શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

હિન્દીવાને આ વાત તુરત જ કબૂલ કરી. તેણે શાહજાદાને દેખાડયું કે ઘોડા ઉપર બેસી અમુક કલ દાબ્યાથી ઉડાય છે. હજી તો પેલા કરામતી ઘોડાનો માલેક બીજી કલો બતાવે અને ઘોડાને કેમ દોરવવો તેની સર્વે હકીકત સમજાવે તે પહેલાંજ, શાહજાદો એટલો તો અધીરો થઈ ગયો કે તે ઘોડા ઉપર ઠેકડો મારી ચઢી બેઠો. તેણે પાવડામાં પગ મૂકયા. અને ઉડવાની તાબડતોબ કલ દાબી! કલ દાબતાંજ, બસ તુરત ઘોડો ઉડયો!

સૌએ ઘોડા તરફ જોઈ કહ્યું, ‘એ જાય, એ જાય, શાબાસ!’ પણ ઘોડાનો માલેક તો ડઘાઈ ઉડતા ઘોડા તરફ જોઈ રહ્યો. તે ધાસ્તીનો માર્યો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો.

પાદશાહે ઘોડાને ઉડતો જોયો. જાણે ધનુષ્યમાંથી તીર છૂટયું હોય તેવી ઝડપે ઘોડો ઉડયો. થોડીવારમાં તો ઘોડો અને તેનો સવાર બન્ને એટલા તો ઉંચા ગયા કે તેઓ આંખે દેખાતા પણ બંધ થઈ ગયા.

કરામતી ઘોડાનો માલેક ધ્રુજતો પાદશાહને પગે પડી બોલ્યો, ‘ઝહાંપનાહ! મારો વાંક નથી. રાજકુંવર મારૂં પૂરૂં સાંભળે અને નીચે ઉતરવાની કલ હું તેમને બતાવું તે પહેલાં તો તે ઉડવાની કલ દાબી ઉડી ગયા. હવે કોણ જાણે શું થશે? તેઓ બસ ઉંચે ને ઉંચે ઉડયાજ કરશે. તેનું શું થશે, તે કહી શકાય નહીં. ઓ નામવર! ગરીબ પરવર પાદશાહ! એમાં મારો જરા પણ દોષ નથી. કુંવરની અધિરાઈનોજ એ દોષ છે.’

પાદશાહ તો સાંભળી ઘણા ગભરાયા અને બહુ ગુસ્સે થઈ ગયા. તેઓએ પેલા કરામતી ઘોડાના માલેકને ઠપકો આપી કહ્યું, ‘તારે તો કુંવરને રોકવા હતા. બરાબર સમજ્યા પહેલા ઉડવા દેવાજ નહોતા.’

હિન્દીવાન ગળાગળા સાદે બોલ્યો, ‘રાજાજી! હું શું કરૂં? આપ નામદારે જોયું હશે, કે કેટલી ઉતાવળથી રાજકુંવર ઘોડે ચઢી બેઠા. બેસતાંજ કલ પણ એટલા જોરમાં તેમણે દાબી કે મારો અવાજ તેમને પુરો પહોંચ્યો નહીં. હું તો શાહજાદાની ઉતાવળ જોઈ આભોજ બની ગયો હતો. હું કંઈ કહું તે પહેલા તો તે બહુ દૂર નીકળી ગયા હતા. પણ બાદશાહે જનાબ! જો શાહજાદા સાહેબ ઘોડા ઉપર બેઠા બેઠા જરા તપાસ કરશે તોે નીચે ઉતરવાની કલ જરૂર હાથ આવશે. તે દાબતાંજ તે ઘોડો નીચે ઉતરશે, અને પછી લગામનો ઈશારો કરવાથી જે તરફ ઉતરવું હશે ત્યા સલામત તે ઉતરી શકશે.’

રાજાજી બહુ ચિંતાતુર થઈ ગયેલા દેખાયા. તેમણે સખ્ત અવાજે પેલા હિન્દીવાનને કહ્યું કે ‘જો ત્રણ મહિના સુધીમાં રાજકુંવર પાછો ફરશે નહીં, અથવા તે કોઈ જગાએ સલામત છે એવી ખબર આવશે નહીં તો તને ગરદન મારવામાં આવશે. તું આજથી અમારો કેદી છે.’ આ શબ્દો પૂરા થતાંજ, બાદશાહના સીપાઈઓએ હિન્દીવાનને પહરેજ કર્યો અને તેને કેદમાં નાખવા લઈ ગયા. (વધુ આવતા અંકે)

Similar Posts

  • |

    Showers of Health and Happiness for You !!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is also a prominent Facilitator, Educator and Administrator, Physiotherapist (Sports & Manual Therapy), Corporate Trainer and Psychologist. He is dedicated to guiding clients to succeed while inspiring an insatiable passion for learning and helping all to…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    23 October – 29 October 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલાં 4 દિવસ જ શનિની દીનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઉતરતી શનિની દીનદશા તમારી તબીયતને બગાડી જશે. 26મી સુધી નાની બાબતમાં બેદરકાર રહેતા નહીં. 27મીથી ગુરુની દિનદશા તમારા રોકાયેલા કામને ફરી ચાલુ કરવા માટેનો રસ્તો બતાવશે. નાણાકીય છુટછાટ સારી થતી જશે….

  • |

    Your Moonsign Janam Rashi This Year 15th August 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. જનરલ: આ વરસની શરૂઆત મધ્યમ રહેશે. નાની મુસાફરી કરી શકશો. સપ્ટેમ્બરથી 25મી નવેમ્બરની વચ્ચે ધનલાભ મેળવી શકશો. મગજ પરનો બોજો ઓછો કરવામાં આ વરસે સફળ નહીં થાવ. નવેમ્બર પછી નવા કામ મેળવી શકશો. વિદેશમાં જવાના ચાન્સ છે. શેરમાં ઈનવેસ્ટમેન્ટ જરૂર કરજો. સટ્ટો…

  • એક ગાલીચાના સાઠ હજાર રૂપિયા તેણે આપ્યા!!

    આ સાંભળી સૌ ખડખડ હસી પડયા! શાહજાદો ઘણો વિસ્મય પામ્યો પણ પોતે કંઈ નવાઈ જેવી ચીજની ખરીદી કરવા આતુર, અને પાસે ખૂબ પૈસો, એટલે તે લાખ રૂપિયા પણ આપી શકે એમ હોવાથી, તેણે પેલા ગાલીચા વેચનારને કહ્યું કે ‘જો તું કહે છે તે ખરૂં છે એવી મારી ખાતરી કરી દે તો, હું તું માગે તેટલું…

  • Caption This – 6th May

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 6th May 2023. . [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and…