કારણ કે જે રાહ જુએ છે તે માં છે!!

માં નામની પદવી, જેને પામવા સદીઓથી સ્ત્રી પોતાનું સર્વસ્વ દાવ પર લગાડે છે. ફુલટાઈમ જોબ વિથ નો પ્રમોશન, નો સિકયોરિટી, નો લીવ, નો પર્કસ, આવી જોબ સ્વૈચ્છિક પણે સ્વીકારતી માં જે પોતાના સંતાનો માટે આખે આખી જીંદગી રાત દિવસ સમર્પિત કરી દે તેનાં સંતાનો પોતાની માં માટે વર્ષમાં એક આખો દિવસ ફાળવે એ ‘મધર્સ ડે’, તમને ચાલતા, બોલતા ખાતા-પીતા, શિક્ષિત સભ્ય સમાજમાં  ઉભા કર્યા તે માં ના માટે સમપર્ણ કરવા વર્ષનાં પૂરા 24 કલાક.

આ ક્ધસેપ્ટ એમ તો પશ્ર્વિમી વિશ્ર્વનો છે પણ ભારતમાં હવે વિભક્ત કુટુંબોનીજ સંખ્યા વધતી જાય છે. સંયુકત કુટુંબના જમાવડા અને મેળાવડા માત્ર ને માત્ર ટીવી સિરિયલો સુધી સીમીત છે.

મુંબઈ-અમદાવાદ સુરત કે પછી દિલ્હી, ચેન્નાઈ, કોલકત્તા..સંસ્કૃતિ ભલે ભિન્ન હોય સ્થિતિ સમાન છે. સંતાન માની કૂખમાં નવ મહિના રહે પણ યુવાન થયા બાદ માતા પિતા માટે ઘરનો એક રૂમ કે ખૂણો રોકાઈ જાય તે યુવાન હૈયાઓને ભારે તકલીફજનક લાગે છે.

કેટલીક વાતો એવી હોય છે કે એ જે બધા લોકો જાણતા હોય પરંતું તેને જાહેરમાં ચર્ચવી ઉલ્લેખવી સારી નથી લાગતી. મોટા ભાગના લોકોએ આ વાતનો અનુભવ પણ કર્યો હશે. લગ્નસંબંધી વાતચીત ચાલે ત્યારે કહેવાતી અતિશિક્ષિત, સુસ્કૃત, શાણી  ક્ધયાઓ ભાવિ ભરથારને પૂછી લેવામાં શાણપણ સમજે કે ઘરમાં જૂનું ફર્નિચર કેટલું? ફર્નિચર શબ્દ તો હજી ઠીક છે. ડસ્ટબીન શબ્દ પણ વપરાય છે. તેવું આ લખનારની જાણમાં છે.

વૃધ્ધ મા-બાપ સાથે હોય તો પરિસ્થિતિ હજી હેન્ડલ કરી શકાય પરંતુ બાગબાનવાળી પરિસ્થિતિ ન હોય ને માત્ર કે પિતા હોય તો ભારતીય સમાજવ્યવસ્થામાં આર્થિક દોરી સંચાર સામાન્યપણે પુરૂષના હાથમાં હોય છે પરંતુ માનું શું? અત્યાર સુધી ભારતીય કર્તવ્યપરાયણતા ઘર, ગૃહસ્થી અને સંતતિ સુધી સીમીતિ હતી હવે સમય સંક્રાતિનો છે કે પછી ઉત્ક્રાંતિનો હવે સ્ત્રીઓ ખૂબ ભણે છે ખૂબ કમાય પણ છે જે ટેલેન્ટેડ વ્યક્તિએ ઘર અને ઘરમાં જિંદગી પૂરી કરી તે વ્યક્તિ જિંદગીની સાંજે એકાકી થઈ જાય ત્યારે તે પોતાની જિંદગીના અહમ નિર્ણયો પણ પોતે ન કરી શકે તેવી ગોઠવણ જેનું નામ છે. સંસ્કૃતિ એ સંસ્કૃતિ માને તો એ દેવી માની પૂજા છે એટલે મા માત્ર દેવી જ હોઈ શકે એક સ્ત્રી નહીં.

જગત આખામાં માં નામનો શબ્દ પૂજાય છે. દુનિયાભરમાં દિવાળી, ક્રિસમસ ન્યુ યી, વેલેન્ટાઈન્સ ડે કરતાં જોઈ કોઈ દિવસે સૌથી વધુ ફોન-કોલ્સ ગ્રીટીંગ્ઝ અને ગિફટની આપ લે થતી હોય તો તે છે ‘મધર્સ ડે’ ને તે દિવસે ભારતની તો વાત જ નિરાળી છે. ભારતમાં તો ટીવી સિરિયલો એવું પુરવાર કરવા મથે છે કે માતા-પિતાજ  કોઈ તાજ પહેરેલા રાજા-રાણી હોય છે. માર્કેટિંગની માયાજાળ ‘મધર્સ ડે’ના દિવસે ચોકલેટના ડબ્બાથી લઈ આભૂષણની ભેટ સુધીમાં પૂરી થઈ જાય છે. પરંતુ ખરેખર માને આ બધાની જરૂર હોય છે ખરી?

માં સતયુગની હોય કે કળયુગની અથાણાની વાસ અને હળદરના ડાઘવાલા સાડીના પાલવથી હાથ લૂછતી કે પછી સવારની પહોરમાં લોકલ પકડવા દોડતી. માના હૃદયની અભિવ્યક્તિ તો એકજ સરખી હોય છે અને એ વ્યકત કરવા કે પછી સંતાન દ્વારા કોઈ આશ્ર્ચર્યકારક સુખદ ભેટની મોહતાજ હોય છે. માં ને તો જોઈએ છે માત્ર કવોલીટી ટાઈમ, પોતાનો શ્રેષ્ઠ સમય વાગોળવાની એક પળ જે તેને માત્ર ને માત્ર સંતાન જ  આપી શકે! અને તેને માટે એ વર્ષો રાહ જોતી રહે છે. હા, કારણ કે જે રાહ જુએ છે તે માં છે.

Similar Posts

  • Wadia Hospitals Fold Services Due To Cash Crunch, Restart At CM’s Behest

    On 11th January, 2020, the Parel-based Bai Jerbai Wadia Hospital for Children and the Nowrosjee Wadia Maternity Hospital, popular for providing affordable healthcare, stopped admitting new patients and also started discharging in-patients owing to a cash crunch caused due to the non-payment of funds from the Brihanmumbai Municipal Corporation (BMC). The Bai Jerbai Wadia Hospital…

  • In Line With The Truth

    BPP Trustee Kersi Randeria Rubbishes False Claims By Phiroze Amroliwalla And Shares Facts . Over the last week, I have received a number of queries and requests from community members as regards the malicious and unfounded lies being spread about me, by a certain Phiroze Amroliwalla, in a Sunday-rag which surely qualifies as the torch…

  • Your Moonsign Janam Rashi This Week –
    18th November, 2017 – 24 November, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી કુટુંબીક વ્યક્તિનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય બાબતમાં અચાનક ફાયદો મળશે. મળેલા ધનને ઈનવેસ્ટ કરજો. જે બાબતમાં ફાયદો મળતો હશે તે બાબત પહેલા કરજો. નવા કામકાજ કરી શકશો. કામકાજ કરતા હશો ત્યાર માન-ઈજ્જત વધી જશે. હાલમાં દરરોજ ‘સરોશ…

  • અંતે, એક ઠરાવ!

    12મી ઓક્ટોબરના રોજ યોજાયેલી છેલ્લા સપ્તાહની બીપીપી બેઠક દરમિયાન, બીપીપીની ચૂંટણીઓ ફરીથી મુલતવી રાખવાનો ઠરાવ, આ વખતે ઓક્ટોબર 2022 સુધી, માત્ર બે ટ્રસ્ટીઓ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સમુદાય વધુ અને સતત દૂર થઈ શકે છે. ચેરપર્સન આરમઈતી તિરંદાઝ અને ટ્રસ્ટી વિરાફ મહેતાએ આ ઠરાવ પસાર કર્યો, ટ્રસ્ટી ઝર્કસીસ દસ્તુરની ગેરહાજરીમાં, ચેરપર્સનના વધારાના…

  • Chomp And Cheers: Chicken Shirazi Salad & White Russian

    Mediterranean Chicken Ingredients: 4 – Boneless Skinless Chicken Breasts; ¼ – cup plus 2 tablespoons chopped fresh basil leaves; 1 tablespoon – Olive Oil; ¼ Tsp – Salt; 1 ½ cups – Cherry Tomatoes, halved; ¼ cup – Olive Paste. To Make The Olive Paste: Blend together 250gms pitted Black Olives; 2 Spring Onions; 3…