“મસ્ત” રહો, સદા સ્વસ્થ રહો

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારીથી કામ કરતી હતી.

ખિસકોલી જરૂરતથી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલનો રાજા સિંહે તેને દસ બોરી અખરોટ આપવાનો વાયદો કરી રાખ્યો હતો.

ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બોરી અખરોટ આપવાનો છે. તે પાછી કામ પર લાગી જતી! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર…..!

એવું નહોતું કે સિંહ તેને અખરોટ આપવા તૈયાર નહોતો સિંહ બહુ ઇમાનદાર હતો.

આમ જ સમય વિતતો રહ્યો…..

એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બોરી અખરોટ આપી આઝાદ કરી દિધી.

પણ… ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ?

આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે!

આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે! મનુષ્ય પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવામાં વિતાવી દે છે! 60 વરસની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવાની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે.

ત્યાં સુધીમાં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવાવાળી નવી પેઢી આવી ગઇ હોય છે.

શુ આ નવી પેઢી ને તે વાતનો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેન્સના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે? કેટલાં સ્વપ્ના અધૂરા રહ્યા હશે?

શું ફાયદો એવી બેન્ક બેલેન્સનો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે! આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે!

એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો, પણ સાથે ‘મસ્ત’ રહો, સદા સ્વસ્થ રહો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *