દરેક ગેહ માંડવાનો વખત

ગયા અંકથી ચાલુ

સૌથી સરસ બંદગી કરવાનો વખત તો પાછલી રાતના લોકલ ટાઈમ 3 વાગાથી તે બામદાદ યાને સુરજ ઉગવાની આગળની 36મીનીટ સુધીનો ઉશહિન ગેહમાં, તેમજ સુરજ ઉગવાની આગલની 36મીનીટ જે હાવનની હોશબામ યાને મહેર ગણાય છે તેમાં માંથ્રવાણી ભણવાનો ઘણોજ ઉત્તમ ગણાયેલો છે, કારણ કે એ વખતે આખા દિવસની ધાંધલ ધરપચની હવામાં થતી ધ્વનીઓની અસરો તદ્દન શાંત પડી જઈ હવામાં કુદરતી જ તએગી=સ્વચ્છ મેગ્નેટીઝમની વાતાવરણ એ ટાઈમે ખાસ પથરાયેલી હોય છે.

પૃથ્વીથી સુરજ કરોડો માઈલો દૂર છે તેથી તેના સ્વા=અણદીઠ કિરણોની રોશની પૃથ્વીપર આવી પુગતા આસરે 9મીનીટ લાગે છે. માટે જો ઘણું જ જરૂરનું કામ હોય તોજ ઉપલે કાયદે ગેહ બદલાયા પછીની તુરતની દસ મીનીટ જવા બાદ કુસ્તી કરી ભણતર ભણવું એટલે કે બપોરના 12-10 એ રપિથ્વન ગેહ તેમજ 3-10એ ઉજીરન ગેહ ન છૂટકે ભણવી. અગાઉથી એટલે બાર વાગા પછી તુરત જો ભણ્યે તો આપણને હાવનનાજ કિરણો મળે, કારણ કે કિરણોને હ્યાં આવી પુગતા તો 9 મીનીટ લાગે છે એટલે તે હાવનનાજ વાસી કિરણો આપણને મળે. આ 12 ને 10 મીનીટના અરસામાં જો હાજતે જવું પડે તો હાવન ગેહ જ પઢવી, તેમજ 3 ને 10 મીનીટના અરસામાં જવું પડે તો આગલીજ ગેહ રપિથ્વન યા બીજી હાવન જે હોય તે ગેહની માત્ર કુસ્તીજ કરવી. ખરો વખત તો ગેહ બદલાયા પછી ઉપર જણાવ્યા મુજબ પુરેપુરી 33 મીનીટ જવા દીધા પછીજ ગેહ સંપુર્ણ મરતબાની થયા પછીજ ભણવાનું શરૂ કરવાનો છે. કારણ કે નવી ગેહના સંપૂર્ણ બદલાતા સ્તોતોને 33 મીનીટ લાગે છે. માટે બનતાં સુધી આ 33 મીનીટ પછી તુરત કુસ્તી કરવી બહુ અસરકારક છે. માત્ર રપિથ્વન અને ઉજીરન ગેહોનેજ આ 10 મીનીટે કે 33 મીનીટે સંજોગ મુજબ ગેહ ભણવાનો કાયદો લાગુ પડે છે કારણ કે હાવન ગેહ તો દરરોજ ખુરશેદ ઉગવાની હમેશા 36મીનીટ અગાઉથી જ શરૂ થતી ગણાય છે. અઈવીસ્ત્રુથ્રેમ ગેહ હમેશા દરરોજ ખુરશેદ અસ્ત પામ્યા પછીની 72 મીનીટ જવા દઈને શરૂ થયેલી ગણાય છે, જ્યારે ઉશહીન ગેહ મધરાતના 12 વાગા પછી 100 મીનીટ જવા દઈને એટલે લોકલ ટાઈમ 1-40 પછીજ ભણવા માટે લેવાનો હોકમ છે, તેથી એ ત્રણ ગેહોમાં ગેહ શરૂ કરવાનો 10 કે 33 મીનીટનો ઉપર જણાવેલો કાયદો લાગુ પડતો નથી.

સવારના સુરજ ઉગવાની 36 મીનીટ અગાઉથી તે 11-20 સુધી પુર્વ દિશા તરફ મોઢું કરી ભણવું. 11-20થી તે બપોરના 12-40 સુધી દક્ષિણ દીશા તરફ મોઢુ કરી ભણવું, કારણ કે આ વખતે સુરજ દક્ષિણ દીશા તરફ રહે છે.  અને એટલો વખત દાદારે-ગેહાનનો ખાસ મુબારક ગણેલો છે. બપોરના 12-40થી સુરજ અસ્ત પામે ત્યાં સુધી પશ્ર્વિમ દીશા તરફ મોઢું કરીને ભણવું. રાતના ચેરાગ (યાને કોપરેલ યા દીવેલ યા ચોખ્ખાં ઘીની બત્તી) યા મહાબોખ્તાર યા ઘેરના, અગિયારીના યા આતશે વરાહરાન (આતશ બહેરામ)ના આતશની સનમુખ ભણવું. અંધારી રાતે ઉપલી કોઈપણ ચીજ ન હોય તો દક્ષિણ દીશા તરફ મોઢું કરી ભણવું. ઉત્તર દીશામાં મહાબોખ્તાર હોય તો ઉત્તર દીશામાં પણ મોઢું કરી ભણી શકાય છે પણ તે સિવાય ઉત્તર દીશામાં મોઢુ કરી કોઈબી જગાએ ફરજિયાત બંદગી કરવાની સખત મનાઈ છે. ખોરશેદ મહેરની નીઆએશ તેમજ યશ્ત સુરજ જ્યાં હોય ત્યાં તેની સન્મુખ કરવી. (ઘણાં લોકો પાક મકાનોમાં આતશની સનમુખ કરે છે તેમ બીલકુલ ભણવું નહીં કારણ કે ખુરશેદ તો કુલ સૃષ્ટિનો શહેનશાહ છે તેથી તેનો કેબલો

સૌથી અવ્વલજ મરતબાનો રહે છે અને આતશબી સામે ખોરશેદ-મહેર કરવી એ ખોરશેદ યઝદને અપમાન કીધા બરાબર છે.

આવાંની નીઆએશ યા યશ્ત પાણીના વહેતા ઝરા, કુવા, નદી અને મહાસાગર સામેજ બનતાં સુધી નજર કરી ભણવું.

આતશની નીઆએશ જેબી આતશ આપણી નજદીક હોય તેની સનમુખ જ ભણવી.

મહાબોખ્તારની નીઆએશ જે દીશામાં ચાંદ ઉગેલા હોય તેની સામે નજર કરી ભણવું પછી ઉત્તર હોય તો કાંઈ નહી.

રપિથ્વન ગેહ ફરવરદીન મહીનાના હોરમજદ રોજથી તે મહેર મહીનાના અનેરાન રોજ સુધી તાબેસ્તાનના 7 મહીના ભણાય છે. પછીના ઝમેસ્તાનના 5) મહીના એટલે આવા મહીનાના હોરમજદ રોજથી તે છેક છેલ્લા વહીશ્તોઈશ્ત ગાથા સુધી બીજી હાવન એટલે સવારના જે હાવન ગેહ ભણીયે છીએ તેજ પાછી બપોરના બીજી હાવન ગેહ તરીકે 3 વાગા સુધી ભણવી.

ફ્રવરદીન મહીનાના હોરમજદ રોજેજ બપોરના રપિથ્વન ગેહની શરૂઆત થાય છે કે જે દિવસે રપિથ્વન ઈજવાનો અસલમાં હોકમ છે. હાલમાં ક્રિયાકામ કરનારા મોબેદો આમ યાને સાધારણ લોકોની રપિથ્વનની યજશ્ને ફ્રવરદીન મહીનાના અરદીબહેશ્ત રોજે ઈજે છે જે તદ્દન બર-વકત યાને ખરા વખતથી ઉલટુ છે, જો કે મોબેદો પોતાની ક્રિયા તો હોરમઝદ રોજની રપિથ્વનથી કરે છે.

Similar Posts

  • વહાલી જાનેજીગર દીકરીનો હક

    અડધી રાતે પપ્પાને હાર્ટએટેક આવ્યો અને એ પણ જ્યારે મોટાભાઈ શહેરની બહાર અરે! રાજયની સીમાથી પણ બહાર હતા ઘરમાં મમ્મી અને ભાભી બે જણ હાજર, બાળકો તો ડઘાઈ, ગભરાઈને કોઈ ખૂણામાં ઉભા રહ્યા હતા એ કટોકટીની ઘડીમાં મમ્મીએજ પોતાને ફોન કરીને તાત્કાલિક બોલાવી હતી ને! વાત પૂરી થઈ કે તરત જ પતિને જગાડીને હકીકતથી વાકેફ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25 August, 2018 – 31 August, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમે નાણાકીય બાબતમાં પરેશાન નહીં થાવ. બુધની કૃપાથી આવકમાં વધારો થવાના ચાન્સ છે. તમે તમારી બુધ્ધિ વાપરીને પારકાને પોતાના કરી લેશો. તમારા કામને જલ્દી પૂરા કરવા માટે સાથે કામ કરનારનો સાથ મળી જશે. બીજાને સમજાવી શકશો. નાનું ઈનવેસ્ટમેન્ટ…

  • Consecration Of Our Sacred Fires

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times Reporter, Jamshed Arjani catches up with Er. Dr. Ramiyar Karanjia who has kindly consented to answer questions from our readers, about the consecration and sanctity of our Pak Atash Padshah Sahebs. [/otw_shortcode_info_box] . Reader’s Query: Sir, why are four kinds of Fire required to consecrate Pak Atash Padshah in an Adarian…

  • Adar Poonawalla Attributes India’s Low Covid Cases To Choosing Right Vaccine

    On 4th April, 2022, Adar Poonawalla, the CEO of Serum Institute of India (SII), the world’s largest producer of vaccines by volumes and the leading provider of the anti-Covid vaccine, Covishield, said that India’s current low number of active coronavirus cases could be attributed to the fact that it opted for the right vaccine for…

  • અલિ શાહજાદી સાથે પરણ્યો!!

    ત્રણે શાહજાદાઓએ સુલતાનની દલીલ સાંભળી લીધી. તેમને પણ લાગ્યું કે આહમદે શાહજાદીનો જાન બચાવ્યો કરો, પણ અલિની દૂરબીન વગર તે તેની માંદીગીની વાત જાણી જ કેમ શકતે? અને વાત જાણી, દવા પાસે છતાં શાહજાદી બહુ દૂર હોવાથી હુસેનના ગાલીચા વગર આંખના પલકારામાં શાહજાદીને બચાવવા આવી પણ કેમ શકાત? તેથી તેઓ ત્રણેએ બીજી પરીક્ષા આપવા કબૂલ…

  • Beyond Meat…

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. His mission…