રિધ્ધી સિધ્ધીને પરણતા ગણેશ

હિંદુ પુરાણોમાં વર્ણન કર્યુ છે ભગવન ગણેશને બે પત્નીઓ છે રિધ્ધી-સિધ્ધી. એમની સાથેના લગ્નની કથા તો વધુ જ રૂચી અપાવે તેવી છે. ભગવાન શિવ અને માતા પાર્વતી બન્ને ગણેશની સેવાથી ખુશ હતા. તારકાસુરના વધ પછી પુત્ર કાર્તિકનો જન્મ થયો. જેમને આપણે સુબ્રહ્મણ્યના નામથી પણ ઓળખીયે છીએ.

જ્યારે બન્ને બાળકો મોટા થઈ ગયા તો શિવ-પાર્વતની તેમના લગ્નની ચિંતા થવા લાગી એ લોકો ચાહતા હતા કે તેમના લગ્ન સમય પર થઈ જાય. લગ્નની બાબતમાં બન્ને બાળકો ઝઘડવા લાગ્યા અને બન્નેના ઝઘડાનો અંત લાવવા શિવ અને પાર્વતીએ યોજના બનાવી. તેમણે તેમને જણાવ્યું કે અમે બન્ને તમને એક સરખો પ્રેમ કરીએ છીએ. તમારા બન્નેમાંથી સૌથી પહેલા લગ્ન કોણ કરશે તે માટે અમે સ્પર્ધા રાખી છે. તમારા બન્નેમાંથી પૃથ્વીનું ચકકર જે પહેલા મારીને આવશે તેના લગ્ન જ પ્રથમ કરવામાં આવશે. આ સાંભળતાંજ કાર્તિક પોતાના વાહન મોરને લઈને નીકળી પડયો. પરંતુ ગણેશ જેમને બુધ્ધિના દેવ પણ કહેવામાં આવે છે. તેમણે પોતાના માતા-પિતાને સાથે બેસાડયા અને તેમની પ્રદક્ષિણા ફર્યા. પ્રદક્ષિણા પૂરી કરી આ તરફ કાર્તિક પણ આવી ગયો. હવે કાર્તિક કહેવા લાગ્યો કે ‘તે પૃથ્વીની પ્રદક્ષિણા ફરી પહેલા આવ્યો છે તેથી તેના લગ્ન પહેલા થવા જોઈએ.’ આ તરફ ગણેશજીએ જણાવ્યું કે વેદો અનુસાર આપણા માતા-પિતા જ આપણી દુનિયા હોઈ છે તો શરત મે જીતી છે એટલે પહેલા મારા લગ્ન થશે. આ સાંભળી શિવ અને પાર્વતી ખુશ થઈ ગયા અને તેમણે ગણેશના લગ્ન પહેલા કરવાનું નકકી કર્યુ. આ સાંભળી કાર્તિક મનસા નદી પાસે ક્રુંચા શ્રેણી તરફ નીકળી ગયા.

હવે એ તો નકકી થઈ ગયું કે ગણેશના લગ્ન પહેલા થશે પરંતુ તેમના હાથીના મોઢા અને સુંઢને લીધે તેમની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહોતું. આથી તેમનો ગુસ્સો વધતો જતો હતો. હવે તેમણે બીજાઓના લગ્નમાં વિઘ્ન નાખવાના શરૂ કર્યા. તે પોતાના ઉંદરને દર ખોદવા કહેતો અને તે દરમાંથી જ તે બીજાઓના લગ્નમાં પહોંચી જતા. દેવતાઓની મુશ્કેલીઓ વધી જવા પામી અને તેઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ બે સ્ત્રીઓનું સર્જન કર્યુ જેમનું નામ રિધ્ધિ-સિધ્ધિ હતું અને તેમના લગ્ન ગણેશ સાથે કરવામાં આવ્યા. આ બાદ તેમને બે પુત્ર થયા જેમનું નામ શુભ અને લાભ રાખવામાં આવ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *