હાઇટેક યુગમાં દાદા-દાદીની વાર્તાઓ વિસરાઇ

‘ચાલો ચિન્ટુ બેટા ઉંઘવાનો સમય થયો હવે રમવાનું છોડો અને હાથ-પગ ધોઇ ઘરમાં આવો…’ દાદીમાનો વહાલયભર્યો અવાજ સંભળાતો અને હરખાતો, મલકાતો ચિન્ટુ ઘરમાં દોડી આવતો, હાથપગ ધોઇને પહોંચી જતો દાદીમાના ખોળામાં અને કાલી ભાષામાં કહેતો
‘દાદીમા….દા…દી..મા મને વાલતા (વાર્તા) કહો ને ?”
અને દાદીમા ‘એક હતો ચકો અને એક હતી ચકી’ કહી વાર્તાનું કથન કરતા ચકાભાઇથી હાથીભાઇ અને પરીઓના દેશ સુધીની વાર્તા સાંભળતા સાંભળતા નાનકડો ચિન્ટુ આરામથી નિંદ્રાધીન થતો.
આ દ્રશ્યો બે દાયકા પહેલા ના છે. જમાનો ફાસ્ટ બનતા દાદા-દાદી સાથેનું સંયુક્ત પરિવાર વિભક્ત થતા આજનો ચિન્ટુ હવે મમ્મી પપ્પાની જોડે રહેવા લાગ્યો છે. તેથી તેનું વાતાવરણ પણ વિસરાવા માંડયું છે. કારણ મમ્મી પપ્પા મોંઘવારીના ચક્રવ્યુહમાં કમાવા માટે દોડતા હોઇ સાંજે થાકીને લોથપોથ થઇ ઘરે આવે ત્યારે ચિન્ટુભાઇને હાથીભાઇ કે ચકાભાઇથી રૂબરૂ કરાવી શકતા નથી. તેથી મોબાઇલ ફોન કે કોમ્પ્યુટર પર ગેમ્સ કે કાર્ટુન ફિલ્મ જોવા બાળકને પ્રેરે છે.
મોબાઇલ અને વોટસ એપ કે ફેસબુકના જમાનામાં ફેસ ટુ ફેસ બદલે આ ‘ઇલેકટ્રોનિક્સ ડિવાઇસીસ’ દ્વારા વાતો કરવાનું સહુ પસંદ કરવા લાગ્યા છે. ત્યારે કયા કથનનું પંચ તંત્ર, ચકા ચકી, અકબર બિરબલ, મિયાં ફુસકી જેવા અમર પાત્રો દાદા-દાદી કે
નાના-નાનીના બોખલા મોઢામાંથી રસસભર રીતે સાંભળવાનું શક્ય બનતું નથી.
એમ જોવા જઈએ તો આધુનિકતાના પ્રભાવ હેઠળ વાર્તા હજુ સાવ વિસરાઇ નથી કેટલાક સંવેદનસભર યુવાનોએ ફેસબુક પર વાર્તા લખવાનું શરૂ કર્યું છે. એક જમાનામાં વાર્તાઓને પુસ્તકો દ્વારા સાચવવામાં આવતી. ત્યારે આવા આધુનિક સાધનો ન હતા તેથી એક ગૃપ ભેગુ મળીને આમને સામને આ રીતે વાર્તા લખતા હતા.

Similar Posts

  • કેરીનો છુંદો

    સામગ્રી: કેરી 1કિલો, ખાંડ 750 ગ્રામ, મીઠું, હળદર પ્રમાણસર, જીરૂં 1 ચમચી, મરચું 1 ચમચો, તજનો પાઉડર અડધી ચમચી, એલચીનો પાઉડર અડધી ચમચી. રીત:  કેરીને ધોઇને છોલી નાખો અને છીણી લો. તેને મીઠું અને હળદરમાં ચોળી લો. દબાવીને પાણી કાઢી નાખો. જેટલી છીણ થાય તેનાથી દોઢ ગણી ખાંડ લો અને કેરીની છીણમાં મિક્સ કરો. હવે…

  • વરસોની જૂની પરંપરાની નવસારીએ ઉજવણી કરી

    આપણી સંસ્કૃતિઓમાં વરસાદને પ્રસન્ન કરવા અને ચોમાસું સા‚ં બેસે તે માટે અલગ અલગ પરંપરાઓ, રીતો હોય છે. વરસાદને પ્રસન્ન કરવા પારસી પરંપરા મુજબ નવસારીના પારસી યુવાનો ત્યાંના રહેવાસીઓ પાસે જઈ કાચા ચોખા, દાળ, તેલ, ઘી અને પાણી એકઠું કરે છે. આ બધી સામગ્રી જ્યારે જમા થાય છે ત્યારે તેઓ ગાય છે ‘ઘી ખીચડીનો પૈસો, ડોરિયાનો…

  • એસઆઈઆઈએ કોવિશિલ્ડ રસીઓની પ્રથમ બેચ રવાના કરી

    કોરોના વાઈરસ વિરોધી લડત સામેના નિર્ણાયક તબક્કામાં ભારતના પ્રવેશની નિશાની, રાષ્ટ્ર અને આપણા સમુદાય માટે ખરેખર ગૌરવની ક્ષણ હતી, કેમ કે 12મી જાન્યુઆર 2021ના રોજ કોવિશિલ્ડ રસીથી ભરેલી ત્રણ ટ્રક રસી રસી બનાવનાર પાસેથી એરપોર્ટ માટે રવાના કરવામાં આવી હતી. કોવિશિલ્ડ રસી ડોઝ, જે દેશના વિવિધ સ્થળો પર રોડવે અને હવાઈ માર્ગે મોકલવામાં આવ્યા, શરૂઆતમાં…

  • આહારમાં ઉપરથી કાચું તેલ!

    ઘણી વ્યક્તિઓ આહારમાં, ઉપરથી કાચું તેલ લેતી હોય છે! પ્રશ્ર્ન થાય કે શા માટે? તો એનો ઉત્તર છે કે…કાચું તેલ વાસ્તવમાં વાયુનાશક છે. જે આહાર વાયડો એટલે કે, વાયુ કરી શકે તેવો હોય તેવા જ આહારમાં સામાન્ય રીતે, કાચું તેલ નાખી એ ખવાય છે! ચોળા-વાલ-વટાણા- ઢોકળી-ખમણ-ઢોકળા-બાફેલા મૂઠિયાં- ખારી રાબ વગેરે સામાન્ય રીતે વાયુ કરે છે…