ચંદનનો બગીચો

એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ5હારમાં આપી દીધો.

આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું, તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો. ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો.

એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી 5સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં લુહાર અમીર બની ગયો હશે, પરંતુ રાજાને લુહારની હાલત 5હેલાંના જેવી જ જોઇને ઘણી જ નવાઇ લાગી.

તમામ હકીકતથી વાકેફ થયા બાદ રાજાએ લુહારને પૂછ્યું કે: ‘ચંદનના લાકડાનો કોઇ ટુકડો તારી પાસે બચ્યો છે..?’

ત્યારે લુહારે કહ્યું કે: ‘મહારાજ..! મારી કુહાડીનો હાથો જ બચ્યો છે.’

બાદશાહે તેને ચંદનના વેપારી પાસે મોકલ્યો.

લુહારને આ નાનકડા ચંદનના ટુકડાના ઘણા પૈસા મળ્યા.

તે પસ્તાવાથી ઘણું જ રડવા લાગ્યો. તેને બાદશાહને આવો બીજો બગીચો ઉ5હારના રૂ5માં આપવા વિનંતી કરી.

ત્યારે રાજાએ જવાબ આપ્યો કે: ‘આવો ઉ5હાર વારંવાર મળતો નથી.’

આપણા બધાનું જીવન આ લુહારના જેવું જ છે. માનવ જીવનના મૂલ્યની ખબર ત્યારે જ 5ડે છે કે જ્યારે જીંદગીના અંતિમ શ્ર્વાસ ચાલી રહ્યા હોય છે અને ત્યારે  પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે: ‘હે પ્રભુ..! થોડો વધુ સમય મને આપો.’

પરંતુ ત્યારે સમય મળી શકવો સંભવ હોતો નથી.

માટે હે માનવ: આવો સુંદર મનુષ્ય ભવ મળ્યો છે ત્યારે તું તારા આત્મા ને જાણી લે તે અનંત ગુણો થી ભરેલો  છે

તેનો અનુભવ કર, તેને ભુલ નહી, તેની કીમત ભુલીને તુ તારો અમુલ્ય મનુષ્ય ભવ વેડફી રહ્યો છે, આ સંસાર મા તુ બળી રહ્યો છે, શા માટે તુ રાખને માટે રતન ને બાળી રહ્યો છે. આવો મનુષ્ય ભવ જલદી પાછો નહી મળે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *