મેંગો ડીપ
ભજીયા, વેફર્સ, ખાખરા સાથે આ ડીપ જલસો પાડી દેશે.
સામગ્રી: 500 ગ્રામ કાચી કેરી, 2-3 ટુકડા તજ, 2-3 લવિંગ, મરીના દાણા, 2-3 ત્રણેય અધકચરા ખાંડીને, 300 ગ્રામ ખાંડ, 3 ચમચી જીરૂં, અર્ધી ચમચી લીંબુના ફુલ, મીઠું લાલ મરચું, 1 પીસ આદુ, 1 કપ પાણી, 1 ચમચો એસીડીક એસિડ.
રીત: કાચી કેરીની છાલ ઉતારી નાના ટુકડા કરી, 1 કપ પાણી નાખી બાફી ઠંડી પાડી ક્રશ કરી ખાંડ મિક્સ કરવી આદુના ઝીણા ટુકડા કરી ચપટી લીંબુના ફુલ નાખી દઈ ઘટ્ટ થાય કે નીચે ઉતારી સાધારણ ઠંડુ થવા દઈ, મીઠું મરચુ, જીરૂ ને ગરમ મસાલો નાખી સાવ ઠંડુ થાય એટલે એસીટીક એસિડ નાખવું. બરાબર મિક્સ કરીને બોટલમાં ભરવું.
