કાસની રાણી સોદાબે

તે અમારી આગળ આવતો જતો રહે તો સારૂં. કૌસે કહ્યું કે શું કહે છે તે બરાબર છે તું તેને 100 માતાની પ્રિતથી બેટા તરીકે ચાહે છે. સ્યાવક્ષે કહ્યું કે મારે બાનુઓની સંગત કરતાં દાનવો અને કાબેલ સરદારોની વધારે સંગત શોધવી જોઈએ કારણ તે મને રાજકારોબારમાં વધારે કામ આવે. બાનુઓનું સંગતમાં હું શું શિખવાનો છું? તે છતાં જ્યારે તું પાદશાહનો એવો હુકમ છે તો મારી ફરજ છે, કે તારા હુકમને તાબે થાઉ. હું કાલે તે લોકોને મલવા જઈશ. બીજે દિવસે સ્યાવક્ષ તેઓ આગળ ગયો. સઘળી બાનુઓએ તેને સોનુ તથા જરજવાહેરથી વધાવી લીધો. સોદાબેએ તેને પેટમાં દાબ્યો અને તેની બહેનોએ તેને હજારો હજાર દુઆ કીધી. બધાને મળી ભેટી તે પાછો પોતાના મહેલમાં આવ્યો. પછી સોદાબેએ અને કૌસે એકમેક સાથે ગોઠવણ કીધી કે હવે સ્યાવક્ષને પરણાવવો જોઈએ. તે ઉપરથી કૌસે બીજે દિવસે સ્યાવક્ષને કહ્યું કે બેટા મારી ઉમેદ છે કે તારે બુનથી એક વારેસ પેદા પડે માટે તું મહેલમાંની બાનુઓમાંથી તારા કાકા કએ પશીન અથવા કએ અરીશની કોઈ બેટીને તારી બાયડી તરીકે પસંદ કર. સ્યાવક્ષે કહ્યું કે તું પાદશાહનો જે હુકમ હોય તે મારે કબૂલ છે. તું મારે માટે જે બાયડી પસંદ કરશે, તેણીને હું કબૂલ રાખીશ. પણ તું આ બાબત સોદાબેને ના કહેતો, કારણ તેણીને તે પસંદ આવશે નહીં. તેણીની દયાનત સારી નથી.
ત્યારપછી સોદાબેએ સ્યાવક્ષને ફરીથી પોતાના મહેલમાં બોલાવ્યો અને પોતાની સાથે રહેલી હમાવરાનના મુલકની ખુબસુરત સ્ત્રીઓ દેખાડીને તેમાંથી કોઈને પોતાની બાયડી તરીકે પસંદ કરવા કહ્યું. ત્યારપછી બીજી એક મુલાકાત વેળા પોતાની દયાનત બીગાડી પોતાની બૂરી મતલબ જણાવી. સ્યાવક્ષ તે ઉપરથી ચીરડાઈ ગયો અને ઉઠી ગયો. તેણીએ જોયું કે તે રખેને જઈને કૌસને એ વાત કહે તેથી પોતાના શરીર પરના કપડાં ફાડી નાખી ખોટું ગુલબાન ઉઠાવ્યું અને કૌસ દોડી આવ્યો ત્યારે સ્યાવક્ષ ઉપર આળ મૂકયું કે તેણે મારા શરીર પર હુમલો કર્યો અને કપડાં ફાડી નાખ્યા વિગેરે. શાહને તે વખતે સારી સમજ આવી તેથી તેણે તુરત સ્યાવક્ષને તેડાવ્યો અને તેના હાથ સુંઘી જોયા તેના શરીર અને કપડાં સુંઘી જોયા તો તે ઉપરથી કોઈ પણ ખુશબો નહીં આવી. સોદાબેનું શરીર તો કસ્તુરી અને સર્વ જાતની ખુશબોઈથી એવું તો બહેક બહેક થતું હતું કે તેણી કપડાં ઉપર કોઈ હાથ મેલે તો તેથી તેના હાથ પણ શોરમ આપે. તેણે કહ્યું કે જો સ્યાવક્ષે તારાં શરીર પર હુમલો કર્યો હતે તો તેનું શરીર પર ખુશબોઈ અને શોરમ આપતે પણ તેમ તો કંઈ નથી. તેણે જોયું કે સોદાબેએ સ્યાવક્ષ ઉપર ખોટું આળ જોડયું છે તેથી તે તેણીને મારી નાખવાનો વિચાર કરતો હતો. પણ તેવામાં તેને યાદ આવી કે હમાવરાનમાં જ્યારે તેના સસરાએ તેને દગાથી કેદ પકડયો હતો, ત્યારે સોદાબેએ તેની સાથે રહી તેની સેવા બજાવી હતી. તેથી તેણીને મારી નાખવાનો વિચાર વાળ્યો.
(ક્રમશ)

Similar Posts

  • હું છું તમારૂં વહાલુ પારસી ટાઈમ્સ

    હું પારસી ટાઈમ્સ, મારી 10મી સાલગ્રેહમાં મારા વાંચકોનું ભાવભીનું વેલકમ! 30મી એપ્રિલ 2011માં હું અસ્ત્વિમાં આવેલું. મારા જન્મદાતા હતા કેરસી રાંદેરિયા. મારા સ્વાગત માટે પારસી ટાઈમ્સમાં કામ કરતા લોકો તૈયાર હતા. એ વખતે મારો લોગો એટલે કે માસ્ટર હેડ બનાવવમાં સરોશ દારૂવાલાએ ભરપુર રસ દેખાડેલો મને હજુ પણ યાદ છે તેવણ મારા માસ્ટર હેડ પણ…

  • Your Moonsign Janam Rashi This Week –
    23 December, 2017 – 29 December, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. તમારે આજ અને કાલનો દિવસ જ ગુરૂની દિનદશા પસાર કરવાનો બાકી છે. તેથી બે દિવસમાં ઘરવાળાને જરાબી દુ:ખી કરતા નહી. બાકી 25મીથી રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારી તબિયત સારી નહીં રહે પણ ઘરવાળાની સેવા તમારે…

  • પરવરદેગારના શુક્રાના!

    શિરીનને દરરોજ સૂતા પહેલા ડાયરી લખવાની ટેવ હતી. તે દિવસના બધાજ બનાવો તે ડાયરીમાં નોંધતી અને પરવરદેગારનો આભાર માનવાનું નહીં ભુલતી. તેનો દિવસ સારો જાય કે ખરાબ તે મનમાં ફકત સારા જ વિચાર કરતી અને એને મનમાં હતું કે પરવરદેગાર હમેશા તેની મદદ માટે તત્પર રહેતા! એક રાતે શિરીને લખ્યું કે હું ખુબ જ સુખી…

  • શિરીન

    ‘તો શું થઈ ગયુ, મારો ફિરોઝ એ માંગે તેટલી રીત આપવા તૈયાર છે. મારો કેવો લવિંગ ભાઈ છે, ને કોઈ ભાગ્યશાળી છોકરી હશે તે જ મારી ભાભી થશે.’ ને તે ખરેજ સંપીલો ભાઈ બહેનોની ત્રગડી હતી. કંઈબી ચીજ તે બન્ને હમશીરો ને જોઈતી તો તે ભાઈ તરત જ પોતાની માતાની વિ‚ધ્ધ જતા પણ અપાવી દેતો….

  • ઈમ્યુનીટી અને કોવિડ-19

    ડબ્લ્યુએચઓ મુજબ, લગભગ 80% વ્યક્તિઓ કે જે વાયરસને સંકુચિત કરે છે તે ફક્ત મધ્યમ લક્ષણોમાં વિકસિત થાય છે જ્યારે તેમાંથી કેટલાકને કોઈ અસર પણ થતી નથી. બીજી બાજુ, આપણે થોડા ટકા લોકો એવા જોઈએ છીએ જેમને હાઈ બ્લડ પ્રેશર, અનિયંત્રિત ડાયાબિટીસ, મેદસ્વીપણું ધરાવનારા લોકોને આ ચેપની ગંભીર અસરો થાય છે. જ્યારે સુધી આ રસી આપણા…