સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

સીઆવક્ષ પોતાની સાવકી માતા સોદાબેના ફરેબથી કંટાળેલો હતો. વળી તેના બાપ કૌસે પહેલે તેના તરફ શક દેખાડયો હતો તેથી તે નાખુશ થયો હતો. તેથી જ્યારે અફ્રાસીઆબે ઈરાન ઉપર હુમલો લાવવાની તૈયારી કીધી, ત્યારે તે તકનો લાભ લઈ તેણે પોતાનું વતન છોડી બહાર લડાઈપર જવા માંગ્યું. કૌસે તેને રૂસ્તમની સાથે લડાઈ પર મોકલ્યો. તેણે લડાઈમાં ફત્તેહ મેળવી. અફ્રાસીઆબે પોતાની હાર કબૂલ કરી સુલેહ કરવા માંગી અને ઈરાન પાસે જે મુલકો તેણે જીતી લીધા હતા તે સઘળા પાછા આપ્યા. સીઆવક્ષે રૂસ્તમની સલાહથી એ શરત કબૂલ રાખી સુલેહ કીધી. કૌસ પાદશાહને એ વાતની ખબર પડી ત્યારે તે સીઆવક્ષ ઉપર ગુસ્સે થયો કે તેણે સુલેહ કરવી નહીં, તેથી તેણે તેની ઉપર હુકમ મોકલ્યો કે સુલેહના કરારો રદ્દ કરી તેણે તુરાનના મુલક પર હુમલો કરી તે જીતી લેવો. એ જાણી સીઆવક્ષ કફોડી હાલતમાં આવી પડયો. તે જો તુરાન ઉપર લડાઈ લઈ જાય છે તો અફ્રાસીઆબને આપેલો સુલેહનો કોલ તૂટે છે. તે જો તેમ કરતો નથી તો બાપની વધુ ઈતરાજીમાં આવી પડે છે અને તેના કહેવા પ્રમાણે જો બીજા ઈરાની સરદારને લશ્કરની સરદારી સોપી દે પાછો ઈરાન ફરે છે, તો બાપની ઈતરાજી અને સાવકી માતાની દુશ્મની વચ્ચે તેને રહેવાનો સંભવ છે.
આવી હાલતમાં પોતાને આવી પડેલો જોઈ તેણે વિચાર કર્યો કે તેણે અફ્રાસીઆબ સાથનો કોલકરાર તોડી તેની સાથે વધુ લડાઈ કરવી નહીં તેમજ પોતાને ઈરાન વતન પાછું કરવું નહીં પણ વતનથી વેરાગ પકડી, તુરાનમાંજ કેથે મકાન કરી રહેવું. પોતાના ઈરાની મદદનીશ સરદારોની સાથે એ બાબે મસલત કરી તેણે ઈરાન તરફથી આવેલા શાહજાદા તુસને પોતાનાં લશ્કરની સરદારી સોપી દીધી અને પાદશાહ અફ્રાસીઆબ ઉપર પેગામ મોકલ્યો અને પોતા ઉપર વીતેલી સઘળી હકીકત કહીને તુરાનના મુલકમાં રહેવાની પરવાનગી માંગી. પાદશાહ અફ્રાસીઆબે એ પેગામ જાણી પોતાના વજીર પીરાનની સલાહ લીધી અને પછી સીઆવક્ષને પોતાના મુલકમાં માનઅકરામ અને ઈજતથી રાખવાની ખુશી દેખાડી. સીઆવક્ષ તુરાનના મુલકમાં ગયો. ત્યાં પહેલે પીરાને અને પછી પાદશાહ અફ્રાસીઆબે પોતે આવકાર દીધો અને ઘણા આરામ અને રાહતથી રાખ્યો. (ક્રમશ)

Similar Posts

  • Meet Jehaan…

    A hot Sunday morning had Jehaan Irani lounging on his balcony in his sudreh and shorts, watching Rusi uncle having a go at Saam Screwvala in the middle of the colony lane. ‘Having a go’ is perhaps putting it a bit mildly – the former was lobster-red in the face, possibly on the verge of…

  • |

    The WZCC Global Conclave – 2020

    The globally renowned WZCC – World Zarathushti Chamber of Commerce – known for its service to our Community, held its 4-day (from January 2 to 5, 2020) ‘Global Conclave 2020’ celebration, marking the completion of nineteen fruitful years, at a glittering event in Lonavala, Maharashtra. Known to successfully promote Zoroastrian entrepreneurs and business, the WZCC…

  • ન જાણ્યું જાનકી નાખે

    ‘ચાલોને હવે આપણે અમરિકા જઈએ ‘શાહ સાહેબના પત્ની દિવ્યાબહેને પતિ સામે જોઈને માગણી મૂકી. તમે તો કહેતા હતા કે રિટાયરમેન્ટ પછી આપણે અમેરિકા બહેનના ઘરે જ રહીશું. ‘જઈશું’ શાહ સાહેબે પત્નીની માગણીને સ્મિતના થાળમાં મૂકીને પાછી વાળી, ‘પણ સમય આવે ત્યારે સમય તો આવી ગયો. દિવ્યાએ કહ્યું તમે રિટાયર્ડ થયા અને બે વરસ વીતી પણ…

  • From the Editors Desk

    Dear Readers, The festive season is always the best part of the year, especially for our small but fun-loving, close-knit community. A large number of our ‘vhalas’ – relatives and loved ones – return and converge in Aapru Bombay to partake in all the festivities – from lagans and navjotes to some of the very…

  • |

    ખેલો ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગમાં ફ્રિયા જીજીનાએ ગોલ્ડ મેડલ જીત્યો

    દક્ષિણ મુંબઈની કેસી કોલેજમાં સ્પોટર્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટમાં બી.વીઓસી.નો અભ્યાસ કરતી ફ્રિયા ખુશનૂર જીજીનાએ દેશની રાજધાની – નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા નેશનલ વુમન્સ લીગમાં જુનિયર, અંડર-70 કિગ્રા વર્ગમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતીને સમુદાયને ગૌરવ અપાવ્યું હતું. 20 થી 23 ઓક્ટોબર, 2022 દરમિયાન ભારતના જુડો ફેડરેશન દ્વારા આયોજિત ખેલો ઈન્ડિયા વિમેન્સ…

  • સફળ જીવન

    એક દીકરાએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, આ ‘સફળ જીવન’ શું હોય છે? પિતા દીકરાને પતંગ ઉડાડવા માટે લઈ જાય છે. દીકરો પિતાને ધ્યાનથી પતંગ ઉડાડતાં જોઈ રહ્યો હતો. થોડા સમય પછી દીકરો બોલ્યો: ‘પપ્પા, આ દોરાના લીધે પતંગ વધારે ઊંચે નથી જઈ શકતો, શું આપણે આ દોરાને કાપી નાખીએ! આ વધારે ઊંચે ચાલી જશે.’ પિતાએ…