પારસી ટાઈમ્સને તેના બેસતા વર્ષની શુભેચ્છા
‘પારસી ટાઈમ્સ’ કાજે નવું વર્ષ આશામયી હો! ઉલ્લાસમયી હો!
સ્વપ્નો સાકાર બને, લક્ષ્ય ભણી હરદમ કૂચ આગે ધપતી રહો,
રાહ મંઝિલ તણી તવ સદા પુષ્પછાયી હો!
સોનેરી સફળતા તમારા કદમો સદા ચૂમતી રહો!
‘પારસી ટાઈમ્સ’ કાજે નવું વર્ષ આશામયી હો! ઉલ્લાસમયી હો!
ગુણોની સુવાસ તવ સદા સ્નેહની વચ્ચે રહો!
જીવનમાં તમારા અન્ય કાજે લાગણી ધબકતી રહો!
‘પારસી ટાઈમ્સ’ કાજે સફર જિંદગીની અધિક યશદાયી હો!
‘પારસી ટાઈમ્સ’ કાજે નવું વર્ષ આશામયી હો! ઉલ્લાસમયી હો!