હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલના ફન-ફેરની ભવ્યપણે ઉજવણી

તા. 3-01-2019ના ગુરૂવારના રોજ બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ પ્રાયમરી વિભાગના જુનિયર કેજીથી ધોરણ 8માં ઉત્સાહપૂર્વક સુધી ફન-ફેરની ઉજવણી કરવામાં આવી હતી.

શાળાના આચાર્યા ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ સ્ટાફ મિત્રો સંગાથે સુરત પારસી પંચાયતના ડો. રતન માર્શલ ગ્રાઉન્ડ પર 9.30 વાગે ફનફેરનું ઓપનીંગ થયું હતું. જેમાં સુરત પારસી પંચાયતના પ્રમુખ જમશેદજી દોટીવાલા  અને આજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની દીનાઝ મીનુ પરબીયા તથા સુરત લાલગેટ વિસ્તારના પી.એસ.આઈ. ડી.કે. સોલંકી તથા પારસી પંચાયતના સી.ઈ.ઓ રોહિનટન મહેતા તેમજ ત્રણ શાળાના આચાર્યો તેમજ ત્રણ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

ફન ફેરનો પ્રારંભ પ્રાર્થના અને દિપ પ્રાગ્ટય સાથે થયો હતો, ત્યારબાદ બાળાઓએ નૃત્ય દ્વારા દેશની સંસ્કૃતિને ઉજાગર કરી હતી. આ રીતે કાર્યક્રમનું ભવ્ય ઓપનીંગ કરવામાં આવ્યું હતું અને આમંત્રિત મહેમાનોએ પ્રસંગોચીત ઉદ્બોધન કર્યુ હતું.

ફનફેરમાં વાનગીઓના સ્ટોલ, રમતગમતના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. તેમાં આમંત્રિત વાલીઓ, વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ માણ્યો હતો. ફનફેરના ખૂબ સફળતાપૂર્વક આયોજન બદલ પંચાયતના પ્રમુખ  તેમજ ટ્રસ્ટીઓએ શાળાના આચાર્યા ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ તમામ સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Similar Posts

  • Caption This– August 19, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 23rd, August, 2017. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Now let’s play Kaun Banega Crore-potty!!!”   -by Farokh Irani   [/otw_shortcode_info_box]

  • ‘એક પુત્ર આવો પણ હોય!!!’

    મમ્મી, હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. લગભગ 32 વર્ષના, અવિવાહિત ડોક્ટર સુદીપે મોડી રાત્રે ઘરે પહોચતાવેંત જણાવ્યું હતું. દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે? માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું. મમ્મી, મારે ઈંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. આમ પણ થોડાક જ મહિનાઓની તો…

  • Cyrus Vajifdar Ordained Navar

    11-year-old Cyrus Rustom Vajifdar, resident of Cusrow Baug (Mumbai), was ordained Navar on 31st December, 2022, at the Sethna Agyari (Tardeo) under the guidance of Er. Khushravi Darayus Palia. The son of proud parents, Khursheed and Rustom Vajifdar and grandson of Nazneen and Khurshed Vajifdar and Neville and (late) Bapsy Mistry, Cyrus’ ordainment (done between…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28 January – 03 February 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી તમારા કામકાજમાં જરા પણ હીંમત નહીં આવે. ખોટા ડરથી પરેશાન થશો. ઉતરતી રાહુની દિનદશા તમને ડોકટરના દરવાજા બતાવશે. અગત્યની વાતો 3જીથી શરૂ કરજો. થોડા સમય પછી સારૂં રીજલ્ટ મેળવી લેશો. હાલમાં મિત્રો તમને દગો આપી શકે છે તેમનાથી સંભાળજો….

  • Letters to the Editor

    Re: Intercaste Marriages In The Community We all wish, our children marry within our fold to ensure greater compatibility, stability and happiness in their married lives, and to safeguard the dignity and acceptance of their children. A social stigma exists in our community for inter-caste married ladies and their innocent children. Even so, there is a steep rise…