સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે

 1) તનની 2) મનની 3) રવાનની બંદગી

તનની બંદગી: જે ચાર અનાસરો યાને મૂળ તત્વો આતશ, બાદ, આબ અને ખાનું આપણું શરીર બનેલું છે તે ચાલુ અનાસરોના ફેરફારોને આધીન હોવાથી તેમાંથી નીકળતા બધા પ્રવાહો મેહરે-અઈપી યાને મેગ્નેટીઝમના (ખોરેહ ખેંચનારી વાતાવરણના) સામટા નામે ઓળખાય છે, તે મેહરે-અઈપીના પ્રવાહોને સદા સ્વચ્છ અને બાતેની (છેક અંદર ખાનેની) આલુદગી યાને અપવીત્રાઈથી દૂર રાખવા જોઈએ. સૌથી પહેલા જે ખોરાકમાંથી આપણું શરીર બંધાય છે તે ખોરાક નસા (વંદીદાદ પ્રમાણે એક જીવવાલી ચીજ-પશુ પક્ષીના મરણ પછી તેનું શરીર ધીમે ધીમે કોહવા માંડે છે તેથી તેને નસો-અપવીત્રાઈ કહેવામાં આવે છે) ની કોહતી ખરાબ ગલીચીથી દૂર હોવો જોઈએ અને સ્વચ્છ અન્ન ફળ, શાક, દુધનો ખોરાક લેવો જોઈએ અને તેની સાાથે જુફત (સંબંધ રાખનાર) મેહરે અફજા જે સચ્ચાઈ છે તે જરૂર પહેલે પાળવી જોઈએ તોજ આપણી મેહરે-અઈપી યાને શરીરની મેગ્નેટીક વાતાવરણ સ્વચ્છ ધ્વનીઓથી ભરપૂર બને છે અને ઉરવાનની વૃધ્ધિમાં મોટી મદદ થાય છે અને આપણે દરેક જાતની દરૂજી યાને ખરાબ વીચાર, વચન અને કર્મથી ઉભી થતી ધ્વનીઓની ગતિને કાપી શરીરની અને મનની પવીત્રાઈ જાળવી આપણાં શરીરની અંદર કાર્ય કરતા આતશ યાને શરીરમાં કાર્ય કરતી એક ગતીને તેજસ્વી કરીયે કે જેથી આપણા આચારવિચારો સાબેત અસરે રોશનીનાજ યાને પવિત્ર રહે અને આવી રીતે મેહરે-અઈપીમાં ઉપરથી આવતા શાહ ખોરેહના પ્રવાહો ઉતરતા રહે. આ બધું તનની બંદગીના પ્રકાર તરીકે ઓળખાય છે.

Similar Posts

  • Khordad – Cultivating Purity And Perfection

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you our monthly ‘Religion Special: PT Parab Series’, by our religious scholar and cultural expert, the erudite Noshir Dadrawala. Every Month, we share with you a deeper understanding of the auspicious day of the month- The Parab- when the Mah (month) and the Roj (day) coincide. Here’s celebrating this month’s…

  • ખોરશેદ યશ્ત – 1

    ‘હું ચાહુ છું કે જ્યારે તમે એકલા અથવા અંધારામાં હો ત્યારે હું તમને બતાવી શકું, તમારા પોતાના અસ્તિત્વનો આશ્ચર્યજનક પ્રકાશ.’ – હાફિઝ આપણે બધા આપણા પાક દાદર અહુરા મઝદાએ આપણને આપેલી તેજસ્વીતા સાથે જન્મેલા છીએ. શુદ્ધ જીવનશૈલી, આશા અને આનંદ દ્વારા, સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો દ્વારા આ તેજસ્વીતામાં વધારો થાય છે. જીવવાની…

  • તેહમુરસ પાદશાહ

    દેબબંદ તેહમુરસની ત્રીસ વરસની પાદશાહી હતી. અવસ્તામાં ‘તખ્મઉ‚પ’ અને પહેલવીમાં ‘તખ્મો‚પ’ તરીકે ઓળખાયો છે. ફારસી લેખકોએ હોશંગનો દીકરો કહે છે. પણ બુન્દહિશ્ન પ્રમાણો હોશંગના દીકરાનો દીકરો ‘વીવંધન’નો પુત્ર હતો અને જમશેદનો મોટોભાઈ હતો. એ પાદશાહ ‘દીવબન્દ’ અવસ્તા ‘દએવબિશ’ નામે જાણીતો હતો. કારણ એણે દેવોને જેર કર્યા હતા. તેહમુરસે રામ ઈઝદની બંદગી કરી માંગ્યુ હતું કે…

  • Ratan Tata-backed ‘Repos Energy’ To Produce 3,200 MPPs This Year

    Backed by industrialist Ratan Tata, a Pune-based energy distribution start-up, Repos Energy, has shared plans to manufacture and sell nearly 3,200 Mobile Petrol Pumps (MPP) this year. Established three years ago, the start-up plans to get on board over 1,200 operators from across the country during FY 2020-21. The start-up possesses a fleet of 320…

  • From the Editors Desk

    Heartiest Congratulations, Dr. Cyrus Poonawalla! Dear Readers, It was indeed a moment of great joy and pride for the community to know that Dr. Cyrus Poonawalla was felicitated with the prestigious Padma Bhushan award by the Government of India, on the eve of Republic Day. The third highest civilian award of the nation after the…

  • Meherbai’s Mandli Celebrates Father’s Day

    Meherbai and her Mandli organised a party for their better-halves to celebrate Father’s Day. The hubbies didn’t mind because they knew that anytime is party-time for this Mandli. The only question asked by the men (fathers!) was “Chhato-Panni hosey key?” The wives chorused, “Haas-to-vari! Party maa Chhato-Pani nai to soo, nahvanoo pani avey?” And so, days before the party, the…