માલ્કમ બજાં મરતાબ બન્યા

નોઈડાની લોટસ વેલી ઈન્ટરનેશનલ સ્કુલના 8માં ધોરણમાં ભણતા બાર વરસના એરવદ માલ્કમ બજાં તા. 4થી જાન્યુઆરી 2018ના દિને રૂસ્તમ ફરામના અગિયારીમાં નાવર મરતાબ બન્યા હતા.

દિલ્હીના સૌથી નાની વયના નાવર મરતાબ એરવદ માલ્કમે એરવદ કૈઝાદ કરકરિયા, એરવદ અસ્પી કટીલા અને એરવદ જેહાન દરબારીના માર્ગદર્શન હેઠળ દસ દિવસની મરતાબની ક્રિયા પૂરી કરી હતી. દિલ્હી તથા સમગ્ર ભારતના પારસી સમુદાયના લોકો  ગૌરવ અનુભવી એરવદ માલ્કમ, તેમના માતાપિતા માહતાબ અને પરવેઝ બજાં તથા તેમના કુટુંબને આ પવિત્ર પ્રસંગે અભિનંદન આપે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *