ફાડા લાપસી

સામગ્રી: એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું, એક કપ સાકર, બે કપ પાણી, ચાર ટેબલ-સ્પૂન ઘી, એક ટી-સ્પૂન એલચીનો ભૂકો, 12થી 15 દાણા કિસમિસ, બદામ અને પિસ્તાં લાંબા સમારેલાં.

રીત: એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા હલકા ગુલાબી રંગના શેકાતાં એમાં બે કપ પાણી ઉમેરો. પાણીને ઊકળવા દો અને ફાડાને ધીમા તાપે ચઢવા દો. લાપસીને સરખી રંધાવા દો. હવે એમાં ખાંડ ઉમેરી દો. લાપસી બરાબર રંધાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં એલચીનો ભૂકો ઉમેરી સરખી રીતે ભેળવી દો. હવે છેક છેલ્લે બદામ તેમ જ પિસ્તાંથી લાપસીને ગાર્નિશ કરો. સર્વિંગ-બાઉલમાં ગરમાગરમ સર્વ કરો. તમે પાણીના બદલે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો.

Similar Posts

  • 175 વર્ષીય પટેલ અગિયારીનો નવો દેખાવ!

    દેશ વિદેશ સહિત વિવિધ દાતાઓના ઉમદા યોગદાનને કારણે મઝગાંવ, મુંબઇમાં સ્થિત પટેલ અગિયારીનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું, 20 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી અગિયારીના ટ્રસ્ટીઓ, બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રીમતી અરનવાઝ જાલ મિસ્ત્રી અને વર્તમાન બીપીપી ટ્રસ્ટી, નોશીર એચ. દાદરાવાલાએ આ જશનમાં હાજરી આપી હતી. અગિયારીએ સપ્ટેમ્બર,…

  • હસો મારી સાથે

    દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડોક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી…

  • ZCBL Holds Customer Meet

    A well-attended Customer Meet of The Zoroastrian Co-operative Bank Ltd. (ZCBL) received huge appreciation from its patrons who converged at the Presidential Ball Room (Taj President), on 17th March, 2023. ZCBL Chairman – Yazdi Tantra shared the highlights of Bank’s forays into technology-led initiatives like adoption of new Centralised Banking Software, Finacle and Zoro Mobile…

  • What’s Danishi Bhagat Cooking Up?

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#bfd9f5″ css_class=”boxed”] Us Bawajis are known for our legendary love for good food! Taking it a step further, Hyderabad-based 22-year-old Danishi Bhagat, recently made it to Masterchef India’s Top 40 Contestants, in its sixth season. She was among the Top 60 in 2016, and was back fighting for the prestigious title, a second…

  • Film Review – THE ACCIDENTAL PRIME MINISTER

    Genre: Biography, Drama Rating: 2/5 108 minutes  Director: Vijay Ratnakar Gutte  The film could be termed a severe disappointment, or a hilarious take on the political scenario of our country from 2004-2014, which was the period when a certain, and ‘contingent’ gentleman held the office of India’s Prime Minister. It all depends on which side…