આપ જાણો છો ગણેશ પ્રતિમાનું વિસર્જન કેમ કરવામાં આવે છે ?

ભગવાન શ્રી ગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવ્યા છે. દરેક મંગલ કાર્યમાં તેમને સૌથી પહેલા મનાવવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથો મુજબ મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશ ચતુર્થી સતત દસ દિવસો સુધી મહાભારત કથા ભગવાન શ્રી ગણેશને સંભળાવી હતી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવીને એવી) જ લખી હતી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ કરી રાખી હતી. તેમને ખબર જ ન પડી કે કથાનો ગણેશજી પર શુ પ્રભાવ પડી રહ્યો છે.

જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયુ કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીનુ તાપમાન ખૂબ વધી ગયુ હતું. તેમને તાવ આવી ગયો હતો.

મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઈ જઈને ડુબકી લગાવડાવી જેનાથી તેમના શરીરનું તાપમાન ઓછું થયુ.

એવુ કહેવાય છે કે ભગવાન ગણપતિ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી એ જ મૂર્તિમાં સગુણ સાકાર રૂપમાં સ્થાપિત રહે છે. જે મૂર્તિને ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે.

ગણેશ સ્થાપના પછી 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીન રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે.

ગણપતિ બાપ્પા સાથે જોડાયેલ મોરયા નામની પાછળ ગણપતિજીનુ મયૂરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિજીનું આહ્વાન કર્યુ. સિંધુનો સંહાર કરવા માટે ગણેશજીએ મયૂર વાહન પસંદ કર્યુ અને છ ભુજાઓનો અવતાર ધારણ કર્યો. આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપ્પા મોરિયાના જયકારા સાથે કરે છે.

Similar Posts

  • Caption This – 14th November

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 18th November, 2020. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • હોરમઝદ યશ્ત

    યશ્ત સિરિઝ ભાગ-1 આજથી, હું તમને જોડાવા માટે આમંત્રણ આપું છું, કેમ કે હું ખોરદેહ અવેસ્તામાં વહેંચાયેલા અદભુત ઉપદેશોમાંથી પસાર થઈ રહી છું, જે વર્ષ 1902માં છાપવામાં આવ્યું હતું, હા, 100 વર્ષ પહેલાં! આ ઉપદેશો, વાર્તાઓ અને નોંધોના લેખિકા દીનબાઈ સોહરાબજી એન્જિનિયર હતા. આ પુસ્તક આપણી પ્રાર્થનાની વિવિધ શક્તિઓ પર અજવાળું ફેંકે છે અને આ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    22 September, 2018 – 28 September, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ગઈકાલથી શનિની દિનદશા શરૂ થયેલી છે. 27મી ઓકટોબર સુધી તમે તમારા રોજબરોજના કામ સરખી રીતે નહીં કરી શકો. ચિંતા વધવાથી તબિયત ઉપર અસર પડી જશે. શનિ એકબાજુ પૈસા બચાવી લેશે ત્યાં બીજી જગ્યાએ ચાર ગણો ખર્ચ કરાવશે. તમને સાંધાના દુ:ખાવો, સ્ત્રી ઈન્ફેકશનથી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25th June – 31st July, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે. આજથી તમે તમારા બધાજ કામ બુધ્ધિબળ વાપરી કરવામાં માનશો. જે પણ કમાશો તે કરકસર કરી બચાવશો. નવા કામ મેળવવામાં સફળ થશો. થોડી ભાગદોડ કરવાથી અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. કોઈ સારા સમાચાર મળશે. આજથી દરરોજ…

  • Khojeste Mistree Enlightens Youth On Religion At ZTFE

    One of our community’s most respected religious scholars, revered as the encyclopaedia on Zoroastrian religion and culture, Khojeste Mistree, recently held a four hour session with teenagers and adults in London, on ZTFE’s (Zoroastrian Trust Funds of Europe) repeat invitation, at the request of parents, keen on enlightening their children about our faith. He shared…