એરવદ વરઝાવંદ દાદાચાનજીએ મરતાબની ક્રિયા પૂર્ણ કરી

બા2 વર્ષની ઉંમરના એરવદ વરઝાવંદ હોરમઝ દાદાચાનજીએ તા. 6ઠ્ઠી નવેમ્બર 2019ને દિને હ્યુજીસ રોડની વાચ્છા ગાંધી અગિયારીમાં મરતાબની ક્રિયા પૂર્ણ કરી. મરહુમ એરવદ રૂસ્તમજી કાવસજી દાદાચાનજી (ગ્રેટ ગ્રાન્ડ ફાધર)ના આશિર્વાદ અને પંથકી એરવદ અસ્પંદીયાર આર. દાદાચાનજી અને એરવદ દારાયસ પી. બજાંના નેતૃત્વ હેઠળ ક્રીયા પાર પાડવામાં આવી હતી.
એરવદ વરઝાવંદે દાદર અથોરનાન ઈન્સ્ટિટયુટના પ્રિન્સીપાલ એરવદ રામિયાર કરંજીયા અને ભણતર ટીચરર્સ, એરવદ કેરસી કરંજીયા અને એરવદ સરોશ બહેરામકામદીનના માર્ગદર્શન હેઠળ તાલીમ પ્રાપ્ત કરી હતી.
એરવદ વરઝાવંદ જે એરવદ હોરમઝ અને નવાઝ દાદાચાનજીના દીકરા અને એરવદ અસ્પંદીયાર અને ધનમાય દાદાચાનજી અને એરવદ પરવેઝ અને બેપ્સી બજાંના પૌત્ર (ગ્રેન્ડ સન)છે અને દાદર પારસી યુથ એસેમ્બલી સ્કુલમાં ભણે છે. આપણે એરવદ વરઝાવંદ દાદાચાનજીએ યુવાનીમાં હાંસલ કરેલી સિદ્ધિની પ્રશંસા કરીએ છીએ! દાદર અહુરા મઝદા તેમની સેવામાં તેમને હંમેશા આશીર્વાદ મળે અને ભવિષ્યમાં ધાર્મિક ક્રિયાના તેજસ્વી પ્રકાશ હેઠળ આપણાં સમુદાયનું નેતૃત્વ કરે!

Similar Posts

  • Parsi Pride Brigade

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times continues to celebrate the successes of our young adults who have done exceedingly well in their academic performances in the Board exams across schools and colleges in India. Kudos to all our bright sparks who make our community proud! [/otw_shortcode_info_box] Happy Husrav! 17-year-old Husrav Sadri, a student of Jamnabai Narsee secured…

  • Caption This – 20th November

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 24th November 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • શિરીન

    શિરીન વોર્ડન આખી રાત ઝરી જુહાકની આગળ ઈઝી ચેર પર બેસી તેવણની માવજત કરતી ગઈ ને તેમ કરતાં વચ્ચે તેણી નાની જેવી ઉંઘ પણ કાઢી ઉઠતી. એમ પાંચ દિવસ પસાર થઈ ગયા કે ઝરી જુહાકની તે છાતીમાંની પેન તદ્દન નીકળી ગયેલી માલમ પડી. રાત દિવસ તેમનું નર્સિંગ ખરા તન તથા મનથી શિરીન વોર્ડન કરતી ગઈ…

  • જરથુસ્ત્ર સાહેબના જીવનની ઝાંખી

    ખોરદાદ સાલના પ્રસંગે તમારી સામે આપણા તેજસ્વી જરથુસ્ત્ર પયગમ્બર સાહેબના જીવનની અને ભણતરની એક વિશિષ્ટ ઝાંખી રજૂ કરી રહ્યા છે.‘પ્રોફેટ’ માટેનો ફારસી શબ્દ પેગમ્બર અથવા વક્ષશુર છે (પહલવી શબ્દ વક્શવરના શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે) ‘ભગવાનના શબ્દોનું વહન કરનાર’. આપણે જીભથી પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ એટલે જીભ દ્વારા ભગવાન તરફથી…