સંબંધની ગરિમા

હું પથારી માંથી ઉભો થયો અચાનક છાતી મા દુખાવો ચાલુ થતા મને હાર્ટ ની તકલીફ તો નહીં હોય?  તેવા વિચાર સાથે હું આગળના બેઠક રૂમ ગયો મેં નજર કરી તો મારો પરિવાર મોબાઈલમાં મશગુલ હતો….

મેં પત્ની સામે જોઈ કિદ્યુ કાવ્યા, ‘થોડું છાતી મા રોજ કરતા આજે વધારે દુખે છે ડોકટર ને બતાવી ને આવું છું.’

હા પણ સંભાળી ને જજો કામ હોય તો ફોન કરજો…મોબાઈલમાં મોઢું રાખી કાવ્યા બોલી.

હું એકટીવા ની ચાવી લઈ પાર્કિંગ માં પહોચ્યો પરસેવો મને પુષ્કળ થતો હતો એકટીવા ચાલુ નહોતું થતું. આવા સમયે અમારા ઘરે કામ કરતો ધ્રુવજી (રામલો) સાયકલ લઈ આવ્યો સાયકલ ને તાળું મારતા મારતા મારી સામે જોયું કેમ સાહેબ એકટીવા ચાલુ નથી થતું, મેં કીધું ના.

તમારી તબિયત સારી નથી લાગતી  સાહેબ આટલો પરસેવો કેમ દેખાય છે? સાહેબ, સ્કૂટર ને કીક આ પરિસ્થિતિમાં તમે ના મારતા હું કીક મારી ચાલુ કરી દવ છું. ધ્રુવજી એ કીક મારી એકટીવા ચાલુ કર્યું સાથે પૂછયું, સાહેબ એકલા જાવ છો? મેં કીધું હા..

આવી સ્થિતિમા એકલાના જવાય ચાલો મારી પાછળ બેસી જાવ. મેં કીધું તને એકટીવા આવડે છે?

સાહેબ, ગાડી નું પણ લાઇસન્સ છે ચિંતા વગર બેસી જાવ. નજીકની હોસ્પિટલે અમે પહોંચ્યા, ધ્રુવજી દોડી ને અંદર ગયો અને વ્હીલ ચેર લઈ  બહાર આવ્યો, સાહેબ અત્યારે ચાલતા નહીં આ ખુરશીમાં બેસી જાવ ધ્રુવજીની ઉપર મોબાઈલ ઉપર  મોબાઈલ આવી રહયા હતા હું સમજી ગયો હતો ફ્લેટમાંથી બધાના ફોન આવતા હશે, હજુ કેમ નથી આવ્યો?

ધ્રુવજીએ કંટાળી ફોન ઉપર કોઈને કહી દીધુ આજે નહીં આવી શકું. ધ્રુવજી ડોક્ટરની જેમ જ વર્તન કરતો હતો. તેને વગર પૂછે ખબર પડી ગઈ હતી કે સાહેબને હાર્ટની તકલીફ લાગે છે લિફ્ટમાંથી વ્હીલચેર તરફ ધ્રુવજી લઈ ગયો ડોક્ટરની ટિમ તૈયાર હતી. મારી તકલીફ સાંભળી બધા ટેસ્ટ તાત્કાલિક કરી ડોક્ટરે કહ્યું ઘણા સમયસર પહોંચી ગયા છો એમાં પણ તમે વ્હીલચેરનો ઉપયોગ કર્યો એ તમારા માટે ઘણું ફાયદા કારક રહ્યું.

હવે કોઈ પણ પ્રકારની રાહ જોવી એ તમારા માટે નુકશાન કારક બનશે માટે વિના વિલંબે અમારે હાર્ટનું ઓપરેશન કરી તમારા બ્લોકેજ તાત્કાલિક દૂર કરવા પડશે. આ ફોર્મ ઉપર તમારા સ્વજનની સિગ્નનેચરની જરૂર છે. ડોક્ટરે ધ્રુવજી સામે જોયું. મેં કીધું બેટા હસ્તાક્ષર કરતા આવડે છે? સાહેબ આવડી મોટી જવાબદારી ના મુકો મારા ઉપર.

બેટા તારી કોઈ જવાબદારી નથી તારી સાથે કોઈ લોહીના સબંધ નથી છતાં પણ વગર કીધે તે તારી જવાબદારી પૂર્ણ કરી છે જે જવાબદારી ખરેખર મારા પરિવારની હતી.

એક વધારે જવાબદારી પુર્ણ કર બેટા હું નીચે લખી હસ્તાક્ષર કરી દઈશ મને કંઈ પણ થશે તો જવાબદારી મારી છે.

ધ્રુવજીએ ફક્ત મારા કેહવાથી હસ્તાક્ષર કરેલ છે બસ હવે અને હા ઘરે ફોન લગાવી જાણ કરી દેજે. ત્યાં તો મારી સામે મારી પત્ની કાવ્યાનો  મોબાઇલ ધ્રુવજી ઉપર આવ્યો.

ધ્રુવજી શાંતિથી કાવ્યાને સાંભળી રહ્યો હતો. થોડી વાર પછી ધ્રુવજી બોલ્યો, બેન આપને પગાર કાપવો હોય તો કાપી નાખજો કાઢી મેલવો હોય તો મને કાઢી મેલજો પણ અત્યારે હોસ્પિટલે ઓપરેશન પહેલા પોહચો. હા બેન હું સાહેબને હોસ્પિટલે લઈને આવ્યો છું.

ડોક્ટરે ઓપરેશનની  તૈયારી કરી દીધી છે રાહ જોવાય તેવું નથી.

મેં કીધું બેટા ઘરેથી ફોન હતો? હા સાહેબ.

હું મનમા બોલ્યો કાવ્યા તું કોના પગાર કાપવાની વાત કરે છે અને કોને કાઢી મેલવાની વાત કરે છે?

આંખમાં પાણી સાથે ધ્રુવજીના ખભે હાથ મૂકી હું બોલ્યો, બેટા ચિંતાના કરતો. હું એક સંસ્થામાં સેવા આપું છું તે ઘરડા લોકોને આશરો આપે છે ત્યાં તારા જેવી જ વ્યક્તિઓની જરૂર છે. તારૂં કામજ વાસણ, કપડાં ધોવાનું નથી તારૂં કામ તો સમાજ સેવાનું છે. બેટા, પગાર મળશે માટે ચિંતા ના કરતો ઓપરેશન પછી હું ભાનમાં આવ્યો. મારી સામે મારો સમગ્ર પરિવાર નીચા માથે ઉભો હતો. મેં આંખમાં પાણી સાથે કહ્યું, ધ્રુવજી ક્યાં છે?

કાવ્યા બોલી એ હમણાં જ રજા માંગી ગામડે ગયો કહેતો ગયો છે તેના પિતા હાર્ટ એટેકમાં ગુજરી ગયા છે 15 દિવસ પછી આવશે.

હવે મને સમજાયું એને મારા મા પોતાનો બાપ દેખાતો હશે. હે, પ્રભુ મને બચાવી તે એના બાપને ઉપાડી લીધો.

સમગ્ર પરિવાર હાથ જોડી મુંગા મોંઢે માફી માંગી રહ્યો હતો. એક મોબાઈલનું વ્યસન આપણી વ્યક્તીને આપના દિલથી કેટલા દૂર લઈ જાય છે તે પરિવાર જોઈ રહ્યો હતો ડોક્ટરે આવી કહ્યું, પેલા ધ્રુવજી ભાઇ તમારા શું થાય?

મેં કીધું ડોક્ટર સાહેબ અમુક સબંધના નામ કે ગેહરાઇ સુધીના જઈએ તો જ એ સંબધ ની ગરિમા સચવાશે.

બસ હું એટલું જ કહીશ એ તકલીફના સમયે એ મારા માટે ફરિસ્તા બની આવ્યો હતો.

પિન્ટુ બોલ્યો, અમને માફ કરો પપ્પા જે ફરજ અમારી હતી તે ધ્રુવજીએ પુરી કરી જે અમારા માટે શરમજનક છે હવેથી આવી ભૂલ ભવિષ્યમા કયારેય નહીં થાય. બેટા જવાબદારી અને સલાહ લોકો ને આપવા માટે જ હોય છે જયારે  લેવાની આવે ત્યારે લોકો આઘા પાછા થઈ જાય છે.રહી મોબાઈલની વાત બેટા, એક નિર્જીવ રમકડાં એ જીવતા રમકડાં ને ગુલામ કરી દીધું છે. સમય આવી ગયો છે તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો નહીંતર પરિવાર, સમાજ અને રાષ્ટ્રએ તેના ગંભીર પરિણામ ભોગવવા અને તેની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે..

Similar Posts

  • Caption This – 31st July

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 4th August 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • ડુંગરવાડી ખાતે સીસીટીવી કેમેરા

    ડુંગરવાડીએ વર્ષોથી ઘણી ઘરફોડ ચોરીઓ જોઈ છે, તેમજ અસામાજિક તત્વો ડુંગરવાડી પરિસરનો દુરુપયોગ કરતા હોવાની ફરિયાદો પણ સામે આવી છે. અનધિકૃત બહારના લોકો આવતા અને તેમની કાર પાર્ક કરી રહ્યા હતા તે અન્ય મુદ્દો હતો જેને સંબોધિત કરવાની જરૂર હતી. કેમેરા લગાવવા માટે સમુદાયના સભ્યોની સતત અપીલને ધ્યાનમાં રાખીને, અનાહિતા યઝદી દેસાઈએ દાન માટે સૂનુ…

  • |

    પારસીઓ અને અગ્નિની પૂજા

    ઝોરાસ્ટ્રિયન ગ્રંથો ભલામણ કરે છે કે અવેસ્તા પ્રાર્થના યોગ્ય કેબલા તરફ મુખ રાખીને કરવી જોઈએ, એટલે કે, પવિત્ર વસ્તુ અથવા પવિત્ર સ્થળ જેમ કે તેજસ્વી સૂર્ય, તેજસ્વી ચંદ્ર, વહેતું પાણી, ઘરમાં પવિત્ર અગ્નિ, અગિયારી અથવા આતશ બહેરામ પરનું આતશ તરફ મુખ રાખી અવેસ્તા પ્રાર્થના કરવી જોઈએ. આતશ એ સૌથી નજીક છે જે માનવ આંખ અને…

  • |

    મારૂં વીતેલું વર્ષ

    નવરોઝની સાંજે ઘરના બધાજ કામ આટોપી નિરાંતે રોશનીએ અહુરમઝદને દિવો કરતા પોતાના ગયા વર્ષના નવરોઝથી લઈ આજના નવરોઝના દિન સુધી પોતાના ભૂતકાળને વાગોળતી હતી. થોડી વાર પછી તેણે એક કોરો કાગળ અને કલમ લઇને લખવા માંડ્યું. મારૂં વીતેલું વર્ષ- ગયા વર્ષે મારૂં ઓપરેશન થયું, અને મારું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું, આ ઓપરેશનને કારણે મારે ઘણો…

  • હસો મારી સાથે

    દિવસેને દિવસે ચાના ડીસપોઝેબલ કપ નાના થતા જાય છે. ભવિષ્યમાં એવુના બને કે ચાની કેપ્સુલ મળવા લાગે… *** પતિ: તેં મારામાં એવું તે શુ જોયુંતું કે મળ્યા અને જોયા ભેગી લગ્નની હા પાડી દીધી તી! પત્ની: હું નાની હતી ત્યારે તમારા પાડોશમાં રહેતા મારા મામાને ત્યાં રહેવા આવતી ત્યારે તમારા મમ્મી તમને ચપ્પલથી બોવ મારતા…