મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની ધામધૂમથી ઉજવવામાં આવેલી 50માં વર્ષની સાલગ્રેહ

મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની સ્થાપના 20મી જાન્યુઆરી 1907 માં, અમરદાદ મહિનો ને આદર રોજે ય.ઝ. 1275માં તખ્તેનશીન કરવામાં આવી હતી.

પરંતુ અણધાર્યા સંજોગોમાં અગિયારી અવાવ થઇ જવાથી, મઝગામ અંજુમનના લોકોની નેક ખ્વાહેશથી, મરહુમ શેઠજી ડોસાભાઈ કાવસજી બાટલીવાલા તરફથી મળેલી નાણાંની કિંમતી મદદને આધારે દએ મહિનો ને હોરમઝદ રોજ ય.ઝ.1337, ને તા.23મી મેં 1968 ને રવિવારના દિને આદરિયાન સાહેબનો આ કેબલો ફરીથી પરથાવવામાં આવ્યો હતો.

આ વર્ષે આતશ પાદશાહ સાહેબની સાલગ્રેહ, સોમવાર તા.14મી મેં 2018, દએ માહ, હોરમઝદ રોજ ય.ઝ.1387ના દિને ધામધૂમથી ઉજવવામાં આવી હતી.

અગિયારીના ટ્રસ્ટી સાહેબો અને અંજુમનમાં  બહુ મોટી સંખ્યાના લોકોની હાજરીમાં પંથકી, એરવદ રતન કરીમાન અંકલેશ્ર્વરીયા અને એરવદ હોશંગ એદલજી ભાધા એ સવારના 9.30ને સાંજના 5.30 વાગ્યે જશનની જાહેર ક્રિયા કરી હતી.

ત્યાર બાદ દીનદાર બેકરીવાલા ઈરાની શેઠ અને અગિયારીના ટ્રસ્ટી સાહેબો તરફથી સાલગ્રેહમાં આવનાર જરથોસ્તીઓને 50માં વર્ષની સાલગે્રહની ખુશીમાં કેક, પેટીસ, ખજૂરની ઘારી, ટેસ્ટી મલીદો અને જશનની ફ્રૂટ આપીને મીઠું મોઢું કરાવ્યું હતું .

છેવટે અઈવીસ્ત્રુથ્રેમ ગેહમાં પંથકી એરવદ રતનશાએ આદરિયાનના સાહેબને હમા અંજુમનની ફાળાની માચી અર્પણ કરી હતી, ત્યારબાદ આવનાર લોકોએ આતશ પાદશાહના આશિર્વાદ લઇને પોતાના ઘરે વિદાય લીધી હતી.

અથ જમયાત યથા આફ્રીનામી.

Similar Posts

  • Holy Vibrations

    “If you wish to understand the Universe, think of energy, frequency and vibration.” – Nikola Tesla When we celebrate festive occasions, we put Rangoli and garlands on the door, we light divas, we cook delicious meals, we invite our loved ones and we visit the Fire Temple and offer sandal wood and divas. We bring…

  • The 101 Names Of Pak Dadar Ahura Mazda – Part IV

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose efforts…

  • Caption This – December 23, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 27th December, 2017. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Lady: “Congratulations Sir! Madame has given birth to a Baby-‘Boi’!” Shark: “I had a feeling something fishy was going on!” – By Marazban…

  • Ripple Effects

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c6e6f2″ css_class=”boxed”]Parsi Times is delighted to bring our readers an exclusive, new column ‘Ripple Effects’, dedicated to your personal growth and professional success, with internationally acclaimed Life Coach and Soft Skills expert, Desirée Shroff. She is known for her highly motivating and effective series of personal and corporate ‘Ripple Effects’ Workshops, that she…

  • જીયો પારસીએ ઉપયોગી વર્કશોપ યોજ્યો

    જીયો પારસી યોજના, ડિસેમ્બર, 2013માં શરૂ થયેલી એક જીઓઆઈ પહેલ, ટીમ જીયો પારસીના સતત પ્રયત્નો દ્વારા 200થી વધુ બાળકોને સફળતાપૂર્વક ઉમેર્યા છે – જેમાં પ્રજનન સારવાર માટે નાણાકીય વળતર, બાળકોની સંભાળ અને વૃદ્ધોની સહાય માટે આર્થિક સહાય, વર્કશોપ, કાર્યક્રમો અને જાહેરાત ઝુંબેશ દ્વારા હિમાયત, જે સમાજના અંદરની જાગૃતિ અને સફળતાનો સમાવેશ કરે છે. 8મી ડિસેમ્બર,…