કોલેસ્ટોલમાં ચણાનું સેવન
રૂધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવાથી ઘણા ગંભીર પ્રકારના હૃદયરોગો થવાની સંભાવના રહે છે! જો, કોલેસ્ટ્રોલની વૃધ્ધિને પરિણામે થતાં ગંભીર હડદયરોગોથી બચવું હોય તો દરરોજ સવાર-સાંજ એકેક મુઠ્ઠી શેકેલા છોતરા સાથેના ચણા ચાવીચાવીને અચૂક ખાવા જોઈએ. આમ કરવાથી ધીમે ધીમે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘયવા લાગે છે અને તેને લીધે ઘણા ગંભીર પ્રકારના હૃદયરોગોનો સંભવ ટળે છે! કોલેસ્ટ્રોલની વૃધ્ધિ અને તેને લીધે થતા હૃદયરોગોની ચિકિત્સા અર્થે બજારમાં મળતી કોઈપણ જાતની દવા કરતા સવા સસ્તા મળી રહેતા શેકેલા ચણાનો પ્રયોગ એકદમ સફળ અને સરળ છે!
