શું તમે તમારા સંબંધની કદર કરો છો?

સંબંધ અને ઝાડના છાડવા બન્ને એક જેવા હોય છે જો તમે એને સંભાળવાનું ભૂલી જાઓ તો બન્ને સુકાઈ જાય છે.
મોડી રાતના કોઈપણ જાતની કટકટ વગર મારા મનપસંદનું શાક બનાવી મારી રાહ જોતી મારી મમ્મીની કીંમત મને ત્યારે સમજમાં આવી હતી. મે કેટલું સહેલાઈથી કહી દીધું કે હું બહારથી જમીને આવ્યો છું. આજે નોકરીના લીધે હું ઘરથી પહેલીવાર દૂર આવ્યો છું. પોતાના કપડા જાતે ધોઈ રહ્યો છું અને દરરોજ જમવાનું બહાર કાચુ-પાકું જમી રહ્યો છું, ત્યારે સમજાયું માની રાહ જોવાની આદત અને પછી મે આપેલો જવાબ એને કેવો લાગ્યો હશે. પરંતુ તેણે મને કોઈ દિવસ ફરિયાદ નથી કરી. આ વખતે સૌ પ્રથમ ઘરે જઈને માની માફી માંગીશ. આમ કહેતા જેહાનની આંખો ભીની થઈ ગઈ. અસલમાં પોતાની આસપાસ સુવિધા અને સુરક્ષામાં રહેતા લોકો પોતાના કમ્ફર્ટ જોનમાં રહેતા હોય છે તમે હમેશા એમના પ્રયાસોને નજર અંદાજ કરતા હો છો કે આ તો તેમનું કર્તવ્ય છે. આવું જ એક સાદુ ઉદાહરણ પતિનું પણ હોઈ શકે છે. જેમની પત્ની વરસોથી તેમની દિનચર્યાનો હિસાબ જે જમવાનું બનાવી આપવાથી ઓફિસના માટે કબાટમાંથી કપડાં કાઢી આપવાથી હાથમાં ટિફીન સાથે રૂમાલ આપવા સુધી કરતી હોય છે. દર મહિને આપેલા પૈસામાંથીજ ઘર ચલાવતી બાળકોને સ્કુલમાં મૂકવા અને સાથે લાવવાના કાર્યની સાથે લાઈટનું બીલ ભરતી પત્ની કોઈને ફરિયાદ નથી કરતી. પતિને પણ ત્યારે પોતાની પત્નીની કદર નથી હોતી.
અને આ માટે કોઈ કોઈ વાર દાળમાં મીઠું વધારે કે ઓછું હોય, શર્ટનું બટન નથી સિવ્યું જેવું બોલીને ઓફિસનો ગુસ્સો પત્ની પર ઉતારતા હોય છે. સાંભળવાની શક્તિ ઓછી થઈ જતા વૃધ્ધ પિતાનું જોરથી બોલવાનું તમારી ચીઢનું કારણ બની શકે છે. પણ તમે એ જ ભુલી જાવ છો કે એ પિતા છે જે તમને તાવ આવતા આખી આખી રાત તમારી પાસે બેસે છે. તમારી દરેક જરૂરત પૂરી કરે છે.
શું મતલબ છે જ્યારે સમય જતો રહે છે પછી તમને તમારા લોકોની કદર કરો છો. ત્યારે કોઈ મતલબ નથી રહેતો. આજથી જ નકકી કરો ઘરમાં મમ્મી, પપ્પા, ભાભી, બહેન, ભાઈ તમારા ઘરમાં કામ કરતા તમારા નોકરો પણ કેમ ના હોઈ તેમનો આભાર જરૂર માનજો.

Similar Posts

  • In Line With The Truth

    BPP Trustee Kersi Randeria Rubbishes False Claims By Phiroze Amroliwalla And Shares Facts . Over the last week, I have received a number of queries and requests from community members as regards the malicious and unfounded lies being spread about me, by a certain Phiroze Amroliwalla, in a Sunday-rag which surely qualifies as the torch…

  • ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

    ગુશ્તાસ્પે પોતાના બાપ લોહોરાસ્પ પાસે તખ્ત માંગવુ બાપની શીખામણના આ શબ્દોથી ગુસ્સે થઈ ગુશ્તાસ્પ દરબાર છોડી ચાલી ગયો. ત્યાંથી તે થોડાક સેપાહોને સાથે લઈ હીન્દુસ્તાન તરફ નીકળી ગયો. લોહરાસ્પને એ બાબે ખબર પડી ત્યારે તે ઘણો દલગીર થયો અને પોતાના બીજા બેટા જરીરને તેની પાછળ મોકલી ગુશ્તાસ્પને પાછો તેડાવ્યો. વળી થોડા વખતમાં ઉપલાજ ખ્યાલથી ગુસ્સે…

  • Caption This – 25th February

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 1st March 2023. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…