રાજકુંવર રાજમહેલ પહોંચી ગયો

શાહજાદાએ રાજકુંવરીની આગતાસ્વાગતાનો બરાબર બંદોબસ્ત કર્યો. પછી ત્યાંથી એક ઘોડો લઈ તેના પર સવાર થઈ તે પોતાની રાજધાનીના શહેર તરફ પોતાના માતપિતાને મળવા ચાલ્યો. રસ્તે તેને જીવતો પાછો ફેરેલો જોઈ લોકો ખુશાલીના પોકારો કરતા હતા. પોતાનો પ્યારો શાહજાદો ખુશખુશાલ અને સલામત છે એ ખબર વીગળીવેગે શિરાઝની પ્રજામાં ફેલાઈ ગઈ.

રાજકુંવર તો ઝપાટાબંધ ઘોડો દોડાવતો રાજમહેલ પર પહોંચી ગયો. ત્યાં શહેનશાહ ઘણે મહિને પહેલીજ વાર દરબાર ભરી બેઠેલો હતો. શાહજાદાના ગુમ થવાની ગમગીની હજી ચાલુ જ હતી. તેઓ સૌ માની બેઠેલા કે શાહજાદો તો જરૂર મરણ પામ્યો હશે. તેથી સૌ જણ બહુ શોકાતુર જણાતા હતા.

આવી સ્થિતિમાં જ્યારે શહેનશાહ અને તેના દરબારીઓ બેઠા હતા ત્યાં ખુદ શાહજાદો જીવતો જાગતો હસતો ફરતો આવી પહોંચ્યો! સૌની ખુશાલી અને અજાયબીનો પાર ન રહ્યો! બાદશાહ તો ખુશાલીથી શાહજાદાને ભેટી પડયો! તેની આંખોમાંથી હર્ષના આંસુ ચાલ્યા જતાં હતા.

શહેનશાહે પોતાના વહાલા બેટાને પૂછયું કે પેલો કરામતી ઘોડો કયાં છે? શાહજાદાએ કહ્યું ઘોડો અહીંથી થોડે દૂર આપણા શહેર બહારના મહેલમાં છે. સૌને મળ્યા બાદ તેણે પોતે ઘોડો લઈ ઉડી ગયા પછી બંગાળની રાજક્ધયાના મહેલમાં જઈ કેમ ઉતર્યો અને તે રાજકુંવરીએ કેવી તેની મહેમાનગીરી કરી તે હકીકત કહી.

પછી શાહજાદાએ શહેનશાહને પોતાના મનની વાત પણ કહી કે બંગાલની રાજકુંવરી અને પોતે પ્યારમાં પડયા છે અને રાજકુંવરી મને પરણવા પણ કબૂલ થઈ છે માટે જો શહેનશાહ શાદી કરવાની રજા આપે તો તે રાજકુંવરી તેને યોગ્ય સન્માન સાથે, શહેરમાં દાખલ કરવી અને પછી ધામધુમથી તેમના લગ્ન કરી આપવા.

શહેનશાહને તો આ વાત સાંભળી બમણી ખુશાલી થઈ તેમણે કહ્યું, ‘ચાલ બેટા! હું જ જાતે રાજકુંવરીને લેવા આવું છું અને આજે જ તારી સાથે તેના લગ્ન કરી દઉ.’

શહેનશાહે તુરત શોક દૂર કરી આનંદ ઉત્સવ કરવા આખા શહેરમાં ઢંઢેરો ફેરવવાનો હુકમ કાઢયો અને પછી કહ્યું કે પેલા કેદમાં પડેલા ઘોડાના માલેકને છૂટો કરી મારી પાસે તેડી લાવો.

તુરત જ બાદશાહના હુકમ પ્રમાણે થયું. પેલા હિંદીવાનને કેદમાંથી છૂટો કરી બાદશાહ આગળ તેને ઉભો કરવામાં આવ્યો.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 July – 15 July 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તબિયતની ખાસ દરકાર લેજો. ખાવાપીવામાં ખુબ કાળજી રાખજો. નહીં તો તબિયતને બગાડતા વાર નહીં લાગે. જ્યાં કામ કરતા હશો ત્યાં ઉપરી વર્ગ તમને નાની બાબતમાં ઈરીટેટ કરશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. રોજ ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી…

  • વાડિયા હોસ્પિટલની ફરી શરૂઆત

    11મી જાન્યુઆરી, 2020 ના રોજ પરેલ સ્થિત બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન, અને નવરોજી વાડિયા મેટરનિટી હોસ્પિટલ જે આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે પ્રખ્યાત છે બીએમસીના ભંડોળની ચુકવણી ન થતા તેમણે નવા દર્દીઓને પ્રવેશ આપવાનું બંધ કર્યુ છે તથા નાણાને કારણે થતી રોકડ તંગીના કારણે દર્દીઓને પણ બહાર કાઢવાનું શરૂ કર્યુ છે. બાઈ જરબાઈ વાડિયા…

  • પ્રશ્ર્ન છે ફકત પસંદગીનો!!

    જેરી એક હોટલનો મેનેજર હતો. તે સૌનો ઘણો માનીતો હતો કારણ કે તે હમેશા સારા મૂડમાં જ જોવા મળતો. કોઈની સાથે પણ ગુસ્સે થવાને બદલે દરેક સાથે તે સમજાવટથી કામ લેતો. જ્યારે જ્યારે જેરી પોતાની નોકરી બદલતો ત્યારે તે હોટલના ઘણા વેઈટર પણ તે હોટલ છોડી તેની સાથે બીજી હોટલમાં કામ કરવા જતા, કારણ કે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    12 January, 2019 – 18 January, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા ધારેલા કામો પૂરા નહીં કરી શકો. વિચારો સ્થિર નહીં રહે. વધુ પડતો ખર્ચ કરશો તો બીજા પાસે લોન લેવાનો વખત આવશે. રોજ બરોજના કામ પર સમયસર પહોંચવામાં મુશ્કેલી આવશે. તબિયતની કાળજી લેજો. ડોકટરની સલાહ…

  • Ratan Tata Plans To Pursue Playing The Piano At 83!

    The Chairman Emeritus of Tata Sons, Ratan Tata is known for winning millions of hearts with his diverse posts over his Instagram feed on social media. From throwback pictures to inspiring quotes, the kohinoor of our community always endears himself greatly to all netizens alike! This time too, the industrialist whose heart beats for the…