નેતાજીનું ઈકોફ્રેન્ડલી સ્વપ્ન

પ્રિય વોટરો, વહાલી જનતા,

હું તમારા વિભાગનો સ્વતંત્ર ઉમેદવાર ઉમેશ ખટપટીયો છું, બીજા ઉમેદવારોની જેમ હું તમારી પાસે વોેટોની ભીખ નથી માગતો કે નથી ખોટા વચનો આપતો જો અત્યારે મોટા વચનો આપુ ને નેતા થયા પછી સંજોગે પુરા ન કરી શકયો તો તમારી ઉમેદો પર પાણી ફરી જશે. એવું તો આ ઉમેશ ખટપટીયો જરાયે નહીં કરે. હું જે કરવાનો છું એ હું ખુલ્લેખુલ્લુ મારા ભાષણમાં જણાવું છું.

ગાંધીજીએ અંગ્રેજોના ચુંગલમાંથી દેશને છોડાવ્યો હું ઉમેશ ખટપટીયો તમને છુટકારો અપાવીશ ખોટા વચનો આપી ગરીબોને વધુ ગરીબ કરનારા નેતાઓથી જો દેશમાં એવા નેતાઓ નહીં હોય તોજ દેશ ખુશાલ થશે.

પહેલું કામ હું શેહરોને પાછા ગામડા બનાવીશ. ખેતી અને ગૃહઉદ્યોગોને પ્રધાનતા અપાવીશ, ગાય બળદ, ભેસ અને બકરીઓનો ઉછેર વધારે પ્રમાણમાં થાય એવી યોજના અમલમાં મુકીશ, બળદ ખેતીના કામમાં આવશે.

ગાય ભેસ ને બકરીનું દૂધ, દહી, માખણથી પ્રજા બળવાન અને બુધ્ધિશાળી બનશે એવો વિશ્ર્વાસ છે. ઘોડાઓનો ઉછેર વધારીશ જેથી માણસો દેશના કોઈપણ ખુણામાં ઘોડા પર પ્રયાસ કરી શકશે. બેલગાડીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં વધારીશ જેથી દરેક સહકુકટુંબ એમાં બેસી જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે. દરેક ઘરોમાં ગોબર ગેસનો જ વપરાશ થાય એવો કાયદો ઘડીશ.

બીજું અગત્યનું કામ હું કાયદામાં મોટું પરિવર્તન કરાવીશ, નાના ગુન્હેગારોને ઓછામાં ઓછા 10 ચાબુકના ફટકા અને વધારેમાં વધારે 100 ફટાકાની શિક્ષા ફરમાવીશ મોટા ગુન્હેગારોને અને ખુનીઓને કોઈ કોટ કચેરી નહીં, કોઈ અપીલ નહીં સીધી ફાસી આ કાયદાથી દેશને મોટો ફાયદો થશે ન વકીલની જરૂર, ન ન્યાયાધીશની જરૂર, ન કોટ કચેરીની જરૂર રહેશે. આવો સખ્ત કાયદો ઘડાશે ત્યારેજ ગુનાહ થતાં અટકશે અને પ્રજા સુખ શાંતિથી જીવી શકશે.

ત્રીજું કામ હું એ કરીશ ધીમે ધીમે આધુનિકતાને નાબુદ કરીશ કપડાની મિલોમાંથી ઓટોમેટીક મસીનો બંધ કરાવી વહાલી જનતા હાથ વણાટ કરી પોતાના અને કુટુંબના ખપ પુરતા કપડા જાતે તયાર કરી શકશે. જૂની પધ્ધતિની અનાજ દળવાની ઘંટીનો વિકાસ કરાવીશ જેથી દરેક ઘરમાં બાજરી, જવારી ઘઉં વગેરે જાતે જ દળીને ચોખ્ખો લોટનો ઉપયોગ કરે જાત મહેનત કરી પ્રજા સાદો અને પોષ્ટીક ખોરાક ખાવાથી કયારે માંદા નહીં પડે.

ચોથું કામ હું એ કરીશ પેટ્રોલ ને ડીઝલથી ચાલતી ગાડીઓ બંધ કરાવીશ. લોકો સવારી માટે ઘોડો સાયકલ કે બેલગાડીનો ઉપયોગ કરી શકે છે, ઘર વપરાસની વસ્તુઓ લઈ આવવા માટે હાથગાડી કે ગધેડા ઉપર સામાન મૂકીને લઈ આવી શકે છે. કાર, સ્કુટર, રીક્ષા, ટ્રક, ટેમ્પો કસાની જરૂર નહીં પડે એટલે પેટ્રોલ કે ડીઝલની પણ જરૂર નહીં  પડે આમ થવાથી લોકોના પૈસા બચશે અને પેટ્રોલ, ડીઝલ આપણને બીજા દેશોથી ખરીદવો નહીં પડે.

ભારતના નાગરીકો આવી તો અસંખ્ય યોજનાઓ મારી પાસ છે. હું હવે તમારો વધુ સમય ન લેતા મારૂં ભાષણ અહીંજ સમાપ્ત કરૂં છું. છેવટે પાછું હું તમને બધાને હડાપણની વાત કહુ જો દેશને ખુશહાલ  જોવો હોય તો આ ઉમેશ ખટપટીયો ને વધારામાં વધારે વોટ આપી વીજય કરો હું જ આપને શુધ્ધ ભારત આપીશ, મારૂ નામ યાદ રાખજો, મારા નામ પર સિકકો મારજો આપનો સદાકાળનો ઉમેશ ખટપટીયો.

 

Similar Posts

  • કમરના દુ:ખાવોમાં મેથી-ખજૂર

    કમરનાં દુ:ખાવા માટે અનેક કારણો હોઈ શકે છે. કમરનો દુ:ખાવો હોય તો નિદાન કરી કરાવી સાચું કારણ જાણી લેવું જોઈએ. જો, કમરનો દુ:ખાવા માટે શરીરના એ વિસ્તારના કોઈ ભાગની ભૌતિક પરિસ્થિતિ વિકાર ન પામી હોય તો એક અકસીર ઈલાજ છે. પાંચ-સાત ખજૂરનો સરસ ઉકાળો બનાવી તેમાં એક નાની ચમચી મેથી પાઉડર નાખી ધીમેધીમે પી જવું….

  • The Solution!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. His mission…

  • ઝોરાસ્ટ્રિયન જીવન જીવવું

    પારસીઓ વારંવાર એવું કહેતા સાંભળીએ છે કે તેઓને તેમના ધાર્મિક મૂળ પર ગર્વ છે. જો કે, શેરીમાં રહેતા સરેરાશ પારસીને જરથોસ્તી હોવાનો અર્થ શું છે તે પૂછવાનો પ્રયાસ કરો અને સંભવત તમે સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યોનો અતિ-સરળ અને સ્ટીરિયોટાઇપ સંદેશ સાંભળી શકો છો. જો કે આ સિદ્ધાંતો વિશ્વાસના મુખ્ય સ્તંભો બનાવે છે,…

  • Chomp & Cheers Presents Chef Delzad

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Delzad K Avari is a Le Cordon Bleu, London Alumni. His love for cooking was evident from a very young age. Having completed the Grand Diploma in cuisine and patisserie from the London campus, post his Hotel Management degree from Mumbai’s Sophia Polytechnic. His expertise has been honed with rich and varied…

  • Hyderabad Zoros Hold Fun Treasure Hunt

    The residents of Bai M N Chenoy Agiary Complex in Hyderabad organised a Treasure Hunt competition on 15th April, 2018. Conceptualised by Faram Desai, twenty-four members, aged between five to ninety-five years, participated in four teams comprising six members each. The hunt also included a ‘Scavenger Hunt’ containing props which had to be procured and…

  • ફટફટ ફટાકડા ફૂટે!!

    આજથી 82 વર્ષ પૂર્વે જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે મારા બાવા ફટાકડા ફોડવાના સખત વિરોધી હતા. અમારા ઘરમાં ફટાકડા તો શું નાની અમસ્તી ફટાકડીને પણ પ્રવેશ કરવા દેતા નહી અને કહેતા કે આપણા ધર્મની વિરૂધ્ધ છે. ફટાકડા ફોડાવાથી પવિત્ર આતશ પર ‘આજાર’ પડે છે, આજાર ફારસી શબ્દ છે અને તેનો અર્થ આફત, મુસીબત થાય…