નીરંગદીનનો ઈજેલો નીરંગ

હવે આ બરજીસી (ભ્રેસ્પતી)ના ગૃહના શ્રેષ્ઠ આદર ફ્રોબાની અશોઈના બ્લુ સ્તોતથી ભરપુર ખાસ્તર (વીજળીક શક્તિ)ને લાંબો વખત એમની એમ આબેઝરમાં

(ગઓ-મએચમાં)મર્જ થયેલી યાને સચવાયેલી અને જળવાયેલી રાખવાને વાસ્તે તથા બરશ્નુમ તથા નાહાન જેવી ક્રિયાઓ વખતે પીવાના ઉપયોગમાં લેવાને વાસ્તે વરસ્યાજીના આબેઝર ઉપર નીરંગ-દીનના નામે ખાસ ક્રિયા જે ઘણી મોતેબર ક્રિયા છે તે કરવામાં આવે છે, અને પછી તે ‘આબેઝર’ નીરંગ દીનનાં વધુ ચડતા મરતબાના નામથી ઓળખાય છે અને તેને નીરંગ-ઈ-દીન યાને દીનની મજબૂત શક્તિ યાને અર્ક આખી

જરથોસ્તી દએનની તરીકત તથા ક્રિયાઓ માટેના પાયારૂપી અર્ક અને શક્તિ તરીકે આ નિરંગને એક મજબૂત આલાત (દીની સાધન) તરીકે ઓળખવામાં આવે છે.

આ નીરંગદીન માટેનો તમામ આબેઝર ફકત વરસ્યાજીઓનોજ ચોકકસ તરકીબથીજ ઝીલેલો હોવો જોઈએ કે જેમ હાલમાં ન થતાં રસ્તે ચાલતા અને તેબી વળી ખસી કીધેલા ગોધા અને બળદોનો આબેઝર-ગોમૂત્ર વરસ્યાજીના આબેઝરમાં ભેળ કરવામાં આવે છે કે જેની અસર જેવી જોઈએ તેવી મળતી નથી.

ખસી કીધેલા ગોધાઓનો આબેઝર સાધારણ તરીકતો પાળવામાં વાપરવાનુ

ના રવા ગણેલું છે તો તે નીરંગદીનની મહાન ક્રિયામાં વપરાયજ કેમ? અને આ પ્રમાણેનો નીરંગદીનનો નીરંગ કોઈ વખત બગડી જવાનો સંભવ રહે છે. આ નીરંગદીનનો ઈજેલો નીરંગ મોબેદોને બરશ્નુમ આપવામાં તેમજ નવજોત, લગન અને નહાન લેતી વખતની ક્રિયાઓ વગેરેમાં ફકત પીવાનાજ કામમાં આવે છે.

આ નીરંગદીનનો નીરંગ શરીરે ચોપડવામાં કદીબી વાપરવો નહીં કારણ કે તેમ કીધાથી એ પવિત્ર ઈજેલી ચીજનો ગેરઉપયોગ કીધેલો જરથોસ્તી દએન મુજબ ગણાય છે જેથી ફાયદાને બદલે સામો ગુનાહ લાગે છે. આ

નીરંગદીનનો ઈજેલો નીરંગ ઘણો લાંબો વખત વરસો સુધી તેની મોતેબર ક્રીયાની અસરને લીધે વાસ માર્યા વગર રહે છે અને તેમાં જંતુઓ પડતા નથી, એજ અવસ્તા માંથ્રની મોતેબરી પુરવાર કરવા પુરતી

શાહદત છે.

Similar Posts

  • Caption This – 12th March

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 23rd March 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • આદિલ સુમારીવાલા સાથે વાર્તાલાપ

    ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને ટ્રેક અને ફિલ્ડ સ્પોર્ટ માટેના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય / જ્યુરી સભ્ય પીટી: પ્રથમ, અમને જણાવો કે તમે રોગચાળો દ્વારા સમયનો સદઉપયોગ કઈ રીતે કર્યો જ્યારે મોટાભાગની પ્રવૃત્તિઓ અટકી ગઈ હતીે? આદિલ: અમે રોગચાળા દરમિયાન 49 દેશોમાં 2,50,000 થી વધુ લોકો સુધી પહોંચ્યા છે. શરૂઆતમાં, અમારા અભ્યાસક્રમોનો હેતુ…

  • Get Ready For WINGS’17

    Wings’17, the All-Parsi Sports and Cultural Festival, organized in association with the Sir Ness Wadia Memorial Pavilion, will kick off on 26th October, 2017, with over three hundred teams and individual registrations. Wings’17 promises to be a buzzing festival with a jam packed schedule including indoor and outdoor sports and virtual gaming. Its finale event…

  • Getting Started With The Right Equipment

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you our monthly column promoting Western Classical Music by one of its leading connoisseurs – the eminent Khushroo Suntook, Chairman of the National Centre for the Performing Arts (NCPA), to re-acquaint you to the joys of this unparalleled form of music. [/otw_shortcode_info_box] In my last article I wrote about the pleasures of camaraderie and…