શાહજાદો ઈરાન જવા રાજકુંવરી જોડે પાછો ઉડયો!

રાજઈરાનના શાહજાદાના આમને આમ બે માસ, બંગાલમાં વહી ગયા. તે વખતમાં રાજકુંવરીએ તેા મોટા રાજ્યને યોગ્ય શાહજાદાની ઘણી મહેમાનગીરી ચાખવામાં, તે શાહજાદો પોતાનું વર્તન અને પોતાના વહાલા માતપિતાને પણ સાવ ભુલી ગયો! પણ એક દિવસ તેનું વતન અને તેનાં માતપિતા સૌ યાદ આવતા તેણે રાજકુંવરીને કહ્યું કે મારા માબાપ મને બહુ યાદ કરતાં હશે અને મારા વગર જરૂર દુ:ખથી તરફડતા હશે. માટે રાજકુંવરીએ હવે તેને તેના વતન ઈરાન તરફ જવાની રજા આપવી. પણ શાહજાદાની સોબત બંગાળની રાજકુંવરીને એવી તો ગમી ગઈ હતી કે તેને પાછો તેના વતન તરફ જવા દેવા, તે જવાન રાજકુંવરીનું મન થતું ન હતું. તેથી રાજકુંવરીએ તેને બહુ આગ્રહ કરી થોડા દિવસ વધુ રહેવા વિનંતી કરી.

શાહજાદાને પણ રાજકુંવરીનો સહવાસ બહુજ ગમતો હતો. તે તો કુંવરી પાછળ દીવાનો થયો હતો. તેથી તેણે કુંવરીને પોતાની સાથે ઈરાન આવવા આજીજી કરી. જવાબમાં કુંવરી કંઈજ બોલી નહીં. તેથી રાજકુંવરે માની લીધુ કે કુંવરીને તેની સાથે ઈરાન આવવા મન છે.

પણ રાજકુંવરીને પેલા કરામતી ઘોડાની બહુ બીક લાગવા માંડી. તે જોઈ શાહજાદાએ તેને ખાતરી આપી કે હવે તે ઘોડાને કેમ ઉંચે ઉડાડવો અને નીચે કેમ ઉતારવો તે બહુ સારી પેઠે જાણતો હતો માટે તેણે નિર્ભય રહેવું. બીજી સવારે શાહ હજી સુતા હતા ત્યારે શાહજાદો અને રાજકુંવરી અગાસી પર ગયા કે જ્યાં પેલો કરામતી ઘોડો જે દિવસે ઉતર્યો હતો તે દિવસનો તે ત્યાંજ પડયો હતો.

ફિરોજશાહ શાહજાદાએ ઘોડાનું મોઢું ઈરાન તરફ ગોઠવ્યું પછી પોતે પહેલો ઘોડા ઉપર બેટો તેની પાછળ રાજકુંવરી બેઠી. બન્ને બરાબર બેઠાં, પછી રાજકુંવરીએ શાહજાદાને કમ્મરમાંથી બરાબર પકડી ઘોડા ઉપર ગોઠવાઈ કે તુરત શાહજાદાએ તે કરામતી ઘોડાની કલ ફેરવી. ઘોડો ઉડયો અને ઝપાટાબંધ ઈરાન તરફ ચાલ્યો.

બે અઢી-કલાકમાં તો ઈરાનના રાજધાની શહેર આગળ તેઓ આવી પહોંચ્યા! શાહજાદાએ શહેરથી દૂર તેના એક રાજમહેલ તરફ ઘોડો ફેરવ્યો અને ત્યાં તેને ઉતાર્યો.

ઘોડો થોભતાંજ તેઓ બન્ને ઘોડા પરથી નીચે ઉતર્યા. શાહજાદાએ બહુ મમતાથી રાજકુંવરીનો હાથ પકડયો. તેને તે મહેલના એક સુંદર આલીશાન દીવાનખાનામાં તેડી ગયો. ત્યાં રાજકુંવરી ખૂબ અજાયબી ભરેલી સ્થિતિમાં અને ઘણા આનંદમાં ધડકતે હૈયે બેસી રહી.

શાહજાદાએ રાજકુંવરીને કહ્યું, ‘હું શહેરમાં જઈ બાદશાહને આપના આવ્યાની ખબર આપું છું. કે જેથી તમારા સરખી મહાન રાજકુંવરીના યોગ્ય સત્કાર માટે બાદશાહ ગોઠવણ કરે. ત્યાં સુધી આ રાજમહેલ તમારોજ છે એમ સમજી રહેજો. હું રખેવાળને તમારી ખાતરદારી કરવા હુકમ ફરમાવી જાઉં છું.’

(વધુ આવતા અંકે)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *