કબીરના ધૈર્યની સુંદર કથા ‘સાડીના ટુકડા’

એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જોઈએ તેને ગુસ્સો કેમ નહી આવે? તેમાં એક છોકરો બહુ ધનવાન માતા-પિતાનો પુત્ર હતો. એ ત્યાં પહોંચીને બોલ્યો આ સાડી કેટલાની આપશો?
વણકરે કીધું, દસ રૂપિયાની, ત્યારે છોકરો તેમને ખીંજાવવાના ઉદ્દેશ્યથી સાડીના બે ટુકડા કરી નાખ્યા અને એક ટુકડા હાથમાં લઈને બોલ્યો. મને આખી સાડી નહી જોઈએ, અડધી જોઈએ. તેનું શું કીમત લેશો. વણકરે શાંતિથી કીધું, પાંચ રૂપિયા, છોકરાએ તેના પણ બે ટુકડા કરી નાખ્યા અને પછી કીમત પૂછ્યું. વણકર અત્યારે પણ શાંત જ હતો. તેને જણાવ્યું અઢી રૂપિયા. છોકરો આ રીતે સાડીના ટુકડા કરતો ગયો. અંતમાં બોલ્યો, હવે મને આ સાડી નહી જોઈએ. આ ટુકડા મારા શું કામના વણકરે શાંત ભાવથી કીધું, ‘દીકરા, હવે આ ટુકડા તમારા શું, કોઈના પણ કામના નહી રહ્યા. હવે છોકરાને શરમ આવી તો તેણે માફી માંગતા કહ્યું ‘મેં તમારૂં નુકશાન કર્યું છે. તેથી હું તમારી સાડીની કીમત આપું છું.’
વણકરે કીધું જ્યારે તમે આ સાડી લીધી જ નહી તો હું તારાથી પૈસા કેવી રીતે લઈ શકું છું.
છોકરામાં અભિમાન જાગ્યું અને એ કહેવા લાગ્યો કે ‘હું બહુ અમીર છું, તમે ગરીબ છો હું તમને રૂપિયા આપીશ તો મને કોઈ તફાવત નહી પડે. પણ તમે આ ઘાટો કેવી રીતે સહેશો અને નુકશાન મેં કીધું છે તો ઘાટો પણ મારે જ પૂરો કરવો જોઈએ. વણકરે કીધું, ‘તમે આ ઘાટો પૂરો નહીં કરી શકો, વિચારો, ખેડૂતે કેટલું શ્રમ કર્યુ હશે જ્યારે આ કપાસ ઉગી હશે પછી મારી પત્નીએ તેમની મેહનતથી તે કપાસને વણીને સૂત બનાવ્યું. પછી મે તેને રંગ્યું અને વણ્યું. આટલી મેહનત ત્યારે સફળ થતે જ્યારે કોઈ વ્યક્તિ આને પહેરી શકતે તેનાથી લાભ ઉઠાવતે, તેનો ઉપયોગ કરતે પણ તમે તેના ટુકડા-ટુકડા કરી નાખ્યા આ ઘાટો હવે તમે પણ પૂરો નહીં જ કરી શકો. વણકરની આવાજમાં આક્રોશની જગ્યા ખૂબ દયા અને સૌમ્યતા હતી.
છોકરો શરમથી પાણી-પાણી થઈ ગયો. તેમની આંખો ભરી આવી અને એ તે વણકરના પગમાં પડી ગયો. વણકરે ખૂબ પ્રેમથી તેને ઉઠાવીને તેની પીઠ પર હાથ ફેરતા કીધું, ‘દીકરા, જો હું તમારાથી આ રૂપિયા લઈ લેતે તો મારું કામ તો થઈ જતે પણ તારા જીવનની એ જ હાલત થતે જે આ સાડીની થઈ. કોઈને પણ તેનાથી લાભ નહી થતે. સાડી તો એક ગઈ, હું બીજી બનાવી લઈશ પણ તારૂં જીવન એકવાર અહંકારમાં નષ્ટ થઈ જતે તો બીજું ક્યાંથી લાવ્યા હોત? તમારો આ પશ્ર્ચાતાપ જ મારા માટે બહુ અમૂલ્ય છે.
વણકરના ઉંચા વિચારથી છોકરાનું જીવન બદલાઈ ગયું અને આ સંત બીજા કોઈ નહી કબીર સંતદાસજી હતા..

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *