ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરે છે

1991થી, ત્રણ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ સમુદાય સંબંધિત કલ્યાણ પ્રવૃત્તિઓમાં એકદમ સક્રિય છે જેમના બે કેન્દ્રો મુંબઈ અને નવસારીમાં સ્થિત છે. 2007માં સોલીસીટર ફરઝાના મોઝગાનીને સામેલ કર્યા પણ બીજા ટ્રસ્ટીઓ સતત કાર્યરત છે. એક દાયકાથી સંસ્થાના ગતિશીલતા અને પ્રવૃત્તિઓને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે યોગ્ય અનુગામી યોજનાની જરૂરિયાતને માન્યતા આપતા, ટ્રસ્ટ યોગ્ય ક્ષમતાઓ અને ટ્રસ્ટના સંચાલનમાં નેતૃત્વ સ્વીકારવાની ઝંખના સાથે યોગ્ય વ્યક્તિઓની ઓળખ કરી રહ્યા છે. અસ્પી બી. આંબાપારડીવાલા (50) સાયરસ ડી. વાન્દ્રીવાલા (48) અને રોહિન્ટન જે. કોન્ટ્રાકટર (52) લોક કલ્યાણ પ્રવૃત્તિઓમાં ઉત્સુક રસ અને ઉત્સાહ દર્શાવ્યો અને નવસારીની સ્થાનિક સમિતિના સભ્યો તરીકે છેલ્લા 10 વર્ષથી ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણને સાબિત કર્યા પછી, ટ્રસ્ટીઓએ સર્વસંમતિથી તેમને ટ્રસ્ટી તરીકે ઉભા કરવાનો નિર્ણય લીધો છે. નવસારીની સર સીજેએમઝેડ મદ્રેસા હાઈસ્કુલ અને શેઠ આરજેજે હાઈસ્કુલમાં અસ્પી અને સાયરસ બન્ને શિક્ષકો છે. રોહિન્ટન જે એક ઉદ્યોગપતિ છે અને પોતાની ફાર્માસ્યુટીકલ ડિસ્ટ્રીબ્યુશન એજન્સી ચલાવે છે. આ ત્રણેય વર્ષોથી મેનેજિંગ કમિટીનો ભાગ છે અને નવસારી ખાતે ડી એન મહેતા સાર્વજનિક હોસ્પિટલ ચલાવે છે.
ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ તેમને ટ્રસ્ટી તરીકે આવકારે છે અને વિશ્વાસ કરે છે કે તેઓ દાતાઓ અને લાભાર્થીઓ સાથે હળીમળીને કામ કરશે. નવસારી હવે સુરક્ષિત થવા પામ્યું છે. તેવીજ રીતે મુંબઇમાં પણ પ્રતિભાશાળી વ્યક્તિઓ ટ્રસ્ટીશીપ લેવાની તૈયારીમાં છે. એકવાર તેમના નિમણૂંકને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પછી વિગતો શેર કરવામાં આવશે.

Similar Posts

  • ધર્મગુરૂઓની સાચવણી

    સંજાણના ડબ્લ્યુઝેડઓના સેનેટોરિયમ ખાતેના શાંત અને સુંદર લેન્ડસ્કેપની સીમમાં, શહેરની ધમાલથી દૂર, સશક્તિકરણ મોબેદસ (ઇએમ) ટીમે તેનો બીજો ઓફ-સાઇટ તાલીમ કાર્યક્રમ 15-16 ફેબ્રુઆરી, 2020 ના રોજ યોજ્યો હતો. દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (ડીએઆઈ) ના વરિષ્ઠ મોબેદ અને યુવાન ઉભરતા મોબેદોના સંમિશ્રણમાં કુલ 28 લોકોએ ભાગ લીધો હતો. જૂથમાં ત્રણ પિતા-પુત્રની જોડીની હાજરી એ કેક પરનું આઈસીંગ…

  • The Sky Is The Limit For ‘WINGS ’19!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Rising high and mighty, the finale of ‘WINGS’ 2019 lived up to its promise unleashing power packed live performance by the All-Parsi band – ‘The Right Left Wing’; as also felicitating the community’s best talents across various sporting categories in an all-glittering, award ceremony which followed. Parsi Times Reporter Binaisha M. Surti brings…

  • Dr. Danesh Chinoy Awarded ‘Pioneer In Psychology Based Physiotherapy’ By NIST

    Dr. Danesh Dinyar Chinoy was felicitated on 9th January, 2022, with the prestigious ‘Pioneer In Psychology Based Physiotherapy – Holistic Model’ title, under the ‘Skill India Awards 2021-2022’, conducted by the National Institute of Skills Training (NIST). He received this recognition for his outstanding contributions towards bringing transformation in people’s lives, with his endeavours spanning…

  • Caption This– October 7, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 12th October, 2017. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Rab ne bana di jodi! Aap kahe ‘JIO mere saath’ aur hum kahe ‘PIYO mere saath!’ – By Roshan Dastoor [/otw_shortcode_info_box]

  • પ્રિત કરે પુકાર

    દેવાંગે સેક્ધડ એ.સીના ડબ્બામાં ચારે બાજુ નજર ફેરવી લીધી છેલ્લા સાત વર્ષના અનુભવના આધારે એને ખ્યાલ આવી ગયો કે પહેલા કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બહેનની પર્સમાં સારા એવા પૈસા છે. પણ એ બહેનની જાગૃત સ્થિતિ છે એટલે એ પર્સ લેવામાં ઘણી મહેનત કરવી પડે. અમદાવાદથી સુરત સુધીમાં વાત જામે નહીં! એ કમ્પાર્ટમેન્ટમાં બીજી બે બહેનો પણ હતી…

  • સંજાણ ઉતરી તે અંજુમન કેવી હતી?

    જે અજુમન સંજાણ ઉતરી તે લોકોના પોશાકોનો તો આપણે ખ્યાલબી નથી કરી શકતા, સાધારણ કામે એક જાતનો પોશાક, ક્રિયાકામ કરે ત્યારે તેનો જુદી જ જાતનો અને કોઇ ગુજરી જાય, ત્યારે જે પહેરે તે તો ફેકી જ દે, પાછો નહિ પહેરે. એવી જાતની નસાબદી તેઓ પાળતા હતા. શેઠ જહાંગીર ચીનીવાલા જ્યારે સાત વરસના હતા ત્યારે તેઓએ…