રૂસ્તમની બાનુ તેહમીના

સોહરાબે માતા પાસે એક મજબૂત તેજ ઘોડો માંગ્યો. તેણીએ તેની આગળ ઘણા ઘોડાઓ રજૂ કીધા. તેમાં, રૂસ્તમ સમનગાન શહેરમાં આવ્યો હતો તે વખતનો તેના રખશની બુનનો જે એક ઘોડો હતો તે તેને પસંદ આવ્યો. અફ્રાસીઆબને ખબર પડી કે સમનગાનના પાદશાહની બેટીને પેટે રૂસ્તમ એક બેટો અવતર્યો છે જે બાપના કરતાં જોરાવર છે અને તેના હોઠ ઉપરથી હજુ દુધનો વાસ આવે છે, તેટલા તે ઈરાન ભણી જવા માગે છે.

તેથી તેણે હોમાન અને બારમાન નામના પોતાના બે નામીચા સરદારોને પોતાની આગળ બોલાવ્યા અને કહ્યું કે ‘તમો સોહરાબ આગલ જાઓ અને તેને તુરાની લશ્કરીની મદદ આપવા કહી તેની સાથે ઈરાન ભણી જાઓ.

હવે પેલી બાજુ તમો એવું કરજો કે એ બેટો પોતાના બાપને કોઈ રીતે મળે નહી અને ઓળખે નહીં, અને બેઉ બાપ દીકરાઓ એકમેક સાથે લડે. બેમાંથી કોઈપણ એક માર્યો જશે તેમાં મને લાભ છે. જો બેઉ સાથે મળશે તો મારા તુરાનના મુલકને જીરોજબર કરશે.’ તે બેઉ પહેલવાનો  અફ્રાસીઆબનું નામું લઈ સોહરાબ આગળ ગયાં. સોહરાબે તે વાંચ્યું અને અફ્રાસીઆબની મદદ કબૂલ રાખીને તેના બેઉ સરદારોને પોતાની સાથે રાખ્યા.

જ્યારે સોહરાબ એમ તૈયાર થઈ ઈરાન જવા નીકળ્યો ત્યારે તેહમીનાએ પોતાની આગળ પોતાના ભાઈ જીન્દે રજમને બોલાવ્યો, કે જેણે ઘણીક લડાઈઓ જોઈ હતી. તેણીએ તે ભાઈને કહ્યું કે ‘ઓ રોશન રવાનના પહેલવાન! આ નવજવાન પહેલવાન સાથે હું તુંને મોકલું છું, કે જ્યારે આ નામવર (બેટો) ઈરાન તરફ જઈ પહોંચે, અને દલેર પહેલવાનો પાદશાહ આગળ જઈ પહોંચે, ત્યારે તું આ નામાંકીત બેટાને તેના બાપને દેખાડજે (એટલે ઓળખાવજે)’ એમ ફરમાવી, તેહમીનાએ જવાન સોહરાબની સાથે પોતાના ભાઈને મોકલ્યો. હવે સોહરાબ કુચ કરતો કરતો ઈરાન ગયો. તેણે ઈરાનની સરહદ ઉપર જંગ મચાવી હતી તેથી સઘળા ઈરાનીઓ તેનાથી ધાસ્તી ખાઈ ગયા હતા. તેથી કૌસ પાદશાહે સોહરાબ સાથે લડવા લાયક રૂસ્તમ સીવાય બીજા કોઈ પહેલવાનને જોયો નહીં. તેણે રૂસ્તમને જાબુલસ્તાનથી તેડાવ્યો અને તેની સાથે લશ્કર લઈ તે સોહરાબની સરદારી હેઠળના તુરાની લશ્કર સામે ગયો. એક રાત્રે જ્યારે બેઉ લશ્કરોએ સામા સામી છાવણી નાખી હતી ત્યારે રૂસ્તમ સોહરાબની છાવણી તરફ ગયો એવા વિચારથી કે ‘જોઉં કે સોહરાબ, જેની બધાઓ તારીફ કરે છે તે કેવા દેખાવનો દલેર મરદ છે!’ એવા વિચારથી તે છુપો છુપો સોહરાબના તંબુ આગળ ગયો.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • WZO Trust Funds – Exemplifying Community Service

    Established in 1991, the World Zoroastrian Organization Trust (WZOT), along with its sister concerns – WZO Trust for Women and Children (1993) and WZO Trust Funds (1995) – has been providing exemplary services to support, uplift and empower the underprivileged sections of our Zoroastrian community, as well as taking up causes crucial to the survival…

  • પતંગનો પર્વ એટલે ઉત્તરાયણ

    મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાંસ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે 14 જાન્યુઆરીની…

  • શિયાળામાં ગોળ ખાવાના ફાયદા

    ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. શિયાળામાં ગોળની માંગ વધી જાય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. આજે અમે તમને શરદીમાં ગોળ ખાવાથી આરોગ્યને થનારા ફાયદા વિશે જણાવી રહ્યા…

  • ખોરશેદ યશ્ત – 1

    ‘હું ચાહુ છું કે જ્યારે તમે એકલા અથવા અંધારામાં હો ત્યારે હું તમને બતાવી શકું, તમારા પોતાના અસ્તિત્વનો આશ્ચર્યજનક પ્રકાશ.’ – હાફિઝ આપણે બધા આપણા પાક દાદર અહુરા મઝદાએ આપણને આપેલી તેજસ્વીતા સાથે જન્મેલા છીએ. શુદ્ધ જીવનશૈલી, આશા અને આનંદ દ્વારા, સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો દ્વારા આ તેજસ્વીતામાં વધારો થાય છે. જીવવાની…

  • Silent Protest Against Elevation Of Metro Line 2B

    The Metro 2B Line, which is planned from Bandra to D. N Nagar and is proposed to be elevated, has come under protest from concerned citizens, who say that the Metro 2B should go underground, in the best interest of Mumbai city. An Underground Metro is expandable, inter-connectable, requires no acquisition of real estate, no…