ઉરણની ઉમરીગર અગિયારીએ 115મી સાલગ્રેહની ઉજવણી કરી

તા. 8મી ઓકટોબર, 2019ના દિને સુરત, મુંબઇ, નવી મુંબઇ અને થાણેના પાંચસોથી વધુ યુવા અને વૃદ્ધ જરથોસ્તીઓ ઉરણની ઉમરીગર અગિયારીની 115મી સાલગ્રેહની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. હાવનગેહમાં સવારે 7.20 કલાકે એરવદ વિરાફ પાવરીએ બોય દીધી. સાલગ્રેહના જશનની ક્રિયા સવારે 10.00 કલાકે એરવદ હોશેદાર અને એરવદ અદી ઝરોલીવાલા ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. પ્રાર્થનાના અવાજો અને ચંદનના લાકડાની સુંગધથી વાતાવરણ પ્રફુલ્લિત થવા પામ્યું હતું. અગિયારીના કેરટેકર કેરસી સુઈ અને તેમના કુટુંબ દ્વારા ખાતરી કરવામાં આવી કે સાલગ્રેહ જશનની ચાસનીના રૂપમાં ફળો અને મલીદો લોકોને પ્રાપ્ત થાય. સવારે અગિયારીના મેદાનમાં લોકોએ નાસ્તો કર્યો તથા મર્ઝબાન વાડિયા દ્વારા કેરસી સુઈનો આભાર માનવામાં આવ્યો. પારસી ગીતોએ લોકોનું મનોરંજન કર્યું અને બપોરનું ભોજન માણ્યું, જેના કેટરર હતા કેટાયુન બોમી ખંબાતા.
કેરસી સુઈએ પારસી ટાઈમ્સનો આભાર માન્યો કારણકે કેટલા જરથોસ્તીઓને ઉરણની ઉમરીગર અગિયારીના અસ્તિત્વ વિશે ખબર નહોતી તથા દર વર્ષે તેની માળખાગત આવશ્યકતાઓમાં ઉમેરો કરે છે, આવા નવા બાંધકામો અને નિયમિત વાર્ષિક જાળવણી માટે, તેમણે જરથોસ્તીઓને આગળ આવવા અને ઉમદા હેતુ માટે દાન આપવા નમ્રતાપૂર્વક અપીલ કરી છે.

Similar Posts

  • શિરીન

    ‘જા ત્યારે, ને મેં કહ્યું છેતે યાદ રાખી હમણાંથી જ ફિરોઝને જણાવી દેજે.’   પછી વીજળી પેઠે શિરીન વોર્ડન ત્યાંથી વિદાય થઈ, પોતાનાં વહાલાની શોધમાં ગઈ. તેના એન્ગેજમેન્ટ તે જવાન તેણીને કહી મૂકતો હોવાથી તેણીને યાદ આવ્યું કે આજે તે સેનજરી કલ્બની મીટિંગ તથા ડીનરમાં જનાર હોવાથી હજી તે ઘરમાં જ હોવો જોઈએ.   બધે…

  • Vote For Vikaji Vaghmaru!!

    Meherbai’s Mandli met at Keki’s house to celebrate his 67th Birthday. Of course, being kunjoos-makkhichoos, Keki had asked everyone to bring their own snacks, while Meherbai would provide the cake and Meherwanji, the beer. The conversation at Meherbai’s Mandli was always topical – like the ice-cream flavour of the month, the on-going heat-wave and so, today, they discussed the…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19th December – 25th December, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારે છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા ફેમીલી પ્રોબ્લેમ દૂર કરવામાં સફળ થશો. તેમની ડિમાન્ડ પૂરી કરી શકશો. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં જશની સાથે માન પણ મળશે. ચેરીટી કે જરૂરિયાત વ્યક્તિને જોઈતું દાન કરી દેજો. દરરોજ ‘સરોશ…

  • WZCC – Pune Organises Member’s Night

    WZCC (Pune) organised a ‘Member’s Night’ on 20th July, 2017, to discuss ‘Roles of relatives in critical care – Effective Communications, informed consent and end of life decisions’ –  addressed by  Dr. Kayanoosh Irani Kadapatty. The programme commenced with a welcome address by Chairperson, Mahrukh Bharucha, followed by Viraf Deboo highlighting the role of WZCC….

  • DPC Residents Object To BMC Ramp-up Plan

    Few community members from Mumbai’s Dadar Parsi Colony (DPC) have taken objection to BMC’s plans looking to improve the walkability quotient of the area, through interventions like standardized street furniture, universal accessibility with at-grade crossings, ramps and median refuge. Last month, the BMC had begun construction work, digging up the footpaths in Dadar East –…