મટકી તોડી ઉજવાતો તહેવાર જન્માષ્ટમી

શ્રી કૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો આ તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
હિંદુઓ શ્રી કૃષ્ણના જન્મદિનને જન્માષ્ટમી તરીકે ઉજવે છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી હોય છે. લોકો ઘરમાં પણ શ્રી કૃષ્ણનું ગોકુળિયું સજાવે છે આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી-જુદી વાનગીઓનો ભોગ કે 56 ભોગ લગાવે છે. દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી હોય છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે.
શ્રી કૃષ્ણ માતા દેવકી અને વાસુદેવના પુત્ર છે. જેનો જન્મ મથુરામાં રાત્રે 12 વાગ્યે કારાગૃહમાં થયો હતો. કૃષ્ણ દેવકીની આઠમી સંતાન હતી જેને કંસ મારી નાખવાનો હતો એ ડરથી વાસુદેવ શ્રી કૃષ્ણને યમુના નદી પાર કરીને કૃષ્ણને નંદરાય અને યશોદા પાસે મૂકી આવ્યા હતા. જે કથા પ્રચલિત છે.
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તેથી રાત્રે 12 વાગ્યે મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો શ્રી કૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી
કરે છે.
આ દિવસે શહેરના રસ્તાઓ પર મટકી ફોડ પ્રતિયોગિતા પણ રાખેલી હોય છે. મુંબઈની ગલીઓમાં ઠેર ઠેર મટકી બાંધવામાં આવે છે અને ટોળકીમાં આવેલા છોકરાઓ તે મટકી ફોડે છે અને આસપાસના લોકો તેઓ પર પાણી અને ફુગ્ગાનો વરસાવ કરે છે તે દ્રશ્ય ખરેખર જોવા જેવુ હોય છે. આખો દિવસ ‘ગોવિંદા આલા રે આલા’ જેવા ગીતો સાંભળવા મળે છે. શ્રી કૃષ્ણને માખણ ખાવાનો ખુબ શોખ હતો. તેમના ઘરમાં માખણના માટલા ભરેલા હોવા છતાં તે તેના બાળમિત્રોને લઈ બીજાના ઘરમાં ચોરીથી ઘૂસી મટકી તોડી માખણ ખાતા અને તેના સ્વરૂપે આજે મટકી તોડવાની પ્રથા પ્રચલિત છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *