યાદો કી બારાત

તા. 18-04-18ની ગુજરાત સમાચારની પૂર્તિમાં ડાંગ વિસ્તારમાં આવેલા બરડીપાડા ગામની નજીક આવેલ રૂપગઢના કિલ્લાની છબીજોઈ ભૂતકાળની ભુલાઈ ગયેલ વાતો છતી થઈ. સન 1930-1940નો દાયકો ડાંગના લીકર લાયસન્સીઓ માટે ગોલ્ડન પીરીયડ ગણાતો તેજ સમય દરમ્યાન મારા કાકાજીની પણ એક દેશી દારૂની દુકાન બરડીપાડા ગામે હતી. જે મારા પિતા ટુંક પગાર મેળવી ચલાવતા હતા. મારા પિતા પોતાની સ્વતંત્ર કરીયાણાની દુકાન પણ ચલાવતા એક વાર્ષિક બજેટના પાસાં સરખા કરતા. વેકેશન દરમ્યાન હમો બરડીપાડા ગામે મોજ મજાહ તથા આરામ કરવા દર વરસે જતા દારૂની દુકાનના મકાનની સામે ઉભા રહેતા આ રૂપગઢના કિલ્લાના સ્પષ્ટ ચીત્ર અમો માણી શકતા. ત્યારબાદ લગભગ 45 વરસ બાદ આજ કિલ્લો મને સમાચારમાં ચીત્રરૂપે જોવા મળ્યો એ પણ જોગ-સંજોગ ગણી શકાય. આ રૂપગઢનો કિલ્લો બરડીપાડાગામથી આશરે પાચેક કીમીના અંતરે આવેલો છે. ત્યાંના આદીવાસીઓ રૂપગઢના કિલ્લા તથા સોનગઢના કિલ્લાને સોના-રૂપાની બેલડી ગણતા ડાંગમાં રૂપગઢ ખાતે અને ગાયકવાડીના સોનગઢખાતે એમ બે કિલ્લા રાજયના રક્ષણ અર્થે શ્રીમત મહારાજ પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલા ગાઢ જંગલમાં બંધાયેલ રૂપગઢનો વિકાસ યોગ્ય વાહન-વ્યવહારની અછત હોવાને કારણે થઈ શકયો નથી. તેમ છતાં વન વિનોદી પ્રવાસીઓના દીલમાં હજી પણ જીવંત રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *