મન ભરીને જીવો, મનમાં ભરીને નહી

એક 6 વર્ષનો ભાઈ અને એની 8વર્ષની બહેન… બંને ભાઇ બહેન બજારમાં ફરવા નીકળ્યા છે…નાનો ભાઈ છટાથી આગળ ચાલે છે અને બહેન પાછળ છે. થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં.

રમકડાની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે. ભાઈ નજીક આવી ને પૂછે છે, ‘કેમ, તારે કાંઇ લેવુ છે?’

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું… ભાઈએ બહેનની આંગળી પકડી અને એક વડીલની અદાથી બહેનને એ ઢીંગલી હાથ મા આપી.. બહેન ખુબ જ ખુશ થઇ.

કાઉન્ટર પર બેઠેલો વેપારી આ ભાઈ બહેનને બહારથી જોતા હતા અને ભાઈના માસુમ વડપણને નીરખીને મનમાં મુસ્કુરાતા હતા.

કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો, ‘આ ઢીંગલી નુ શું છે?’

જીવતરને ઘોળીને પી ગયેલા એ વેપારીએ કહ્યું, ‘તમારી પાસે શું છે?’

બાળકે ચડ્ડીના ખીસ્સામાંથી સમુદ્રના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા.. પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી અને જેમ રૂપિયા ગણે એમ છીપલા ગણ્યા.

બાળકે કહ્યું, ‘કેમ ઓછા છે?’

વેપારી કહે, ‘ના આમાંથી તો વધશે’

વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં.. પણ એના ગયા પછી વેપારીને એના માણસે પૂછ્યું, ‘આવી કિંમતી ઢીંગલી તમે છીપલાના બદલામાં આપી દીધી?’

વેપારી એ કહ્યું, ‘ભાઈ, આપણે મન આ છીપલા છે…એને મન તો એની સંપતિ છે… અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે નેે કે છીપના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા… ત્યારે એ મને યાદ કરશે… અને એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે.’

કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે,

જિંદગી તોયે મધૂરી હોય છે,

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,

જીભ પણ ક્યારેક તૂરી હોય છે,

લીમડાના પાન મેં પણ ચાખ્યા છે, માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે,

જિંદગી રોજ મને શીખવે કે, જીવતા શીખ, એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..

‘મન ભરીને જીવો, મનમાં ભરીને નહી.’

Similar Posts

  • Time To Advance Peace, Piety And Purity

    As we observe the final month of the Zoroastrian calendar and look forward to welcoming the fravashi of our dear departed later this month, let’s reflect on the importance of Aspandarmad or Spendarmad – the twelfth month of the Zoroastrian calendar, dedicated to the Guardian Angel of planet Earth. So, how best can we propitiate or pay homage…

  • Caption This – March 03, 2018

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mailparsitimes@gmail.com by 7th March, 2018. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption Wife Frog: “Did you do that work I ‘TOAD’ (told) you to do?” Hubby Frog: “Oh Yar! I FROGot (forgot) again!”…

  • |

    શિયાળામાં ગોળ ખાવાના ફાયદા

    ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. શિયાળામાં ગોળની માંગ વધી જાય છે કારણ કે લોકો લાડુ અને ચીકીનો ઉપયોગ વધુ કરે છે. 1) ગોળ મેગ્નેશિયમનુ સારુ સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશીયો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    14th December – 20th December, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં સફળતા મળશે. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. ધર્મના કામો કરવાથી આનંદમાં રહેશો. મુશ્કેલીમાંથી બહાર આવવામાં સફળ રહેશો. ચાલુ કામમાંથી ધન મેળવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 14, 17, 18, 19…

  • Zochild Day Turns 16!

    The Sixteenth Annual Zoroastrian Children’s (Zochild) Day was held on 25th November, 2018 at the St. Mary’s High School Auditorium at Mazgaon. The event commenced with Founder and Chairman, Vispi Kapadia unfurling the Zochild and the National flags, followed by a tribute to Late Fareena Kapadia (the inspiration behind the humongous event); Nagis Kanga, Marazban…