હ્યુજીસ રોડની વાચ્છા ગાંધી અગિયારીમાં મરતાબની ક્રિયા પૂર્ણ કરી. મરહુમ એરવદ રૂસ્તમજી કાવસજી દાદાચાનજી (ગ્રેટ ગ્રાન્ડ ફાધર)ના આશિર્વાદ અને પંથકી એરવદ અસ્પંદીયાર આર. દાદાચાનજી અને એરવદ દારાયસ પી. બજાંના નેતૃત્વ હેઠળ ક્રીયા પાર પાડવામાં આવી હતી. એરવદ વરઝાવંદે દાદર અથોરનાન ઈન્સ્ટિટયુટના પ્રિન્સીપાલ એરવદ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 September, 2018 – 14 September, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા હિસાબી કામ તથા લેતી-દેતીના કામ ધ્યાન આપી પૂરા કરજો. ખરાબ સમય આવશે તેની ખબર હોવાથી તમે કરકસર કરીને ધનને બચાવી લેશો અને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રોનું મન જીતી લેવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th June – 03rd July, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં મંગળની દિનદશા ચાલુ થયેલી  હોવાથી તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. વાહન સંભાળીને ચલાવજો. ઘરવાળા સમજ્યા વગર તમને પરેશાન કરશે મતભેદ થવાના ચાન્સ છે. ખોટા ખર્ચ વધી જવાથી મન અશાંત રહેશે. મંગળને શાંત…

  • Ironman Kurush

    Kudos to Kurush Wadia from Panthaky Baug for completing the extreme endurance sport – ‘Ironman 70.3 Goa’, in 6 hours and 7 minutes (Swimming – 42 mts; Cycling – 2 hour 51 mts; and Running 2 hours 20 mts, with some time in transition between sports). He stood 10th in his age group (40-44 years)…

  • Caption This – 4th March

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 8th March 2023. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…