હસો મારી સાથે

સંસ્કૃતના ક્લાસમાં પપ્પુની શ્ર્લોકની પરીક્ષા હતી.

સંસ્કૃતના ક્લાસના ગુરુજીએ પૂછયું: પપ્પૂ આ શ્ર્લોકનો અર્થ સમજાવ…

‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’.

પપ્પુ: રાધિકા કદાચ રસ્તામાં ફળ વેચવાનું કામ કરી રહી છે!!

ગુરુજી: મૂર્ખા…. તેનો અર્થ આ નથી, ચલ છોડ આનો અર્થ કે…

‘બહુનિ મે વ્યતીતાની, જન્માનિ તવ ચાર્જુન’

પપ્પુુ: વહુને ધણા બાળકો છે અને બધા 4 જૂને જન્મ પામ્યા છે…

ગુરુજી: ગધેડા! સંસ્કૃત ભણાવું છું ત્યારે તારું ધ્યાન ક્યાં હોય છે?? હવે આનો મતલબ કહે…‘દક્ષિણે લક્ષ્મણોયસ્ય વામે તૂ જનકાત્મજા’

પપ્પુ: દક્ષિણમાં ઉભેલા લક્ષ્મણે જનકને કહ્યું તું તો ખુબ મઝામાં છે!!!

ગુરુજી: સાચું કહે તને એક પણ શ્ર્લોકનો અર્થ નથી ખબર ને??

પપ્પુ: ખબર છે ને!!!

ગુરુજી: છેલ્લી વાર પૂછું છું. હવે આ અર્થનો સાચો જવાબ આપજે…

‘હે પાર્થ ત્વયા ચાપી મમ ચાપી…….! ’ બોલ આનો અર્થ બોલ.

પપ્પુ: મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અજુનને કહી રહ્યા છે……..

ગુરુજી ઉત્સાહિત થઇ એકદમ બરાબર બોલ્યો બહુ સરસ, બહુ સરસ આગળ બોલ.

પપ્પુ: ભગવાન બોલ્યા….અર્જૂન તું પણ ચા પી લે. મેં પણ ચા પી લીધી છે, પછી યુદ્ધ કરશું!!!

***

પત્નિ: આમ  બંદુક લઇને દરવાજે કેમ  ઉભા  છો?

પતિ: સિંહનો શિકાર કરવા જવુ છે.

પત્નિ: તો જતા કેમ નથી.

પતિ: પણ બહાર કૂતરૂ બેઠુ છે તેનું શું?

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 February, 2019 – 15 February, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા શુભ ગ્રની દિનદશા 13મી એપ્રિલ સુધી ચાલશે. તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. થોડી મહેનત કરવાથી ફાયદો થશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. તમે ધારશો તેના કરતા વધારે કમાશો. ગામ-પરગામ જઈ શકશો. મિત્ર મંડળમાં તમારૂં માન વધી જશે. જ્યાં જશો…

  • |

    જમશેદી નવરોઝ મુબારક

    વ્હાલાં વાચકો, 20મી અને 21મી માર્ચે શુભ જમશેદી નવરોઝને આવકારવા માટે આપણે તૈયાર છીએ, આપણે 2021 તરફ પાછું વળીને જોઈએ છીએ… ત્યારે કોરોના વાયરસે માનવતામાંથી જીવલેણ હુમલો કરવાનું પૂર્ણ કર્યું નહોતુંં આપણે કંઈ કરી શકતા નહોતા, રોગચાળો હજી સમાપ્ત નથી થયો પરંતુ તે સારી રીતે બહારી નીકળી રહ્યો છે એ જોઈ ખરેખર આપણે રાહતનો શ્ર્વાસ…

  • Get Ready To Swing With WINGS’19!!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]In just a couple of weeks, the community’s number one and most sought-after, ‘All-Parsi Sports, Cultural and Talent Festival’, will kick off its fourth edition, with ‘WINGS’19’, on the 9th of November, 2019! In association with the Sir Ness Wadia Memorial Pavilion, and Parsi Times as Media Partner, WINGS’19 will be held over…

  • Letters To The Editor

    Excellent Parsi New Year Issue Kudos to the team of Parsi Times for delivering another superb Bumper New Year Issue yet again. Your advertisements were absolutely right – your special issues are indeed collector items. Me and my whole family were very excited and delighted to read all the articles which truly celebrated our wonderful…

  • From the Editors Desk

    Dear Readers, December is always an interesting time of the year – it’s a mix between the buzz and excitement of all the festivities, navjotes, lagans… and yet, it’s also a time of personal reckoning, as we look back at the year gone by. Some of us sheepishly chuckle (or sulk) at those untouched or…

  • હસો મારી સાથે

    એક કાકા 106 વરસ પછી સ્વર્ગમાં ગયા જાતાવેત જ એક અતિ સુંદર અપ્સરા વેલકમ કરવા હાથમાં શુધ્ધ કેસર મંદીરાનો ગ્લાસ હાથમાં આપી કાકાને આલિંગન આપ્યું પછી કાકાનો હાથ પકડી આખુ સ્વર્ગ બતાવ્યું…. કાકા તો બધી રોનક જોઈ આભા જ થઈ ગયા પછી હૈયાવરાળ કાઢતા કહે ખોટા રામદેવ બાબાના રવાડે ચડી 20 વરહ મોડું કર્યુ.